ભારત-જાપાન સામર્થ્ય અને કૌશલ્યનો સંબંધ

    ૨૨-સપ્ટેમ્બર-૨૦૧૭

ગત અઠવાડિયે જાપાનના વડાપ્રધાન શિન્જો આબે સજોડે સીધા અમદાવાદની મુલાકાતે પધાર્યા. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં તેમનું ભવ્યાતિભવ્ય સ્વાગત થયું. ગાંધી આશ્રમની મુલાકાતથી લઈને મહાત્મા મંદિર સુધી અનેક સ્થાનોની મુલાકાત કરી. રોડ શો કર્યા અને મંત્રણાઓ પણ કરી. મહત્ત્વનાં ખઘઞ થયા અને કરારો પણ થયા, જેમાં બૂલેટ ટ્રેનનું ભૂમિપૂજન સૌથી વિશેષ રહ્યું.

૧૯૫૭માં શિન્જો આબેના દાદા જાપાનના વડાપ્રધાન હતા તે વખતે તેમણે ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી. હવે પૌત્રએ પણ તે સ્થળની મુલાકાત લીધી તે એક ઐતિહાસિક ઘટના કહી શકાય. શિન્જો આબે અને નરેન્દ્ર મોદી હાલ સુધીમાં જુદા જુદા પ્રસંગે મળીને પાંચ વખત મળ્યા તે પણ એક નોંધપાત્ર બાબત છે. બુલેટ ટ્રેન - સંરક્ષણ ટેક્નોલોજી સહકાર અને મેઈક-ઇન ઇન્ડિયા માટે ટેક્નિકલ જ્ઞાન પૂરું પાડવા જેવી બાબતોમાં જાપાન ભારતને સહકાર આપવા તૈયાર છે તેવે વખતે યુવાન સાહસિકોએ તેને અનુ‚પ ભૂમિકા તૈયાર કરીને આગળ વધવાની જ‚ર છે. આ બાબત એક પડકારજનક છે જે ઝીલી લેવાની જ‚ર છે.

જાપાન દેશભક્તિથી ભરેલો દેશ છે. અનેક યાતનાઓની રાખમાંથી ફિનિક્સ પંખીની જેમ ફરી પાછો બેઠો થયેલો દેશ છે. પોતાના બળે સમૃદ્ધ બન્યો છે અને ટેક્નોલોજીમાં સૌથી સક્ષમ બન્યો છે. ભારત અને જાપાનના સંબંધો ખૂબ જૂના છે. બૌદ્ધ ધર્મ તેની ધરી છે. આ હૂંફાળા સંબંધો આ મુલાકાતથી વધુ પ્રગાઢ બન્યા છે અને તેનો લાભ બંને દેશોને પ્રાપ્ત થશે. ખાસ કરીને ચીનની અવળચંડાઈ બાબતે આ મુલાકાત વધુ લાભદાયી પુરવાર થશે. ભારત જેમ જાપાન પણ અવારનવાર ચીનના વિશ્ર્વાસઘાતનો ભોગ બન્યું છે, પણ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની આ વ્યૂહાત્મક નીતિને કારણે વગર યુદ્ધે ચીનને પાંસરું પડ્યું છે અને ગભરાઈને મેટ્રો ટ્રેન બાબતે ભારતના સહભાગી બનવાની જાહેરાત કરી. ભારત-જાપાનના સંબંધો જો મજબૂત થાય તો ચીન જેવી મહાસત્તા પણ ફફડી ઊઠે તેવી સ્થિતિ નિર્માણ થઈ શકે તેનું આ ઉદાહરણ છે.

મહાત્મા મંદિર ખાતે મોદી અને આબે વચ્ચે લાંબી દ્વિપક્ષીય મંત્રણા યોજાઈ હતી, જેમાં ભારત અને જાપાનના સહયોગથી માંડીને આતંકવાદ અને ઉત્તર કોરિયા સહિતના આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પણ ચર્ચાયા હતા. આ ફળદાયી વાટાઘાટોમાં બન્ને દેશ વચ્ચે વ્યાપક ક્ષેત્રના કુલ મળીને ૧૫ કરારો કરવામાં આવ્યા હતા, જેની ઘોષણા વાટાઘાટો પછી સંયુક્ત નિવેદન દ્વારા કરવામાં આવી હતી, જેમાં આબેએ ‘જય જાપાન, જય ઇન્ડિયા’નું નવતર સૂત્ર આપીને વિકાસની યાત્રા વધુ ઊંચાઈએ લઈ જવાની પ્રતિબદ્ધતા પણ દર્શાવી હતી. બપોરનું ભોજન મહાત્મા મંદિર ખાતે લીધા પછી ભારત-જાપાનના ઉદ્યોગ સાહસિકો સાથે પરિષદ યોજાઈ હતી અને બન્ને નેતાઓએ ઉદ્યોગ વ્યાપાર આગેવાનો સાથે તસવીર પડાવી હતી. આ કાર્યક્રમ પછી સાયન્સ સિટીમાં રાત્રીભોજન માણીને આબે દંપતી જાપાન અને મોદી દિલ્હી માટે રવાના થયાં હતાં અને ગુજરાતને ઐતિહાસિક સંસ્મરણો અને બુલેટ ટ્રેન પ્રોજેક્ટની ભેટ આપતાં ગયાં હતાં.

