૨૪ વર્ષના આ કલાકારે ૩૨૪ વર્ષના વૃદ્ધનો રોલ કર્યો

    ૨૧-એપ્રિલ-૨૦૧૭

 


 ફિલ્મ 'રાબ્તા'નું ટ્રેલર હમણા જ રીલિઝ થયું છે. જેમાં ધોની નો રોલ ભજવી ચુકેલો એકટર સુશાંત સિંહ રાજપુત અને ક્રિતિ સેનન સ્ટાર છે. આ ફિલ્મમાં ધાસું એક્ટર રાજકુમાર રાવ પણ મહેમાન કલાકાર તરીકે જોવા મળશે. મજાની વાત એ છે કે 'રાબ્તા'માં રાજકુમાર રાવ 324 વર્ષના વૃદ્ધનો રોલ કરવાનો છે. આ માટે મેકઅપ થકી તેના દેખાવમાં ધરમૂળથી ફેરફાર કરાયો  છે. મહત્વની વાત એ છે કે આ લુક એટલો હટકે છે કે ઓળખી જ ના શકાય. તેનો આ નવો લુક સોશ્યિલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યો છે. જોકે તેણે સૌથી પહેલા આ નવા લૂકનો ફોટો પોતાના ટ્વીટર એકાઉન્ટ પર શેર કર્યો હતો. રાજ કુમારનું કહેવું છે કે રાજકુમાર રાવે જણાવ્યું હતું કે, 'એક એક્ટર તરીકે હટકે કેરેક્ટર કરવામાં ખૂબ મજા આવી. દિનેશ (ફિલ્મ ડિરેક્ટર)નું વિઝન એકદમ સ્પષ્ટ હતું. મને એક્ટર તરીકે તેમણે આઝાદી આપી હતી. પરંતુ મેકઅપની પ્રોસેસ ઘણી જ લાંબી હતી જેને લીધે ક્યારેક કંટાળો પણ આવતો હતો. આ માટે મને ઘણો પરસેવો પણ થતો હતો પરંતુ આખરે મહેનત સફળ થઇ હતી.'

નેશનલ ફિલ્મ એવોર્ડ વિનિંગ એક્ટર રાજકુમાર રાવ એક્ટિંગને લીધે તો દર્શકોના દિલમાં સ્થાન બનાવી જ ચૂક્યો છે. હવે તે પોતાના નવા લુકને લઇને પણ ચર્ચામાં છે. આ ફિલ્મમાં તે એક્સેસરીઝ તેમજ ટેટૂઝ સાથે પણ જોવા મળશે. રાજકુમાર રાવ અગાઉ રાજકુમાર યાદવ તરીકે ઓળખાતો.

દિલ્હી યુનિવર્સિટીમાંથી સ્નાતક થયા બાદ નાટકોમાં કામ કર્યું. મહારાષ્ટ્રમાં પૂણે ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઈન્સ્ટીટયૂટમાંથી અભિનયની તાલીમ લીધી.

‘લવ સેક્સ ઔર ધોખા’ નામની ફિલ્મથી અભિનય કારકિર્દીની શરૂઆત. ‘રાગિણી એમએમએસ’, ‘ગેંગ્સ ઓફ વાસેપુર ટુ’ તથા ‘ચિત્તગોંગ’ માં અભિનય કર્યો.

ફિલ્મ ‘શૈતાન’ માં ભ્રષ્ટ પોલીસકર્મીની ભૂમિકા ભજવી. આ ભૂમિકા મુખ્ય નહોતી, પરંતુ સમીક્ષકોને અન્ય કલાકારોની સરખામણીમાં રાજકુમારની અદાકારીને પ્રશંસનીય ગણાવી. તાજેતરમા આવેલી તેની ટ્રેપ્ડ ફિલ્મના પણ ખૂબ વખાણ થયા હતા અને હવે રાબ્તા ફિલ્મ આવી રહ્યુ છે. તેનો લૂક હાલ સોશિયલ મીડિયા પર વાઈરય થઇ રહ્યો છે.

જુવો ટ્રૈલર...