દોઢ સો કિલોનો આ ખેલાડી તબાહી મચાવી રહ્યો છે…

    ૨૧-એપ્રિલ-૨૦૧૭

 


 નામ રહ્કીમ કોર્નવોલ. દેશ વેસ્ટ ઈન્ડીઝ. હાઈટ સાડા છ ફૂટ. વજન ૧૪૦ કિલો. આવો બાયોડેટા ધારાવતો કોઇ ક્રિકેટર હોઇ શકે? હા કુશ્તીનો ખેલાડી હોઇ શકે પણ આઅ તો ક્રિકેટર છે. અને પાછો ઓલ રાઉન્ડર. તેની હાઈટ-બોડી જ તેની તેના માટે ખાસિયત છે. બોલર કોઇ પણ બોલ નાખે….શોર્ટ પીચ, બેટ પીચ, બાઉન્સર, આ ખેલાડી આરામથી બોલને બાઉન્ડ્રીની બહાર ફેંકી દે છે.

એનું શરીર તેને કોઈ પણ શોટ મારતા રોકતું નથી. તે બેટ વડે જ્યારે બોલને ફટાકારે છે ત્યારે લગે કે તે બોલને પ્રેમ કરી રહ્યો છે. બોલ પણ તેના કહ્યાંમા હોય તેમ તેણે આપેલી દિશામાં દોડવા લાગે છે.

હાલ તે માત્ર ૨૪ વર્ષનો જ છે. રહ્કીમ કોર્નવોલ લીવર્ડ આઈલેન્ડ ક્રિકેટ ટીમ તરફથી રમે છે. ઉપરાંત તે કૈરિબિયન પ્રીમિયર લીગમાં પણ રમતો દેખાશે. જોકે તેનો રેકોર્ડ બહુ સારો નથી પણ હાલની તેની રમત જોઇ કહી શકાય કે બહુ જલ્દી તે વેસ્ટ ઈન્ડીઝની ટીમ માં જોવા મળસે. અને હા જો થોડા સમયમાં શરૂ થનારી તે કૈરિબિયન પ્રીમિયર લીગમાં તેનું પર્ફોર્મન્સ સારું રહ્યુ તો અવતી આઈપીએલ ટી૨૦માં પણ તે રમી શકે છે. તો સ્વાગત કરવા તૈયાર રહો આ ૧૫૦ કિલોના ક્રિકેટરનું….