જો કે યોજના પૂરી કરવાના ઘણા પડકારો છે. ૩૨૦ કિલોમીટરના ‚ટમાં ઘણી અડચણો છે એ કારણે યોજના વિલંબિત ના થાય એ સરકારે જોવાનું છે. બુલેટ ટ્રેન સિવાય ‚ા. ૫.૧૫ લાખ કરોડના વિવિધ કરારો બે દેશ વચ્ચે થયા છે. ગુજરાતમાં જાપાનનું રોકાણ વધવાનું છે. ૨૦૦૩થી એ વાયબ્રન્ટ મીટમાં ક્ધટ્રી પાર્ટનર પણ છે એટલે આ મુલાકાત ગુજરાતને પણ ફળવાની છે. બીજું મહત્ત્વનું કદમ છે, નાગરિક પરમાણુ કરાર. ભારત માટે આ કરાર બહુ ફાયદાજનક છે. જાપાનમાં તાજેતરની દુર્ઘટના બાદ કેટલાક સવાલો ખડા થયા હતા પણ એપીટી નીચે આ કરાર થયા છે, ત્રીજું, ભારત અને જાપાન વચ્ચે વિકાસ કોરીડોરની યોજના પણ એટલું જ મહત્ત્વ ધરાવે છે. એશિયા આફ્રિકા વિકાસ કોરીડોરમાં ૪૯ બિલિયન ડૉલરનું રોકાણ થવાનું છે, જેમાં જાપાન ૩૦ બિલિયન ડૉલર અને ભારત ૧૦ બિલીયન ડૉલરનું રોકાણ કરશે. આ એક રીતે ચીન દ્વારા થતી વન બેલ્ટ વન રોડ યોજનાનો જવાબ પણ છે. ભારતે ચીનની આ યોજનાનો વિરોધ કર્યો છે અને જાપાને ભારતના વલણને ટેકો આપતાં જણાવ્યું છે કે, એશિયાઈ પરંપરાની આગેવાની એ કરે છે અને એમાં કોઈ બદલાવની જ‚ર નથી. દરેકની સંપ્રભુતાનું રક્ષણ થવું જોઈએ અને મંત્રણાથી માર્ગ નીકળવો જોઈએ. એક રીતે ચીનને આ જવાબ હતો. એમ તો આબેએ પાકિસ્તાનને પણ આડે હાથ લીધું અને આતંકને પાક. કાબૂમાં કરે, ભારતમાં ૨૬/૧૧ની ઘટનાના આરોપીને કાયદા મુજબ સજા થાય એ જ‚રી છે એમ પણ કહ્યું ને આતંકની લડાઈમાં જાપાન ભારત સાથે છે એવી ધરપતથી ભારતને ટેકો પણ કર્યો. ઉત્તર કોરિયાની નીતિ બદલે એ માટે યુનોની માર્ગદર્શિકા મુજબ ભારત અને જાપાન સાથે મળી ઉકેલશે એવો નિર્દેશ પણ કર્યો. તો મોદીએ જાપાનને સાચો દોસ્ત ગણાવી કહ્યું કે, જાપાનની ટેક્નિક અને ભારતના માનવ સંસાધનની જુગલબંદી થાય તો ભારત દુનિયાનું સૌથી મોટું ઉત્પાદન ક્ષેત્ર બની શકે એમ છે અને હવે ભારતમાં સૌથી વધુ રોકાણ કરનારા દેશોમાં જાપાન ત્રીજા ક્રમે આવી ગયું છે. ભારતના મેક ઈન ઇન્ડિયાને જાપાનનો પૂરો સહયોગ છે પણ ભારત અને જાપાનની વેપાર સમતુલામાં આજે મોટી ખાધ છે એના પર સરકારે ધ્યાન આપવું રહ્યું. ૨૦૧૩માં આ ખાધ ૨.૭ બિલિયન ડૉલર હતી એ ૨૦૧૬-૧૭માં વધી ૫.૭ બિલિયન ડૉલર થઈ ગઈ છે, પણ ભારતમાં જાપાનનું રોકાણ વધી રહ્યું છે અને બંને દેશો વચ્ચે સાંસ્કૃતિક આદાન-પ્રદાન અને પ્રવાસન વધારવા માટે પણ પ્રયત્નો શ‚ થયા છે એ આવકાર્ય છે. આંતરરાષ્ટ્રીય રીતે પણ આબેની આ મુલાકાત મહત્ત્વ ધરાવે છે. ભારતના ભાગીદાર દેશો સાથે ભારતના સંબંધો ગાઢ બની રહ્યા છે અને એશિયામાં ભારત એક નવી શક્તિ તરીકે ઊભરી રહ્યું છે એ વાતને સમર્થન મળવા લાગ્યું છે. ડોકલામ મુદ્દે મોદી સરકારે કૂટનીતિક વિજય મેળવ્યો. અમેરિકા સાથે દોસ્તી ગાઢ બની છે. મોદીની ઇઝરાયેલ સહિતના દેશોની મુલાકાત પણ સફળ રહી છે. જાપાનના વડાપ્રધાનની મુલાકાત આર્થિક રીતે જ નહીં પણ ભારતના વૈશ્ર્વિક મોભાને પણ વધારનારી નીવડી છે. આ ઘટનાક્રમથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું મેઈક ઇન ઇન્ડિયા, સ્કીલ ઇન્ડિયાનું સપનું સાકાર થશે. હાથમાં લેવાશે એમ મનાય છે.

