@@INCLUDE-HTTPS-REDIRECT-METATAG@@ ચીની મીડિયાએ કહ્યું : ચીન પર ભારે પડી શકે છે ભારત

ચીની મીડિયાએ કહ્યું : ચીન પર ભારે પડી શકે છે ભારત


એશિયાની બે મહાશક્તિ ભારતને ચીન વચ્ચેની સ્પર્ધા જગજાહેર છે. બંને દેશોની અર્થવ્યવસ્થા પણ ઘણી ઝડપથી આગળ વધી રહી છે. જો કે ચીન દરેક વખતે ભારત કરતાં આગળ હોવાનો દાવો કરતું રહ્યું છે. પરંતુ તેને હવે ભારતની તાકાતનો પરિચય થઈ રહ્યો છે. ચીનની સત્તાધારી કમ્યુનિસ્ટ પાર્ટીના અખબાર ગ્લોબલ ટાઈમ્સે પોતાના હાલના એક લેખમાં ચીની સરકારને ભારતના વિકાસને લઈને માહિતગાર કરી છે. ગ્લોબલ ટાઈમ્સે લખ્યું છે કે, ‘ભારત વધુ ને વધુ વિદેશી રોકાણકારોને પોતાને ત્યાં આકર્ષવામાં સફળ રહ્યું છે.’ ગ્લોબલ ટાઈમ્સે લખ્યું કે આ ઘટનાને ચીની સરકારે ગંભીરતાથી લેવી જોઈએ. અખબારે લખ્યું કે, ભારતનું યુવાધન તેની તાકાત વધુ ને વધુ મજબૂત બનાવી રહ્યું છે, જેની સામે ચીનમાં યુવાનોની સંખ્યા પછી ઓછી છે. ભારતમાં અડધાથી વધુ જનસંખ્યા ૨૫ વર્ષથી ઓછી ઉંમરની છે, જેનો લાભ ભારતની આર્થિક પ્રગતિને મળી રહ્યો છે. હાલના સંજોગો જોતાં ચીન ભારતની પ્રગતિને નજર અંદાજ કરી શકે નહીં. ગ્લોબલ ટાઈમ્સના રીપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, જો ભારત વિદેશી રોકાણકારોને આકર્ષવામાં સફળ રહેશે તો, આગામી સમયમાં ચીન માટે ભારત મુશ્કેલી સર્જી શકે છે. બીજી તરફ ગ્લોબલ ટાઈમ્સે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કરતાં જણાવ્યું કે, પીએમ મોદીએ સૌર ઊર્જાક્ષેત્રમાં આગામી પાંચ વર્ષમાં ૧૦૦ અબજ અમેરિકન ડૉલરનું રોકાણ કરવાનું લક્ષ્ય નિર્ધારિત કર્યું છે. વધુમાં ગ્લોબલ ટાઈમ્સે લખ્યું કે, હાલના સમયમાં વિશ્ર્વનો કોઈપણ દેશ સૌર ઊર્જાક્ષેત્રમાં ભારતની સરખામણી કરી શકે તેમ નથી.