વર્ષ પ્રતિપદા વર્ષની ઉત્સાહભેર ઊજવણી

    ૧૧-એપ્રિલ-૨૦૧૭

 

 નારણપુરા

કર્ણાવતીના મ્યુનિસિપલ મેદાનમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના નારણપુરા ભાગના સ્વયંસેવકો દ્વારા વર્ષ પ્રતિપદા ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો. આ પ્રસંગે રા. સ્વ. સંઘ ગુજરાત પ્રાંતના સહસંપર્ક પ્રમુખ ડૉ. સુનીલભાઈ બોરીસાએ મુખ્ય વક્તા તરીકે ‘ગુડીપડવો - વર્ષ પ્રતિપદા’ અંગે વાત કરી હતી. આ પ્રસંગે તેઓએ કહ્યું હતું કે, ‘સંઘના સ્વયંસેવકો, તમામ ક્ષેત્રે પ્રમાણિકતા સાથે કાર્ય કરી રહ્યા છે. દેશભરમાં ૭૦,૦૦૦ સ્થાનો પર સંઘનું કાર્ય ચાલી રહ્યું છે. છતાં આપણી સામે ઘણા પડકારો પણ છે. પશ્ર્ચિમ બંગાળમાં ૮,૦૦૦ ગામ હિન્દુ વિહિન થઈ ચૂક્યાં છે. આજના દિવસે પ્રત્યેક સ્વયંસેવકે આત્મનિરીક્ષણ કરવું જોઈએ કે પોતે સંઘકાર્ય માટે વધુ ને વધુ સમય કેવી રીતે આપી શકે. આ કાર્યક્રમમાં ગુજરાત યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઑફ એજ્યુકેશનના હેડ ડૉ. આર. એસ. પટેલ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યાં હતાં. રા. સ્વ. સંઘના મહાનગર સંઘચાલક મા. શ્રી મહેશભાઈ પરીખ, નારણપુરા ભાગ સંઘચાલક સુમનભાઈ પટેલ, ભાગ સહકાર્યવાહ પિનાકિનભાઈ સહિત મોટી સંખ્યામાં સ્વયંસેવકો ઉપસ્થિત રહ્યા હતા.


બાપુનગર

રા. સ્વ. સંઘ બાપુનગર ભાગ દ્વારા સરસપુરના બોમ્બે હાઉસિંગના મેદાન ખાતે વર્ષ પ્રતિપદા ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે કર્ણાવતી મહાનગરના કાર્યવાહ શ્રી તેજસભાઈ પટેલે મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહી ઉદ્બોધન આપ્યું હતું.


અમરાઈવાડી

૨૬ માર્ચના રોજ અમરાઈવાડીના વૃંદાવન રેસિડન્સી સામેના મેદાન ખાતે રા. સ્વ. સંઘ અમરાઈવાડી ભાગ દ્વારા વર્ષ પ્રતિપદા ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો. આ પ્રસંગે મુખ્ય વક્તા તરીકે રા. સ્વ. સંઘના પ્રાંત પ્રચારક શ્રી ચિંતનભાઈ ઉપાધ્યાય ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે અમરાઈવાડી ભાગના સંઘચાલક મા. શ્રી મગનભાઈ પટેલ, અન્ય અધિકારીશ્રીઓ સહિત મોટી સંખ્યામાં નાગરિક ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

નરોડા

નરોડા ભાગનો વર્ષ પ્રતિપદા ઉત્સવ ચૈત્ર સુદ એકમ એટલે કે ૨૮/૩/૧૭ મંગળવાર સવારે ૭ વાગ્યે અમર જ્યોત સ્કૂલના મેદાન, મેઘાણીનગરમાં સંપન્ન થયો. આ કાર્યક્રમમાં રા.સ્વ.સંઘના સહપ્રાંતકાર્યવાહ શ્રી શૈલેશભાઈ પટેલે ઉદ્બોધન કર્યું હતું. ઉપરાંત નરોડા ભાગના સંઘચાલક શ્રી ‚રુગનાથભાઈ સવસાણી, મહાનગર સહકાર્યવાહ શ્રી હાર્દિકભાઈ પરીખ અને ભાગના અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં સમતા પ્રયોગ - કેશવના ચીંધેલા માર્ગે ચાલવું પડશે ગીતનું સાંધિક થયું. મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં હતાં.