ચીનનું ગ્લોબલ ટાઇમ્સ લખે છે કે, વિદેશી પ્રોજેક્ટમાં ૫ા પા પગલી માંડતું ભારત જાપાની ખીલે વ્યાપક છલાંગ મારવા જઈ રહ્યું છે, જે ચીનના હિતમાં નથી. વાતનો સાર એ છે કે ચીન અને જાપાનના સંબંધો વણસેલા છે, જ્યારે ભારત અને ચીનના સંબંધો વખાણ લાયક નથી. આ પરિપ્રેક્ષ્યમાં ભારત અને જાપાનની દોસ્તી ચીનને ખૂંચે એ વાત સહજ છે, પરંતુ અમેરિકાથી માંડીને ઓસ્ટ્રેલિયા અને ભૂટાનથી માંડીને સિંગાપોર જેવા નાના દેશોને એશિયાની આ બંને લોકશાહીમાં વધુ વિશ્ર્વાસ અને વિશ્ર્વસનીયતા જણાય છે, જે વૈશ્ર્વિક સ્તરે નવી ધરી સૂચવે છે.

બીજા વિશ્ર્વયુદ્ધમાં ભાંગીને ભુક્કો થઈ ગયેલું જાપાન આજે એક અસરકારક મહાસત્તા છે. અહીં જેહાદી પ્રવૃત્તિઓનો ભય નથી, અન્ય દેશોમાં ફેલાયેલો આતંક જાપાનમાં જોવા મળતો નથી તેનું કારણ પણ એક સંશોધનનો વિષય છે.

જાપાનને પોતાનાં ઉત્પાદનો આફ્રિકા અને મધ્યપૂર્વના રાષ્ટ્ર સુધી પહોંચાડવા પ્લેટફોર્મની જરૂર છે, જે ગુજરાતના વિવિધ પોર્ટ પૂરું પાડવા સક્ષમ છે. એસેમ્બલિંગ થયેલા ઉત્પાદન ગુજરાત દ્વારા આફ્રિકાના તેમ જ અખાતના રાષ્ટ્ર સુધી પહોંચાડી શકાય તેમ છે.

ગુજરાતનું ભૌગોલિક મહત્ત્વ જાપાન સારી રીતે સમજી શક્યું છે. જાપાનના વડાપ્રધાન સીધા જ અમદાવાદ આવ્યા અને પાટનગર દિલ્હી ગયા વગર સીધા જાપાન જવાના છે, જે એક નોંધપાત્ર બાબત છે. પાટનગર દિલ્હીને બદલે અન્ય શહેરોને પણ હવે મહત્ત્વ મળી રહ્યું છે જે એક નવો ચીલો પાડનારી બાબત છે.

સંરક્ષણ ટેક્નોલોજી ક્ષેત્રે ભારત-જાપાન વચ્ચેનો સહકાર એ નવી જ બાબત છે. અગાઉ આ ક્ષેત્રે બહુ કામ થયું નથી, પરંતુ છેલ્લાં બે વર્ષમાં ઝડપભેર બનેલી આવી બાબતો એક નવા જ પ્રકરણની શરૂઆત સૂચવે છે જે જ‚રી પણ છે. સુરક્ષા બાબતે એક નહીં, પરંતુ અનેક વિકલ્પ તૈયાર રાખવાની નીતિ હોવી જોઈએ. માનવવિહોણા - વાહન અને રોબોટિક્સ ટેક્નોલોજીમાં જાપાનનો સહકાર ભારતને મળે છે તે એક મોટી સફળતા છે, કારણ કે લશ્કરી દળોમાં તેવી ટેક્નોલોજી ખાસ જરૂરી છે. જાપાન તેની અદ્ભુત ટેક્નોલોજી થકી ભારત સાથે તમામ ક્ષેત્રે સહકાર વધારવા તત્પર છે. જાપાનનું નેતૃત્વ ભારતની જરૂરત અને માગ પ્રતિ ખુલ્લું મન ધરાવે છે.

 

બૂલેટ ટ્રેન

કેટલું અંતર...કેટલું ભાડું...કેટલી રોજગારી...

