મંથન : જિગ્નેશ મેવાણીને લાલ સલામ

    ૧૫-જાન્યુઆરી-૨૦૧૮


 

જિગ્નેશ મેવાણી સંઘને પતાવી દેવા માગે છે. સંઘને પતાવી દેવાનો પ્રયત્ન પંડિત નહેરુએ કર્યો હતો. દુર્ભાગ્યે તેઓ જતા રહ્યા પણ સંઘ તો વધતો ગયો. બીજો પ્રયત્ન ઇન્દિરા ગાંધીએ કર્યો. પણ મા-દીકરાની સંઘને નષ્ટ કરવાની ઇચ્છા પૂરી થઈ. હવે જિગ્નેશ રાહુલ ગાંધીને સાથે લઈ મા-દીકરાની ઇચ્છા પૂરી કરી શકશે ખરા ? જિગ્નેશ મેવાણીને નવવર્ષની હાર્દિક શુભેચ્છાઓ. આમ જોઈએ તો એક જાન્યુઆરી મારું નવવર્ષ નથી. મારા નવવર્ષની ‚આત ચૈત્ર શુક્લ પ્રતિપદા એટલે ગુડી પડવાના દિવસે થાય છે. પરંતુ જિગ્નેશ મેવાણી લાલ ભાઈઓ (કમ્યુનિસ્ટો)ની ટોળકીમાં હોવાથી તેમની દૃષ્ટિએ એક જાન્યુઆરીએ હોવું જોઈએ. બીજાના આનંદમાં સહભાગી થવાના સંઘ સંસ્કાર મારામાં હોવાથી હું જિગ્નેશ મેવાણીને હૃદયપૂર્વક શુભેચ્છાઓ પાઠવું છું.

મેવાણીના સંકલ્પોએ મારી ચિંતા ઓછી કરી

જિગ્નેશે વિદાય લેતા વર્ષે કેટલાક સંકલ્પ કર્યા છે. તે સંકલ્પોમાં તેમને યશ પ્રાપ્ત થાય તેવી હું માર્ક્સને પ્રાર્થના કરું છું. માર્કસ અથવા લેનિન તેમના ઈશ્ર્વર હોવાથી માર્ક્સને પ્રાર્થના કરવી પડે.

જિગ્નેશ મેવાણીનો પહેલો સંકલ્પ તેમના શબ્દોમાં - ‘જાતિ, ધર્મને બાજુ પર મૂકી દેશની જનતા કામદાર, ખેડૂત અને યુવક બનીને મતદાન કરશે ત્યારે ૨૦૧૯ની ચૂંટણીમાં ભાજપા બે આંકડે પહોંચી જશે.’ મેવાણીએ ભાજપાને બે આંકડા પર લઈ આવવાનો સંકલ્પ કર્યો છે. તેમનો સંકલ્પ પૂર્ણ થાય તે માટે આપણે ફરીથી માર્ક્સ પાસે પ્રાર્થના કરીએ. તેમનો બીજો સંકલ્પ૧૪ એપ્રિલના દિવસે હું નાગપુર જઈને સંઘસમાપ્તિની ઘોષણા કરીશ.’ સંઘસમાપ્તિની તેમની ઘોષણા પૂર્ણ કરવા માર્ક્ અને લેનિન બંને જિગ્નેશને બળ પૂરું પાડે એવી તેમને પ્રાર્થના કરીએ.