સાબરમતી

રા. સ્વ. સંઘ સાબરમતી ભાગનો વર્ષ પ્રતિપદા ઉત્સવ ૨ એપ્રિલના રોજ સાબરમતી અચેર ડેપો પાસે યોજાઈ ગયો જેમાં ઉદ્બોધન કરતાં રા. સ્વ. સંઘના પ્રાંતપ્રચારક શ્રી ચિંતનભાઈ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, ‘સંઘસ્થાપક ડૉ. હેડગેવારજીએ અસંગઠિત હિન્દુ સમાજને સંઘના માધ્યમ થકી જોડવાનો પ્રયત્ન કર્યો, જેને પરિણામે સંઘ આજે હિન્દુ સમાજની આશાનું કિરણ બની ગયો છે. લાખો સેવા કાર્યો થકી સંઘ છેવાડાના માનવીના વિકાસ માટે કાર્યરત છે. ગૌસેવા સામાજિક સમરસતા અને પરિવાર પ્રબોધન જેવી ગતિવિધિઓથી તે સમાજ જાગરણનું કાર્ય કરી રહ્યો છે.’ આ પ્રસંગે ભાગ સંઘચાલક નંદુભાઈ પટેલ, પ્રાંત ધર્મજાગરણના ઘનશ્યામભાઈ વ્યાસ પૂર્વ પ્રાંતસંઘચાલક શ્રી અમૃતભાઈ કડીવાલા ઉપસ્થિત રહ્યા હતા.


મણિનગર

મણીનગર ભાગમાં ઉજવાયેલ વર્ષ પ્રતિપદા ઉત્સવમાં રા.સ્વ.સંઘના સહપ્રચારપ્રમુખ શ્રી હિતેન્દ્રભાઈ મોજીદ્રાએ ઉદ્બોધન કરતાં જણાવ્યું હતું કે, ‘ભારતમાં રહેતા સૌએ ભારતીય બનીને રહેવું જોઈએ. ભારતીયકરણ કરવું કોઈ અપરાધ નથી. ભારતમાં રહેનાર બધા નાગરિકો પોતાના મત-પંથ અનુસાર પૂજા પદ્ધતિ અપનાવે. સૌ ભારતીયો માટે સમાન નાગરિક ધારો લાગુ થવો જોઈએ. અમેરિકાને સમરસ સમાજ બનાવવા માટે શ‚રુઆતમાં જ કાયદાઓ ઘડવામાં આવેલા, ભલે એ બધા લોકો યુરોપના અલગ-અલગ દેશોમાંથી આવ્યા હોય પણ જેમણે અમેરિકામાં રહેવું છે તે બધાએ અમેરિકાના કાયદાઓનું પાલન કરવું જ પડશે. તે સૌથી પહેલા ‘અમેરિકન’ છે અને પછી અન્ય પ્રાંતિય. આ પ્રકારે ભારતમાં રહેનાર પણ સૌથી પહેલા ભારતીય છે. આ કાર્યક્રમમાં સંઘના અધિકારીશ્રીઓ સહિત મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યાં હતાં.

પાલડી

પાલડી ભાગના વર્ષ પ્રતિપદા દિનના ઉત્સવમાં, અતિથિ વિશેષ તરીકે શેલ્બી હૉસ્પિટલના ચેરમેનશ્રી તથા વિશ્ર્વ વિખ્યાત ની-ટ્રાન્સપ્લાન્ટ સર્જન ડૉ. વિક્રમભાઈ શાહ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે તેમના ટૂંકા પરંતુ મર્મસ્પર્શી પ્રવચનમાં જણાવ્યું હતું કે, ‘ડૉ. હેડગેવાર જેવા વિભૂતિઓની જન્મજયંતિ કે નિર્વાણદિનની ઉજવણી હોય જ નહીં, કેમ કે જ્યાં સુધી ભારતમાં એક પણ દેશભક્ત જીવિત હશે ત્યાં સુધી ડૉ. હેડગેવાર જીવંત રહેશે. ધર્માંતરીત થઈને મુસ્લિમ બનેલા હિન્દુઓને આપણે પુન: સ્વીકાર્યા નહીં તેને પરિણામે પાકિસ્તાન તથા બાંગ્લાદેશનું સર્જન થયું હતું.’ તેવું તેમણે મહંમદઅલી ઝીણાનું દ્રષ્ટાંત આપીને સ્પષ્ટ કર્યું હતું.
મુખ્ય વક્તા સહપ્રાંત બૌદ્ધિક પ્રમુખ શ્રી કૈલાશભાઈ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, ‘અગાઉ હિન્દુ સમાજ વર્ષ પ્રતિપદાની ઉજવણીને અજ્ઞાનવશ હસી કાઢતો હતો, પરંતુ આજે સમગ્ર હિન્દુ સમાજ કાલગણનાને એકમાત્ર વૈજ્ઞાનિક કાલગણના તરીકે સ્વીકારવાનું ગૌરવ લઈ રહ્યો છે.’