 રેલવેમાં અકસ્માતોની વણઝારને પગલે સુરેશ પ્રભુના સ્થાને રેલવે પ્રધાન બનેલા પીયૂષ ગોયલે માત્ર પાંચ વર્ષમાં મુંબઈ અને અમદાવાદ વચ્ચે ભારતની પહેલવહેલી બુલેટ ટ્રેન શરૂ કરવાનો પડકાર બહાદુરીપૂર્વક ઝીલી લીધો છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાનના વડાપ્રધાન શિન્જો એબે તા. ૧૪ સપ્ટેમ્બરમાં સાબરમતી ખાતે જે બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો પાયો નાંખ્યો તે સ્વતંત્રતા પછી ભારતીય રેલવેનો સૌથી મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ હશે. આ પ્રોજેક્ટ ઈ.સ. ૨૦૨૩ની તા. ૩૧ ડિસેમ્બરે પૂરો થવાની ધારણા હતી, પણ હવે તેને ઈ.સ. ૨૦૨૨ની તા. ૧૫ ઑગસ્ટે પૂરો કરવાની જાહેરાત કરવામાં આવી છે, કારણ કે તે દિવસે ભારત આઝાદીની પ્લેટિનમ જયંતી ઊજવી રહ્યું હશે. વચ્ચે ઈ.સ. ૨૦૧૯માં લોકસભાની ચૂંટણી આવવાની છે, પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વિશ્ર્વાસ છે કે ઈ.સ. ૨૦૨૨માં બુલેટ ટ્રેનનું લોકાર્પણ પણ તેમના જ હાથે થશે.

ભારતમાં બુલેટ ટ્રેન શરૂ કરવા સામે સૌથી મોટો પડકાર તેની કિંમતના ‚પમાં હતો. મુંબઈ અને અમદાવાદ વચ્ચે બુલેટ ટ્રેન શરૂ કરવાનો ખર્ચી આશરે ૧.૧૦ લાખ કરોડ અંદાજવામાં આવે છે. આ પૈકી જાપાન સરકાર દ્વારા ૮૮,૦૦૦ કરોડ રૂપિયા લોનના રૂપમાં મળશે.

વાસ્તવિક બુલેટ ટ્રેન મુંબઈના બાંદરા કુર્લા કોમ્પલેક્સથી અમદાવાદના સાબરમતી વચ્ચેનું ૫૦૮ કિલોમીટરનું અંતર જો ચાર સ્ટેશને સ્ટોપ હશે તો માત્ર બે કલાક સાત મિનિટમાં કાપશે. જો ચારને બદલે બાર સ્ટેશન પર ટ્રેનને સ્ટોપેજ આપવામાં આવશે તો તેને બે કલાક ૫૮ મિનિટ લાગશે. બુલેટ ટ્રેનનાં જે ૧૨ સ્ટેશનો નક્કી કરવામાં આવ્યાં છે તેમાં બાંદરા કુર્લા, થાણે, વિરાર, બોઈસર, વાપી, બિલીમોરા, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, અમદાવાદ અને સાબરમતી રહેશે.

મુંબઈ અને અમદાવાદ વચ્ચેના બુલેટ ટ્રેનના પ્રોજેક્ટમાં બાંધકામના તબક્કે આશરે ૨૦,૦૦૦ કામદારોને રોજી મળશે. બુલેટ ટ્રેન શરૂ થશે તે પછી તેમાં ચાર હજાર કર્મચારીઓને કાયમી નોકરી મળશે. જે ૨૦,૦૦૦ કામદારો બાંધકામના કાર્યમાં સંકળાયેલા હશે તેમને દેશના અન્ય બુલેટ ટ્રેનના પ્રોજેક્ટમાં રોજગારી મળી રહેશે. કેન્દ્ર સરકારની યોજના લાંબા ગાળે દેશના ચાર મહાનગરોને બુલેટ ટ્રેન વડે સાંકળવાની છે, જેનો પહેલો તબક્કો શરૂ થઈ રહ્યો છે.

ભારતમાં બુલેટ ટ્રેનની સફળતામાં શંકા સેવવાનું કારણ તેનું ભાડું હતું. અગાઉ માનવામાં આવતું હતું કે બુલેટ ટ્રેનનું ભાડું વિમાનના ભાડા કરતાં વધુ હોવાથી તેને પેસેન્જરો મળવામાં મુશ્કેલી પડશે. આ સમસ્યાઓનો હલ પણ શોધી કાઢવામાં આવ્યો છે. મુંબઈ અને અમદાવાદ વચ્ચે બુલેટ ટ્રેનનું ભાડું ૨૭૦૦થી ૩૦૦૦ ‚પિયા વચ્ચે જ રાખવામાં આવશે. તેની સરખામણીએ વિમાનભાડું ૩૫૦૦થી ૪૦૦૦ રૂપિયા જેટલું થાય છે. જો વિમાન કરતાં ઓછા ભાડામાં બુલેટ ટ્રેનની સફર કરી શકાતી હોય તો તેને પૂરતી સંખ્યામાં ઉતારુઓ મળી રહેશે તેમ ધારવામાં આવે છે.

