એસિડ હુમલાના પીડિતોને મળશે સરકારી નોકરી

    ૧૬-જાન્યુઆરી-૨૦૧૮

 
 
કેન્દ્ર સરકારના શ્રમ મંત્રાલયે ‘દિવ્યાંગ અધિકાર અધિનિયમ ૨૦૧૬’ અંતર્ગત એસિડ હુમલાના પીડિતોને સરકારી નોકરીમાં ૧ ટકા અમાનત આપવા બાબતે દિશા-નિર્દેશ જાહેર કર્યા છે. મહત્વની વાત એ છે કે જો આ અનામત લેવા કોઈ અરજી નહિ કરે તો પણ આ જગ્યા આ લોકોથી ભારાય નહિ ત્યાં સુધી ખાલી રખાશે. હાલ સીધી ભરતી થાય છે તેમાં કુલ સંખ્યામાં ૪ ટકા દિવ્યાંગો માટે અનામત રખાય છે.