સમાચાર : ગીતાપઠન મુદ્દે દારૂલ ઉલમના ફતવાને મુસ્લિમ યુવતીનો સણસણતો જવાબ

    ૧૫-જાન્યુઆરી-૨૦૧૮

 

લખનઉમાં રાજ્યકક્ષાની સ્પર્ધામાં શ્રીમદ્ ભાગવત ગીતાના સંસ્કૃત શ્ર્લોકપઠનમાં બીજો ક્રમ મેળવનાર આલિયાએ દારૂ ઉલૂમના ફતવા વિભાગના ચેરમેન મુફતી અરશદ ફા‚કીની બોલતી બંધ કરી દીધી છે. ઉલ્લેખનીય છે કે મુફતીએ આલિયાના ગીતાપઠનને ઇસ્લામ વિરોધી ગણાવ્યું હતું અને આલિયાના કૃષ્ણવેશને પણ ઇસ્લામ વિરોધી ગણાવ્યો હતો, જેના જવાબમાં આલિયાએ મુફતીને ચોપડાવતાં કહ્યું હતું કે, ગીતા કર્મનું જ્ઞાન આપે છે અને મેં જ્ઞાન મેળવવા ગીતાનું પઠન કર્યું છે. ગીતા આપણને માનવતા શીખવે છે. જે લોકો તેને મુદ્દો બનાવી રાજનીતિ કરી રહ્યા છે, તે મુસ્લિમો માટે અલગ શાળા બનાવે અને સૌપ્રથમ હું હિન્દુસ્તાની છું, બાદમાં મુસ્લિમ.

યુપી ૨૩૦૦ મદરેસાઓની માન્યતા ખતમ કરી દેશે

ઉત્તર પ્રદેશ મદરેસા બોર્ડના વેબ પોર્ટલ પર પોતાની વિગત નહીં આપનારા લગભગ ૨૩૦૦ મદરેસાઓની માન્યતા રદ થઈ જાય એમ છે. રાજ્યનો લઘુમતી કલ્યાણ વિભાગ એવા મદરેસાઓને બોગસ ગણી લેશે. લઘુમતી કલ્યાણ મંત્રી ચૌધરી લક્ષ્મી નારાયણે જણાવ્યું હતું કે, પ્રદેશમાં ૧૯,૧૦૮ મદરેસાઓ રાજ્ય મદરેસા બોર્ડની માન્યતાપ્રાપ્ત છે. તેમાંથી ૧૬,૮૦૮ મદરેસાઓએ પોર્ટલ પર પોતાની વિગતો ફિડ કરી નથી, જ્યારે ૨૩૦૦ મદરેસાઓએ પોતાની વિગતો આપી નથી. ચૌધરીએ જણાવ્યું હતું કે, મદરેસા બોર્ડના પરીક્ષા ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૧૫ જાન્યુઆરી છે. મતલબ કે મહિના બાદ મદરેસાઓની માન્યતા રદ કરી દેવાની સંભાવના છે. મદરેસા બોર્ડના રજિસ્ટ્રાર રાહુલ ગુપ્તાએ પણ જણાવ્યું હતું કે, વેબ પોર્ટલ પર જાણકારી ફીડ કરવાની તારીખ વીતી ગઈ છે. મતલબ કે ૨૩૦૦ મદરેસાઓની માન્યતા ખતમ થઈ જશે.

દિવ્યાંગ વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષા ફીમાંથી મુક્તિ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે મહત્ત્વનો નિર્ણય લેવાયો છે. બોર્ડની પરીક્ષા આપતાં દિવ્યાંગ વિદ્યાર્થીઓને હવે પરીક્ષા ફી આપવી નહીં પડે. બોર્ડના નિર્ણયને પગલે દર વર્ષે લગભગ હજાર જેટલા દિવ્યાંગ વિદ્યાર્થીઓને લાભ થશે. ઉલ્લેખનીય છે કે બોર્ડની પરીક્ષામાં બેસતા વિદ્યાર્થીઓને સરેરાશ ૨૫૦થી લઈ ૪૦૦ સુધીની ફી લેવામાં આવે છે અને પરીક્ષામાં દર વર્ષે સરેરાશ ૧૭ લાખથી વધુ વિદ્યાર્થીઓ નોંધાતા હોય છે.


