રાજ્યમાં શાંતિ, સલામતી અને સૌહાર્દ પદ્માવત ફિલ્મને નો-એન્ટ્રી

    ૧૬-જાન્યુઆરી-૨૦૧૮

 
રાજ્ય સરકારે પદ્માવત ફિલ્મના ગુજરાતમાં પ્રસારણ પર પ્રતિબંધ ફરમાવી દીધો છે. આ માટેનું જાહેરનામું સરકાર દ્વારા ૧૪મીએ જાહેર કરાયું હતું. ગૃહ-રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, રાજ્યમાં શાંતિ, સલામતી અને સૌહાર્દ જળવાય તથા કોઈપણ સમાજ કે કોમની લાગણી ન દુભાય તે માટે સરકાર પ્રયત્નશીલ છે અને તેના કારણે દેશભરમાં જે ફિલ્મના પ્રસારણ સામે વિવાદ ઊભો થયો છે, તે ફિલ્મને ગુજરાતમાં દર્શાવવા સામે રાજ્ય સરકારે પ્રતિબંધ ફરમાવ્યો છે..