જિગ્નેશ મેવાણીનું ભાષણ વાંચી મને ઘણું સારું લાગ્યું. મારા મન પરનો એક મોટો બોજો ઊતરી ગયો હોય તેમ લાગ્યું. ૨૦૧૯ની સાલમાં ભાજપા ફરી સત્તા પર આવે એવી અંત:કરણપૂર્વકની ઇચ્છા ધરાવનારાઓ પૈકી એક હું છું અને તેથી ક્યારેક ક્યારેક કેટલીક ઘટનાઓ અને પ્રસંગોને કારણે મને વિનાકારણ ચિંતા થવા લાગે છે. જિગ્નેશ મેવાણીએ મારી ચિંતા થોડી ઓછી કરી એટલે તેમને લાલ સલામ. થાય છે એવું કે, સત્તા હાથમાં આવ્યા પછી કાર્યકર્તાઓમાં થોડી ઢીલાશ આવે છે અને તેમાં પણ ઉપરાઉપરી વિજય મળતા જાય એટલેઆપણો અશ્ર્વમેધનો ઘોડો અટકાવવાની કોઈની તાકાત નથી.’ એવી ભાવના નિર્માણ થાય છે. અને ભાવના ભાવિ પરાજયનાં બીજ વાવી જાય છે. તેથી જિગ્નેશે ભાજપાને બે સાંસદો પર લાવી દેવાનો સંકલ્પ કર્યો છે વાંચીને સારું લાગ્યું. જિગ્નેશ યુવાન છે, આખી ડાબેરી ફોજ તેની પાછળ ઊભી છે. આવતીકાલે લાલુપ્રસાદ, મુલાયમસિંગ, મમતા બેનર્જી વગેરે પણ તેની પાછળ ઊભાં રહેશે. ભાજપાને બે સાંસદોની સંખ્યા સુધી પહોંચાડી દેવો હોય તો આટલું મોટું પોટલું બાંધવું પડે. જીજ્ઞેશ તરુણ હોવાથી તેની પાસે ભરપૂર ઊર્જા છે અને ભડકાઉ ભાષણોની સ્ક્રિપ્ટ લખી આપનારા ડાબેરીઓ પણ ઘણા છે એટલે મારે જિગ્નેશને આગ્રહપૂર્વક કહેવું છે કે તેનો પહેલો સંકલ્પ પૂર્ણ કરવા માટે તેણે પોતાની સંપૂર્ણ શક્તિ લગાવી દેવી જોઈએ.

જિગ્નેશને માલૂમ થાય કે સંઘને ખતમ કરવાની ભાવનાવાળા ઘણાય ખતમ થઈ ગયા છે

બીજો સંકલ્પ તો એના કરતાં પણ મોટો છે. જિગ્નેશ મેવાણી સંઘને પતાવી દેવા માંગે છે. સંઘને પતાવી દેવાનો પ્રયત્ન પંડિત નહેરુએ કર્યો હતો. દુર્ભાગ્યે તેઓ જતા રહ્યા પણ સંઘ તો વધતો ગયો. બીજો પ્રયત્ન ઇન્દિરા ગાંધીએ કર્યો. પણ મા-દીકરાની ઇચ્છા પૂરી કરવી જોઈએ. સંઘને સમાપ્ત કરવાની ઇચ્છા કમ્યુનિસ્ટોના મનમાં સ્વતંત્રતા પૂર્વેના કાળથી છે. તેઓ જે રાજ્યોમાં સત્તા પર આવ્યા તે રાજ્યોમાં તેમણે સંઘકાર્યકર્તાઓની હત્યાઓની પરંપરા ચલાવી છે. આજે ત્રિપુરા અને કેરળ બંને રાજ્યોમાં સંઘ અને ભાજપાના કાર્યકર્તાઓની હત્યાઓ થાય છે. તો પણ સંઘને સમાપ્ત કરી નાખવાનો યશ ડાબેરીઓને મળ્યો નથી. ભારતીય જનતા એટલી ભોળી છે કે તેમને ડાબેરીઓના આક્રોશની સમજ પડી નહીં અને જનતાએ ભારતીય જીવનમાંથી કમ્યુનિસ્ટોને હદપાર ફરમાવી દીધી. મહારાષ્ટ્રમાં તેમને કોઈ પૂછતું નથી. મધ્યપ્રદેશમાં પગ મૂકવાની પણ જગ્યા મળતી નથી અને દિલ્હીમાં તેમનું કોઈ સ્થાન નથી. હવે તેમની ઇચ્છા પૂરી કરવાનું કામ જિગ્નેશ મેવાણીએ કરવાનું છે. આપણે ત્યાં એવી માન્યતા છે કે ઇચ્છા અપૂર્ણ રહીને કોઈ મરી જાય તો તેનો આત્મા ભટકતો રહે છે કાં તો તે ભૂત થાય છે. જિગ્નેશ આવા ભટકતા આત્માઓને મુક્તિ અપાવે.