એક બાજુ ભારતમાં બુલેટ ટ્રેનનું બાંધકામ શરૂ કરવામાં આવશે તો બીજી બાજુ ભારતમાં તેને ચલાવવા માટેનો મેનપાવર તાલીમ આપીને તૈયાર કરવામાં આવશે. પ્રથમ તબક્કામાં ભારતીય રેલવેના ૩૦૦ યુવાન એન્જિનિયરોને જાપાનમાં બુલેટ ટ્રેનની ટેક્નોલોજીની તાલીમ માટે મોકલવામાં આવશે. ઈ.સ. ૨૦૨૦માં વડોદરા ખાતે હાઈ સ્પિડ રેલ ટ્રેઇનિંગ ઇન્સ્ટિટ્યૂટ શરૂ કરવામાં આવશે. તેમાં જાપાનથી તમામ અદ્યતન સાધનોની આયાત કરવામાં આવશે. આ સંસ્થામાં ત્રણ વર્ષમાં ૪૦૦૦ વિદ્યાર્થીઓને તાલીમ આપીને તૈયાર કરવામાં આવશે. આ વ્યાવસાયિકો મુંબઈ અને અમદાવાદ વચ્ચેની બુલેટ ટ્રેનનું સંચાલન કરશે. ભવિષ્યમાં ભારતમાં શરૂ થનારી બુલેટ ટ્રેનો માટેનો તાલીમબદ્ધ સ્ટાફ પણ વડોદરાની સંસ્થામાં તૈયાર કરવામાં આવશે.

 ટેક્નોલોજીનો પ્રભાવ બુલેટ ટ્રેન હવાઈ જહાજથી ચડિયાતી સાબિત થશે

બુલેટ ટ્રેનમાં એક સાથે ૧૩૦૦ જેટલાં યાત્રીઓ મુસાફરી કરી શકે છે. આટલા મુસાફરોની મુસાફરી માટે ૧૦ હવાઈ જહાજોની જરૂર પડે. જે બુલેટ ટ્રેનમાં માત્ર એક જ વારમાં સફર થઈ શકે છે. બુલેટ ટ્રેન વીજળીથી ચાલે છે. જ્યારે નાના અંતરે ઊડતાં વિમાનોમાં એટીએફ ઈંધણનો ઉપયોગ થાય છે. જેને કારણે વાતાવરણમાં પુષ્કળ પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડ છૂટે છે. ત્યારે બુલેટ ટ્રેન આવવાથી હવાનું પ્રદુષણ પણ ઓછું થશે.

 જાપાનનો ઇતિહાસ

જાપાન એશિયાના પૂર્વ છેડે આવેલો દ્વીપદેશ છે. જાપાનની રાજધાની ટોક્યો છે.

જાપાન ચાર મોટા અને અનેક નાના દ્વીપોનો એક સમૂહ છે. આ દ્વીપ એશિયાના પૂર્વ સમુદ્રકિનારા, એટલે કે પ્રશાંત મહાસાગરમાં સ્થિત છે. તેના પડોશી દેશો ચીન, કોરિયા અને રશિયા છે. જાપાનવાસીઓ પોતાના દેશને "નિપ્પોન (Nippon) કહે છે, જેનો અર્થ "ઊગતા સૂર્યનો દેશ થાય છે. યોકોહામા, ઓસાકા અને ક્યોટો જાપાનનાં પ્રસિદ્ધ શહેરો છે.

જાપાન અનેક દ્વીપોનો બનેલો દેશ છે. જાપાન લગભગ ૬૮૦૦ દ્વીપોનો બનેલો છે. આમાંથી ફક્ત ૩૪૦ દ્વીપ ૧ ચોરસ કિલોમીટરથી મોટા છે. જાપાનને ચાર મોટા દ્વીપોનો દેશ કહેવામાં આવે છે. આ ચાર દ્વીપ છે : હોક્કાઇદો, હોન્શૂ, શિકોકુ અને ક્યૂશૂ. જાપાનના ભૂપૃષ્ઠનો ૭૬.૨% ભાગ પહાડોથી ઘેરાયેલો હોવાથી અહીં કૃષિપાત્ર જમીન માત્ર ૧૩.૪% છે, ૩.૫% વિસ્તારમાં પાણી છે અને ૪.૬% જમીન આવાસીય ઉપયોગમાં છે. જાપાન ખોરાકની બાબતમાં આત્મનિર્ભર નથી. ચારે બાજુ સમુદ્રથી ઘેરાયેલ હોવા છતાં તેણે પોતાની જરૂરિયાતની ૨૮% માછલીઓ બહારથી આયાત કરવી પડે છે.

જાપાનની ૮૪% જનતા શિન્તો તથા બૌદ્ધ ધર્મનું અનુસરણ કરે છે. અહીંનો જૂનો ધર્મ શિન્તો છે, જેનો શાબ્દિક અર્થ ‘દેવતાઓનો પંથ’ થાય છે. લગભગ ૯૯% જનતા જાપાની ભાષા બોલે છે.

જાપાની લોકવાર્તાઓ અનુસાર વિશ્ર્વના નિર્માતાએ સૂર્ય દેવી તથા ચન્દ્ર દેવીની પણ રચના કરી. ત્યારબાદ, તેમનો પૌત્ર ક્યૂશૂ દ્વીપ પર આવ્યો અને પછી તેમના સંતાનો હોંશૂ દ્વીપ પર ફેલાઈ ગયા.

