દેશમાં આ ઘટના પહેલીવાર બની છે… સુપ્રિમ કોર્ટના ચાર જજની પત્રકાર પરિષદ

    ૧૨-જાન્યુઆરી-૨૦૧૮

 
 
સુપ્રિમ કોર્ટના ચાર જજે આજે પહેલી વાર મીડિયા સમક્ષ પત્રકાર પરિષદ યોજી પોતાની વાત મૂકી હતી. તેમણે કહ્યું કે દેશનું લોકતંત્ર ખતરામાં છે. સુપ્રિમ કોર્ટમાં બધુ સારું ચાલી રહ્યું નથી. અમે નથી ઈચ્છતા કે અમારા પર કોઇ આરોપ લાગે. અમારી સામે બીજો કોઇ વિકલ્પ નથી એટલે અમે સામે આવ્યા છીએ. જોકે સમસ્યા શું છે તેનો કોઈ ખૂલાસો તેમણે કર્યો નથી. આ ચાર જજોએ મુખ્ય ન્યાયાધીસ દિપક મિશ્રા ને એક પત્ર પણ લખ્યો છે જે ટૂંક સમયમાં તેઓ જાહેર કરશે. પણ હા સુપ્રિમ કોર્ટના જજ આ રીતે મીડિયા સામે આવ્યા હોય તે કદાચ આ પહેલો બનાવ છે…