 

આફ્રિકાના કિલિમંજારો શિખર પર રાષ્ટ્રોદયનો સંદેશ

કંઈક કરવાનું નક્કી કરી લો તો કોઈ પણ પડકારને પહોંચી વળાય છે. તેના માટે ‚રિયાત છે માત્ર મજબૂત ઇચ્છાશક્તિની. સાત મહાદ્વીપોનાં શિખરોમાંના એક એવા આફ્રિકાના કિલિમંજારો શિખરને સર કરનાર વિપિન ચૌધરીનું ઉપરોક્ત વિધાન છે. વિપિન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવક છે અને હાલ મુરાદાબાદ મહાનગરમાં વિદ્યાર્થી પ્રમુખની જવાબદારી નિભાવે છે. વિપિને શિખર પર ચડાઈની રૂઆત ૧૨ ડિસેમ્બરે તંજાનિયાથી કરી હતી અને ૧૬ ડિસેમ્બર સવારે વાગે કિલિમંજારો શિખરની ચડાઈ પૂર્ણ કરી લીધી હતી. તેઓએ ૨૦ મિનિટ સુધી શિખર પર તિરંગો લહેરાવ્યો હતો. વિપિન જણાવે છે કે, માઈનસ ૨૦ ડિગ્રીના તાપમાનમાં જાણે મારા હાથ પગ સુન્ન થઈ ગયા હતા. સફળતાની ઘડીમાં પણ વિપિન પ્રાંતમાં આયોજિત રાષ્ટ્રોદયનો કાર્યક્રમ ભૂલ્યો અને તિરંગો લહેરાવ્યા બાદ રાષ્ટ્રોદયનું પોસ્ટર પણ લગાવ્યું. ઉલ્લેખનીય છે કે આગામી ૨૫ ફેબ્રુઆરીના રોજ મેરઠ પ્રાંતમાં રાષ્ટ્રોદય (સ્વયંસેવક સમાગમ) કાર્યક્રમ યોજાઈ રહ્યો છે, જેમાં અઢી લાખ સ્વયંસેવકો ભાગ લેવાના છે. વિપિન અગાઉ સિક્કિમનું રિનોક શિખર અને ઉત્તર કાશીનું ડાંડા શિખર પણ સર કરી ચૂક્યા છે. અહીં પણ તેઓએ તિરંગાની સાથે ભગવો ધ્વજ લહેરાવ્યો હતો. હવે વિપિનનું સ્વપ્ન માઉન્ટ એવરેસ્ટ સહિતનાં વિશ્ર્વનાં શિખરો પર રાષ્ટ્રધ્વજ અને ભગવો લહેરાવવાનું છે.

હું જો ભારત આવીશ તો ત્યાંના કટ્ટરવાદી મુલ્લાઓ ઇમરજન્સી રજાઓ પર મક્કા જતા રહેશે

કટ્ટર ઇસ્લામ વિરુદ્ધ અભિયાન ચલાવનાર ઓસ્ટ્રેલિયાના જાણીતા ઈમામ મહંમદ તાહિદી ભારત આવવા માગે છે. બાબતે તેઓએ એક ટ્વિટ કરી કહ્યું છે કે, જો હું ભારત આવીશ તો ત્યાંના કટ્ટરવાદી મુલ્લાઓને આપાતકાલીન રજાઓ પર મક્કા જતું રહેવું પડશે. તેઓનું ટ્વીટ ૧૦ હજાર વાર રિટ્વીટ થઈ ચૂક્યું છે. ઑસ્ટ્રેલિયાના ઈમામ પોતાનાં નિવેદનોને લઈને કટ્ટરવાદી મુસ્લિમોના નિશાન પર રહે છે. તેઓ આતંકવાદ માટે ઈમામોને જવાબદાર ઠેરવે છે. તેઓ મુસ્લિમ મહિલાઓના હિઝાબ પહેરવાના પણ વિરોધી છે. તેઓ પર અનેક હુમલા પણ થઈ ચૂક્યા છે.

અમેરિકાના પ્રતિષ્ઠિત મેગેઝીનના કવર પેજ પર વડોદરાનો યુવાન

અમેરિકાનાં મિશિગન શહેરની ઓકલેન્ડ યુનિવર્સિટીથી સંગીતમાં સ્નાતકનો અભ્યાસ કરી રહેલા વડોદરાના અભયસિંહ રાઠવાની તસવીર ત્યાંના પ્રતિષ્ઠિત ટેલેન્ટ સાપ્તાહિકે પોતાના મુખપૃષ્ઠ પર છાપી છે. અભયસિંહ ગાયક, લેખક અને ગિટાર વાદક છે અને તે ઓકલેન્ડ યુનિવર્સિટીના સંગીત વિભાગમાં એકમાત્ર ભારતીય છે. ગૌરવ અંગે પ્રતિક્રિયા આપતાં ગૌરવ કહે છે કે, ટેલેન્ટ મેગેઝિનમાં મુખપૃષ્ઠ પર તસવીર છપાવી મારા માટે ખૂબ સન્માનની વાત છે. મારી મહેનત સફળ થઈ છે.