જાપાનનું પ્રથમ લેખિત પ્રમાણ ઈ.સ. ૫૭ના એક ચીની લેખમાંથી મળે છે. તેમાં એક એવા રાજનીતિજ્ઞના ચીનપ્રવાસનું વર્ણન છે જે પૂર્વના કોઈ દ્વીપથી આવ્યો હતો. ધીમે-ધીમે બન્ને દેશો વચ્ચે રાજનૈતિક અને સાંસ્કૃતિક સંબંધ સ્થાપિત થયા. તે સમયે જાપાનીઓ એક બહુદૈવિક ધર્મનું પાલન કરતા હતા. છઠ્ઠી સદીમાં ચીનમાં થઈને બૌદ્ધ ધર્મ જાપાન પહોંચ્યો. ત્યાર બાદ જૂના ધર્મને "શિંતો નામ આપવામાં આવ્યું, જેનો શાબ્દિક અર્થ છે - દેવતાઓનો પંથ. ચીનથી લોકો, લિપિ તથા મંદિરોના સાંસ્કૃતિક અને શૈક્ષણિક કાર્યો માટે ઉપયોગની જેમ જ બૌદ્ધ ધર્મનું આગમન થયું.

શિંતો માન્યતાઓ અનુસાર જ્યારે કોઈ રાજા મરે તો તેની પછીનો શાસકે પોતાની રાજધાની પહેલાંથી કોઈ અલગ જગ્યાએ બનાવવાની હોય. બૌદ્ધ ધર્મના આગમન પછી આ માન્યતા ત્યાગી દેવામાં આવી. ઈ. સ. ૭૧૦માં રાજાએ નોરા નામના એક શહેરમાં પોતાની સ્થાયી રાજધાની બનાવી. શતાબ્દીના અંત સુધીમાં તેને હાઇરા નામના શહેરમાં સ્થળાંતરિત કરી દેવામાં આવી, જેને પછી ક્યોતો નામ આપવામાં આવ્યું. ઈ.સ. ૯૧૦માં જાપાની શાસક ફુજીવારાએ પોતાની જાતને જાપાનની રાજનૈતિક શક્તિથી અલગ કરી નાખી. ત્યારથી જાપાનનો શાસક રાજનૈતિક ‚પથી જાપાનથી અલગ રહ્યો.

આમ તો એમ ક્યાંય નથી લખ્યું પણ જાપાનની રાજનૈતિક સત્તાનો પ્રમુખ રાજા હોય છે. તેની શક્તિઓ સીમિત છે. જાપાનના બંધારણ અનુસાર "રાજા દેશ અને જનતાની એકતાનું પ્રતિનિધિત્વ કરે છે. બંધારણ મુજબ જાપાનની સ્વતંત્રતાની કમાન જાપાનની જનતાના હાથમાં છે.

આ તેના સમકાલીન ભારતીય, યુરોપિયન અને ઇસ્લામિક ક્ષેત્રોથી એકદમ અલગ હતું, જ્યાં સત્તાનો પ્રમુખ જ શક્તિનો પ્રમુખ હતો. આ વંશનું શાસન ૧૧મી સદીના અંત સુધી રહ્યું. કેટલાક લોકોની નજરમાં આ સમય જાપાની સભ્યતાનો સુવર્ણકાળ ગણાય છે. ચીન સાથેનો સંપર્ક ક્ષીણ થતો ગયો અને જાપાને પોતાની એક અલગ જ ઓળખ બનાવી લીધી. ૧૦મી સદીમાં ચીન અને જાપાનમાં બૌદ્ધ ધર્મ ઘણો લોકપ્રિય થયો. જાપાનમાં અનેક પેગોડાઓનું નિર્માણ થયું હતું. લગભગ બધા જાપાની પેગોડામાં વિષમ સંખ્યામાં માળ હતા.

મધ્યયુગમાં જાપાનમાં સામંતવાદનો જન્મ થયો. જાપાની સામંતોને "સામુરાઈ કહેવામાં આવતા. જાપાની સામંતોએ કોરિયા પર બે વાર ચડાઈ કરી, પરંતુ તેમને કોરિયા અને ચીનના મિંગ શાસકોએ હરાવી દીધા. ૧૬મી સદીમાં યુરોપના પોર્ટુગીઝ વ્યાપારીઓ અને મિશનરીઓએ જાપાનમાં પાશ્ર્ચાત્ય વિશ્ર્વ સાથે સાંસ્કૃતિક તાલમેલની શ‚આત કરી.

ઈ.સ ૧૬૦૩માં સમ્રાટ દ્વારા શોગુન બનાવવામાં આવ્યાં. તેઓએ કબ્જે કરેલી જમીનને પોતાના સમર્થકોમાં વહેંચી અને પોતાની "બાફુકુ (અર્થાત્ "તંબુ સરકાર અથવા લશ્કરી રાજ)ની એદો (હાલના ટોક્યો)માં સ્થાપના કરી, જ્યારે શાસક સમ્રાટે ક્યોતોના જૂના પાટનગરમાં રહેવાનું ચાલુ રાખ્યું. એદો કાળ સમૃદ્ધ અને શાંતિપૂર્ણ રહ્યો અને તે ગાળા દરમ્યાન જાપાને ખ્રિસ્તી મિશનોને કચડીને બહારની દુનિયાથી લગભગ સમ્પૂર્ણપણે સંપર્ક કાપી નાખ્યો.