સંઘના એક-એક કાર્યકર્તાઓને મળવું પડશે

સંઘને પતાવી દેવાનો જિગ્નેશનો સંકલ્પ વાંચીને મને બહુ સારું લાગ્યું. હું એમ માનું છું કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એક સાધના છે. સાધનાના કેટલાક યમ-નિયમ છે. સંઘ તેનું અક્ષરશ: પાલન કરી રહ્યો છે. સાધના કરીએ એટલે સિદ્ધિ પ્રાપ્ત થાય છે. સંઘને આવી અનેક સિદ્ધિઓ પ્રાપ્ત થઈ છે. પરંતુ આવી સિદ્ધિઓ લક્ષ્યપ્રાપ્તિના માર્ગમાં અનેક પ્રકારનું અધ:પતન નોંતરે છે. એટલે મને સતત સંઘ વિશે અકારણ ચિંતા થયા કરે છે. આપણા લોકો સત્તા પર આવ્યા, આપણું કામ પૂરું થયું. હિંદુ રાષ્ટ્ર થઈ ગયું એવો ભ્રમ જો સંઘકાર્યકર્તાઓના મનમાં ઊભો થઈ જાય તો સંઘ માટે પોતાના લક્ષ્ય સુધી પહોંચવું અઘરું થઈ જાય. એટલે જિગ્નેશે પોતાની બધી શક્તિઓને હોડમાં મૂકી સંઘમુક્ત ભારત નિર્માણ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ.

કામની પૂર્તિ માટે તેમણે શ્રી પ્રકાશ આંબેડકરની મદદ લેવી જોઈએ. કારણ સમયાંતરે તેઓ પણ ભારતને સંઘમુક્ત કરવાની ઘોષણાઓ કરતા હોય છે. તેમની પાસે પણ ભારતને સંઘમુક્ત કરવાની બ્લુ-પ્રિન્ટ હશે. એટલે જિગ્નેશે બાબતે તેમની સાથે વિચાર-વિમર્શ કરવો જોઈએ. સંઘમુક્ત ભારત કરવું હોય તો શું શું કરવું પડે? હું જરા ટૂંકમાં તેની પણ ટીપ આપી દઉં. સંઘ એટલે કાર્યકર્તાઓનેસંઘનું કામ કરશો નહીં. બહુ ખરાબ કામ છે, તમારો સમય અને પૈસો તમે નકામા વેડફી રહ્યા છો વાત એમને ગળે ઉતારવી પડે.’ દર વર્ષે સેંકડોની સંખ્યામાં ઉચ્ચપદવી પ્રાપ્ત સેંકડો તરુણો પ્રચારક તરીકે નીકળે છે. તેમને પણ જિગ્નેશે સમજાવવા પડશે. ‘શું કામ પ્રચારક તરીકે નીકળો છો? તેને બદલે પોતાની કારકિર્દી (કેરિયર) બનાવો. દેશને તેની આવશ્યકતા છે.’ સંઘને દેશમાં જબરજસ્ત સમર્થન પ્રાપ્ત થાય છે. જિગ્નેશે સમાજમાં જઈને એટલે પોતાની જાતિ સિવાયના સમાજમાં જઈને અન્ય જાતિઓના હિંદુઓને પણ સંઘને ટેકો આપશો, સંઘને ટેકો આપવો દેશઘાતક છે વાત સમજાવવી પડશે. જિગ્નેશે પ્રત્યક્ષ મેદાનમાં ઉતરી બધો પ્રયત્ન કરવો જોઈએ. મંચ પર ચઢીને ભાષણ કરવાથી પ્રસિદ્ધિ મળે છે. પ્રસિદ્ધિ મેળવવા બોલવું પડે છે. પ્રસિદ્ધિ માટે કરેલાં ભાષણોથી સમાજમાં કોઈ પરિવર્તન થતું નથી. સમાજમાં પરિવર્તન લાવવા માટે પ્રત્યક્ષ રણમેદાનમાં ઊતરવું પડે છે. આપણે આશા રાખીએ કે જિગ્નેશ પોતે કાર્ય કરશે. આપણો દેશ ધર્મપ્રધાન દેશ છે. સામાન્ય જનતાને કદાચ બંધારણ શું છે તે નહીં સમજાય પણ ધર્મ શું છે તે તો બરાબર સમજાય છે. સામાન્ય જનતા સત્યના માર્ગે ચાલવાને અને ન્યાયપૂર્વકના વ્યવહારને ધર્મ માને છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ગત ૯૦ વર્ષથી કામ કરતો આવ્યો છે. સંઘનું અંતિમ લક્ષ્ય અધર્મનો વિનાશ અને ધર્મની સંસ્થાપના છે અને ધર્મની સંસ્થાપના થવાની હોય તો અધર્મની શક્તિઓ એટલી વધુ પ્રબળ થવાની અતિ આવશ્યક્તા હોય છે. વધ્યા સિવાય લોકોને ધર્મ સમજાતો નથી.

