સચિન તેંડુલકરને ગુસ્સો આવે તો તે શું કરે….જુવો વીડિયો    

    ૧૦-ફેબ્રુઆરી-૨૦૧૭


 

વર્ષ ૧૯૯૮…ભારત અને જિમ્બાબ્વે વચ્ચે યોજાયેલી એક મેચ. આ મેચ એટલે કોકા કોલા ચેમ્પિયન ટ્રોફીની ફાઈનલ…આ મેચના બે દિવસ પહેલા ઝિમ્બામ્બેના બોલર હેનરી ઓલોન્ગા સચિનને આઉટ કરી ખરાબ વર્તન કર્યુ હતુ અને ભારત એ મેચ હારી પણ ગયુ હતું. પણ એના પછી બીજી મેચમા ઝિમ્બામ્બેની પહેલી બેટિંગ આવી. તેણે ૧૯૬ રન બનાવ્યા અને સચિન અને ગાંગુલી ઓપનીંગમા આવ્યા. સચિને હેનરી ઓલોન્ગોના ખરાબ વર્તનનો જવાબ બેટથી આપ્યો. તેની ઓવરમાં સચિને દરેક બોલે શોટ માર્યો…પરિણામ એ આવ્યુ કે ભારત ૩૦ ઓવરમા ૧૦ વીકેટે  મેચ જીતી ગયુ. સચિને ૯૨ બોલમાં ૧૨૪ રન અને ગાંગુલી એ ૬૩ રન બનાવ્યા. બિચારા ઓલોન્ગોએ માત્ર ૬ ઓવરમાં ૫૦ રન આપ્યા…સચિને સ્લેજિંગનો જવાબ બેટથી આપ્યો…આજના યુવા ક્રિકેટરોએ સચિન પાસેથી આ કળા શીખવી જોઈઍ…

જુવો વિડીયો...