@@INCLUDE-HTTPS-REDIRECT-METATAG@@ ગુજરાતમાં પહેલા ચરણનું મતદાન પૂરુ થયું, 977 ઉમેદવારોના ભાવિ EVMમાં સીલ

ગુજરાતમાં પહેલા ચરણનું મતદાન પૂરુ થયું, 977 ઉમેદવારોના ભાવિ EVMમાં સીલ


કચ્છ-સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના 19 જિલ્લાના 89 બેઠકો માટે 2.12 કરોડ મતદાતા શનિવારે પોતાની આંગળીની તાકાત બતાવવાના હતા તેમાથી ૧.૩૬ કરોડ જેટલા મતદારોએ પોતાના અધિકારનો ઉપયોગ કર્યો છે. રાજયમાં પહેલા તબક્કામાં ૬૪ ટાકા જેટલું મતદાન થયું છે.
પ્રથમ તબક્કામાં રાજયની ૧૮રમાંથી ૮૯ બેઠકો ઉપર મતદાન થયુ. આ માટે પ૭ મહિલાઓ, ૪૪૩ અપક્ષો સહિત ૯૭૭ ઉમેદવારોનું ભાવિ ઇવીએમમાં કેદ થયુ. રાજયના કુલ ૪.૩પ કરોડ મતદારોમાંથી ર.૧ર કરોડ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. મતદાન માટે પ૦૧ર૮ બુથો ઉભા કરવામાં આવ્યા છે.
 
સૌરાષ્ટ્ર કચ્છ અને દ.ગુજરાતના ૧૯ જિલ્લાઓમાં મતદાન થયુ છે જેમાં પ૦ ટકા મતદારો ૪૦ વર્ષથી ઓછી ઉંમરના છે પહેલા તબક્કામાં મુખ્યમંત્રી રૂપાણી, પરેશ ધાનાણી, અર્જુન મોઢવાડીયા, શક્તિસિંહ ગોહિલ સહિત અનેક ૯૭૭ ઉમેદવારોનું ભાવિ ઇવીએમામ સીલ થયુ છે.
 
પહેલાં તબક્કાના મતદાનમાં ૮૯ બેઠક પર કુલ ૯૭૭ ઉમેદવાર મેદાનમાં હતા. જેમાં ૧૦ તાલુકા, ૯૩૯ ગામડાં અને છ નગરપાલિકા વિસ્તાર આવે છે. તો જિલ્લાની દ્રષ્ટિએ જોઇએ તો કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, નર્મદા, ભરુચ, સૂરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લાના મતદારો તેમનો આગામી વિધાનસભ્ય કોણ તે ચૂંટી લેશે. આમ, પહેલા તબક્કામાં સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતનો સમાવેશ થઇ જાય છે.
8 કલાકમાં 60.16 ટકા મતદાન
 
ગુજરાત રાજ્યના ચૂંટણી કમિશન બી.બી સ્વૈને જણાવ્યું હતુ કે પહેલા તબક્કામાં સાંજના ૫ વાગ્યા સુધીમાં ૬૦.૧૬ ટકા મતદાન થયુ છે. જેમા
કચ્છમાં 58.14 ટકા, સુરેન્દ્રનગર 59.14 ટકા, મોરબી 67.37 ટકા, રાજકોટ 60.32 ટકા, જામનગર 56.83 ટકા, દેવભૂમિ દ્વારકા 53.54 ટકા, પોરબંદર 54.26 ટકા, જૂનાગઢ 58.01 ટકા, ગીર સોમનાથ 63.00 ટકા, અમરેલી 56.38 ટકા, ભાવનગર 55.91 ટકા, બોટાદમાં 56.41 ટકા, નર્મદા 65.81 ટકા, ભરૂચ 62.61 ટકા, સુરત 60.64 ટકા, તાપી 65.72 ટકા, ડાંગ 64.63 ટકા, નવસારી 67.56 ટકા અને વલસાડમાં 63.43 ટકા મતદાન થયું છે.