કલ્પના કરો કે રાવણ જન્મ્યો હોત તો શું થયું હોત ? રામ નિર્માણ થયા હોત. રામનાં મંદિરો બન્યાં હોત. દુર્યોધન, દુ:શાસન, શકુનિ પાક્યા હોત તો ભીમ, અર્જુન, શ્રીકૃષ્ણનો કોણે ભાવ પૂછ્યો હોત ? એટલે ધર્મનો વિજય થવા માટે અને તે પણ નિર્ણાયક અંતિમ વિજય થવા માટે જિગ્નેશ, કનૈયા અને આખી ડાબેરી (કમ્યુનિસ્ટ) ફોજ સંગઠિત થઈને ઊભી રહેવી જોઈએ. સો ગાળો પૂર્ણ થયા સિવાય શ્રીકૃષ્ણ શિશુપાલ પર સુદર્શન ચક્ર છોડી શકતા નથી એટલે હે જિગ્નેશભાઈ, તમે તમારી પૂરી શક્તિથી લડાઈમાં ઊતરો, બધાં રાજ્યોમાં પ્રવાસ કરો અને બધા જ્ઞાતિવાદીઓ, ભારત તેરે ટુકડે હોંગેના નારા લગાવનારાઓ, ભારત એક રાષ્ટ્ર નહીં પણ અનેક રાષ્ટ્રોનો સમૂહ છે એમ માનનારા, હિંસાને જીવનનિષ્ઠ માનનારા બધાને સંગઠિત કરો અને ભાજપાને બેના આંકડે પહોંચાડવાના સંકલ્પની સિદ્ધિ માટે કેડ કસીને તૈયાર થઈ જાવ. ભારતને સંઘમુક્ત કરવા માટે પણ આકાશ-પાતાળ એક કરી નાંખો. લડાઈ પૂરી થયા પછી કાં તો તમારે આકાશમાં અથવા તો પછી પાતાળમાં તો જવું પડશે. એટલે તે બંને સાથે પણ દોસ્તી કરી રાખવાથી લાભ થશે.

***

(લેખકશ્રી રમેશ પતંગે ડૉ. આંબેડકર અને સમરસતા વિષય પર ૪૦ વર્ષથી કાર્ય કરી રહ્યાં છે. તેમનું પુસ્તકહું મનુ અને સંઘ ભાષામાં અનુવાદિત થયું છે. મરાઠી હિન્દી સાપ્તાહિકવિવેકના પૂર્વતંત્રી છે અને વર્તમાનમાં વિવેકના હિન્દુ પ્રકાશન સંસ્થા ટ્રસ્ટના અધ્યક્ષ છે.)