એક ટ્વીટ અને એરપોર્ટ પર ફસાયેલી માતાને મળી મદદ

    ૧૨-જાન્યુઆરી-૨૦૧૮

 
 
વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ વિદેશમાં વસતા ભારતીયો લોકોની મદદ માટે હંમેશા આગળ પડતા રહ્યા છે. વિદેશમાં રહેતા અનેક ભારતીયોની કે માત્ર ટ્વીટ્થી સુષ્માજીએ તેમેની મદદ અનેક વાર કરી છે. હમણા જ તેમને એક માતાને મદદ કરી. એક મહિલા અને તેનો પુત્ર ઓસ્ટ્રેલિયાથી ભારત પરત આવી રહ્યાં હતા, તે દરમિયાન મહિલાના પુત્રનું કુઆલાલામ્પુર ખાતે કોઈ કારણસર મૃત્યું થયું હતું. જે અંગે એક શખ્સે ટ્વિટ કરી વિદેશ મંત્રાલયને જાણ કરી હતી. ટ્વિટ થયાં બાદ સુષ્મા સ્વરાજે કુઆલાલામ્પુર સ્થિત ભારતીય ઉચ્ચાયોગની તમામ મદદ મળી રહેશે તેવું આશ્વાસન આપ્યું હતું અને મૃતદેહ ભારત સરકારના ખર્ચે લાવવામાં આવશે તેમ જણાવ્યું હતું. તેઓએ બાદમાં ટ્વિટ કર્યું કે, "ભારતીય ઉચ્ચાયોગના અધિકારી માતા અને તેના પુત્રના શબની સાથે મલેશિયાથી ચેન્નાઈ આવી રહ્યાં છે. શોક સંપતપ્ત પરિવાર પ્રત્યે મારી સંવેદના છે."