આવું કરનારી દેશની આ પ્રથમ એન્જિનીયરીંગ કોલેજ બની ગઈ છે…

    ૧૨-જાન્યુઆરી-૨૦૧૮

 
 
ઈન્ડીયન ઈન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી (આઈઆઈટી) કાનપુર હિન્દુ ધર્મમાં પવિત્ર પાઠ સંબંધી ટેકસ્ટ અને ઓડીયો સર્વિસ શરુ કરનાર પ્રથમ એન્જીનીયરીંગ કોલેજ બની છે. આ પ્રતિષ્ઠિત કોલેજની વેબસાઈટ પર www.gitasupersite.lite.ac.in લિન્ક આપવામાં આવી છે. આ લિંક પર ગીતા, રામચરિતમાનસ, બ્રહ્મસૂત્ર, યોગસૂત્રના શ્લોકો વાંચવા મળે છે તેમ જ આ શ્લોકનું શુદ્ધ ઉચ્ચારણ કેમ કરવું તે પણ રજૂ અહિં રજુ કરવામાં આવ્યું છે. આઈઆઈટી આ ઉપરાંત વાલ્મીકી રામાયણના સુંદરકાંડ અને બાલકકાંડની સંસ્કૃત સ્મૃતિ પણ અહિં છે. આ સેવા હજુ એકાદ મહિના પહેલા શરુ કરાઈ હતી. જોકે હવે અનેક કથિત લોકો હોબાળો કરી રહ્યા છે. જો કે આઈઆઇટી કાનપુર ના પ્રોફેસર ટી.વી પ્રભાકરનું કહેવું છે કે આ શ્લોકો મૂકવાનો હેતુ પ્રાચીન પરંપરાગત જ્ઞાન લોકો સુધી પહોંચાડવાનો છે. અત્રે ઉલ્લેખનીય છે કે હાલ રોજ ૨૫૦૦૦ લોકો આ વેબની મુલાકાત લઈ રહ્યા છે….