ટૂંક સમયમાં ભારતમાં વેચાશે નોકિયા 3310

    ૨૬-એપ્રિલ-૨૦૧૭હમણા જ સમાચાર આવ્યા હતા કે આગામી 5 મેથી નોકિયા 3310 મોબાઈલનું ભારતમાં પ્રી-બુકિંગ ચાલુ થશે પણ HMD  એ આ સમાચાર ફેક બતાવ્યા છે અને જણાવ્યું છે કે આગામી થોડા સમયમાં અમે આ સંદર્ભે નવી જાહેરાત કરીશું.

તમે જાણો છો તે મુજબ બે દિવસ પહેલા સમાચાર હતા કે ઓનલી મોબાઈલ નામની ઓનલાઈન રિટેલર વેબ પર 5 મેથી નોકિયા 3310નું બુકિંગ શરુ થશે. તેની કિંમત 3899 રુપિયા હશે અને 17 મે સુધી આ ફોન તમારા સુધી પહોંચી જશે. જે વાત ખોટી સાબિત થઈ છે.

અધિકારીત સૂત્રોનું કહેવું છે કે આ ફોનને લઈને લોકોમાં ખૂબ ઉત્સુકતા છે માટે અફવાઓનો બહાર પડવાની જ પણ આવી અફવા પર ધ્યાન ન આપો અને અધિકારીક જાહેરાતની રાહ જુઓ.