ઈ.સ. ૧૮૬૦ના દાયકામાં શોગુનતનો અંત આવ્યો, સમ્રાટને સત્તા પાછી આપવામાં આવી અને મેઇજી યુગની શરૂઆત થઈ. નવા રાષ્ટ્રીય નેતાઓ પદ્ધતિસર સામંતવાદનો અંત લાવ્યા. તેઓએ આખી દુનિયાથી વિખૂટા થઈ ગયેલા એક ટાપુ દેશને પશ્ર્ચિમના મોડેલ પર આધારિત મહાસત્તા બનાવી. લોકશાહીનું સર્જન કરવું ઘણું અઘરું હતું, કેમ કે જાપાનની શક્તિશાળી સેના તે સમયે અર્ધ-સ્વતંત્ર હતી અને સામાન્ય નાગરિકોની વાત નામંજૂર કરી દેતી - ઈ.સ. ૧૯૨૦-૩૦ના દાયકા દરમ્યાન તો તે નાગરિકોને મારી પણ નાખતી. જાપાનના લશ્કરે ઈ.સ. ૧૯૩૧માં માંચુરિયા પર આક્રમણ કર્યું અને ઈ.સ. ૧૯૩૭માં ચીન સામે જાહેર યુદ્ધનું એલાન કર્યું. જાપાને ચીનના સમગ્ર દરિયાકાંઠા તથા મુખ્ય શહેરો પર કબ્જો મેળવી લીધો અને કઠપૂતળી શાસન સ્થાપિત કર્યું, તેમ છતાં ચીનને પરાસ્ત કરવામાં નિષ્ફળ રહ્યું. ડિસેમ્બર ૧૯૪૧માં પર્લ હાર્બર પરના હુમલાને કારણે તે અમેરિકા અને તેના મિત્ર દેશો સામે યુદ્ધમાં મુકાઈ ગયું. ઈ.સ. ૧૯૪૨ના મધ્ય સુધી ઘણાં નૌકાયુદ્ધોમાં શ્રેણીબદ્ધ વિજય પામ્યા પછી જાપાનનું લશ્કર વધારે પડતું ખેંચાઈ ગયું અને તેનો ઔદ્યોગિક આધાર પૂરતા પ્રમાણમાં વહાણ, શસ્ત્ર અને તેલ પૂરાં ન પાડી શક્યું. પોતાના નૌકાદળના ડૂબવા અને મુખ્ય શહેરોનો હવાઈ હુમલાઓ દ્વારા વિનાશ થવા છતાં લશ્કરે વળતી લડત આપી. પણ ઓગસ્ટ ૧૯૪૫માં હિરોશિમા અને નાગાસાકી પર થયેલા અણુ વિસ્ફોટો તેમજ સોવિયેતના આક્રમણે સમ્રાટ તથા લશ્કરને શરણાગતિ સ્વીકારવા માટે મજબૂર કરી દીધું.

ઈ.સ. ૧૯૫૨ સુધી જાપાન અમેરિકાના કબ્જા હેઠળ રહ્યું. અમેરિકન સૈન્યદળોની દેખરેખમાં એક નવા બંધારણની સંરચના થઈ, જે ઈ.સ ૧૯૪૭માં અમલમાં મુકાતાં જાપાન એક સંસદીય રાજાશાહીમાં પરિવર્તન પામ્યું. ઈ.સ. ૧૯૫૫ પછી જાપાનનો ખૂબ જ ઝડપથી આર્થિક વિકાસ થયો અને તે ખૂબ જ વિકસિત ઇન્ફ્રાસ્ટ્રકચર, ઉચ્ચ જીવનધોરણ અને સૌથી લાંબું અપેક્ષિત આયુષ્ય ધરાવતું દુનિયાનું એક મુખ્ય આર્થિક ઊર્જાસ્રોત બની ગયું, ખાસ કરીને ઇજનેરી, ઓટોમોબાઈલ અને ઇલેક્ટ્રોનિક ક્ષેત્રોમાં. સમ્રાટ શોવાનો ઈ.સ. ૧૯૮૯માં દેહાંત થયો અને તેમના પુત્ર સમ્રાટ આકિહિતો ગાદી પર આવતાં એક નવા યુગની શરૂઆત થઈ. ૧૯૯૦ના દાયકામાંની આર્થિક નિષ્ક્રિયતા જાપાન માટે ચિંતાનું મુખ્ય કારણ રહી છે. વર્ષ ૨૦૧૧માં આવેલા ભૂકંપ અને ત્યાર પછી ત્રાટકેલા સુનામીના લીધે ભારે આર્થિક અવ્યવસ્થા સર્જાઈ અને અણુશક્તિના પુરવઠાને ઘણું નુકસાન થયું.

ત્યાર પછીથી જાપાને પોતાની જાતને એક આર્થિક શક્તિના ‚પમાં સુદૃઢ કરી અને હાલમાં બધા ટેક્નોલોજિકલ ક્ષેત્રોમાં તેનું નામ અગ્રણી રાષ્ટ્રોમાં ગણાય છે.

  જાપાન વિશે જાણવા જેવું

 • જાપાનમાં દર વર્ષે લગભગ ૧૫૦૦ ભૂકંપ આવે છે, એટલે કે દરરોજના ચાર ભૂકંપ આવે છે.
 • મુસ્લિમોને નાગરિકતા ન આપનારો વિશ્ર્વનો એક માત્ર દેશ જાપાન છે.
 • જાપાનમાં મુસ્લિમોને ભાડે મકાન પણ નથી મળતા.
 • જાપાનની કોઈપણ કૉલેજમાં અરબી કે અન્ય કોઈ ઇસ્લામિક ભાષા શીખવવામાં આવતી નથી.
 • શ્ર્વાન પાળતો પ્રત્યેક જાપાની તેને ફરવા લઈ જતી વખતે પોતાની સાથે વિશેષ થેલી રાખે છે, જેમાં તે પોતાના શ્ર્વાનનું મળ ઉઠાવી લે છે.
 • ૧૦ વર્ષની ઉંમર સુધી બાળકોની કોઈ જ પરીક્ષા લેવાતી નથી.
 • જાપાનમાં બાળકો અને શિક્ષકો એક સાથે વર્ગખંડની સફાઈ કરે છે.
 • જાપાનમાં ૧૦૦થી વધુ વર્ષની વયવાળા ૫૦ હજાર લોકો છે.
 • જાપાન પાસે કોઈપણ પ્રકારનાં પ્રાકૃતિક સંસાધનો નથી. તેમ છતાં તે વિશ્ર્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે.
 • જાપાનમાં સાક્ષરતા દર સૌથી વધુ ૧૦૦% છે.
 • અહીંનાં સમાચાર પત્રોમાં અકસ્માત, રાજનીતિ, વાદ-વિવાદ, ફિલ્મ મસાલા વગેરે પર સમાચારો પ્રકાશિત થતા નથી.
 • અહીંના સમાચાર પત્રોમાં આધુનિક જાણકારી અને જ‚રી સમાચારો જ પ્રકાશિત થાય છે.
 • જે પુસ્તકો પ્રકાશિત થાય છે તેમાંથી ૨૦% કોમિક્સ હોય છે.
 • અહીં નવા વર્ષનું સ્વાગત મંદિરમાં ૧૦૮ ઘંટડી વગાડી કરાય છે.
 • જાપાની લોકો સમયના ખૂબ જ ચોક્કસ હોય છે. અહીંની ટ્રેનો પણ વધુમાં વધુ ૧૮ સેક્ધડ જ મોડી પડે છે.
 • અહીં દરેક રસ્તા પર વેન્ડીંગ મશીન જોવા મળે છે, જેમાં સિક્કા નાખવાથી નૂડલ્સ, શાકભાજી, ફળફળાદિ કોઈપણ ચીજવસ્તુ નીકળે છે. સમગ્ર જાપાનમાં લગભગ ૫૫ લાખ મશીનો છે.
 • જાપાનમાં મોડી રાત સુધી નાચવા પર પ્રતિબંધ છે.
 • જાપાનમાં એક એવી બિલ્ડિંગ છે - જેની વચ્ચેથી હાઈ-વે નીકળે છે.
 • જાપાન ચારેય તરફ સમુદ્રથી ઘેરાયેલો હોવા છતાં ૨૭ ટકા માછલીઓ આયાત કરે છે.
 • કાળી બિલાડીને જાપાનમાં શુભ માનવામાં આવે છે.
 • જાપાનમાં લોકો ન્હાતી વખતે પણ મોબાઈલનો ઉપયોગ કરતા હોય છે માટે અહીંના ૯૦ ટકા મોબાઈલ વોટરપ્રૂફ છે.
 • જાપાનમાં ૭૦ જાતની ફેન્ટા મળે છે.
 • જાપાનમાં મોટાભાગના રસ્તાઓનું કોઈ નામ જ નથી.
 • જાપાનમાં સૉરી કહેવાની ૨૦થી વધુ રીતો પ્રચલિત છે.
 • જાપાન વિશ્ર્વનું સૌથી મોટું ઓટોમોબાઈલ નિર્માતા છે.
 • ૨૦૧૧માં જાપાનમાં જે ભૂકંપ આવ્યો હતો, તે ઇતિહાસનો સૌથી તીવ્ર ભૂકંપ હતો. આ ભૂકંપને કારણે પૃથ્વીની ભ્રમણગતિમાં ૧.૮ માઈક્રોસેક્ધડની વૃદ્ધિ થઈ હતી.
 • જાપાન વિશ્ર્વનો એક માત્ર દેશ છે, જેના પર પરમાણુ હુમલા થયા છે.
 • જાપાનમાં ઇસ્લામ ન હોવાને કારણે ત્યાં સ્લીપરસેલ નથી.
 • શિક્ષાપ્રણાલી સમાન છે. ગરીબ અમીરને એકસમાન શિક્ષણ મળે છે.