હિન્દુ આધ્યાત્મિક અને સેવા મેળો

    ૧૬-જાન્યુઆરી-૨૦૧૮

 

 
 
હિન્દુ આધ્યાત્મિક અને સેવામેળાની ભૂમિકા

દુનિયાભરમાં એવા દેશો છે જેમણે હિન્દુ ધર્મને વખોડવાનું કામ કર્યું છે અને ભારતમાં પ્રવર્તમાન ધાર્મિક પ્રવૃત્તિઓને ઢોંગ બતાવવાનું કામ કરે છે. વિદેશમાં એવી પણ ધારણા અને પૂર્વગ્રહ ઊભા કરાઈ રહ્યા છે કે ભારત અને હિન્દુનું દર્શન ધર્માદાવૃત્તિથી પર છે. લગભગ નવ વર્ષ પહેલાં એટલે કે ૨૦૦૯માં વોલ સ્ટ્રીટ જર્નલમાં એક લેખ લખાયો હતો કે ભારતીય વેપારીઓમાં દયા-કરુણાની ભાવનાનો અભાવ છે. આવી તો અનેક વાતો લખાઈ છે, પરંતુ વાસ્તવિકતા અને સત્ય છે કે ભારત સદ્ભાવનાનો દેશ છે. આપણી ધાર્મિક પ્રવૃત્તિઓ સામાજિક જાગૃતિ અને મૂલ્યો માટે છે. વિદેશમાં એવી વાતો પણ ફેલાવવામાં આવી છે કે ઉત્સવો અને મેળાઓ ભારતનું અધ્યાત્મ માનવીય કરુણાની ઊણપ ધરાવે છે અને માત્ર અન્ય સાંસારિક વિષયો તરફ સંબંધ રાખે છે. આવી વાતો ફેલાવીને ભારતની છબી ખરડવાનું કામ તેઓ કરે છે. વિદેશના ધનકુબેરો દાન કરે છે સાચી વાત પણ તેઓ આપણા ઉદ્યોગપતિઓ માટે એવી માન્યતા ધરાવે છે કે ભારતના કોર્પોરેટ સેક્ટર જોઈએ તેવું દાન કરતાં નથી. આવી અનેક બાબતો છે જેના લીધે સંસ્થાએ નક્કી કર્યંુ કે એવા મેળાનું આયોજન કરવું જેમાં સ્વેચ્છાએ લોકો જોડાય અને ભારતીય સંસ્કૃતિનાં દર્શન કરાવે. ખોટી માન્યતાઓને દૂર કરવા માટે મેળાઓનું આયોજન કરવામાં આવે છે. અત્યાર સુધીમાં ભારતનાં ૧૩ રાજ્યોમાં ૨૪ મેળા યોજાઈ ગયા છે.

અમદાવાદમાં ૨૫મો અને ગુજરાતમાં સૌપ્રથમ વખત મેળો યોજાયો છે. મેળામાં હિન્દુ આધ્યાત્મિક પ્રતિમાઓ, પ્રાચીન સાહિત્ય અને સામાન્ય રીતેધર્મતરીકે ઓળખાતી જીવનશૈલી પર આધારિત વિવિધ કાર્યક્રમો દર્શાવાશે.

મેળામાં સમાવેશ કરાયેલા કેટલાક કાર્યક્રમો દર્શાવશે કે કેવી રીતે હિન્દુ આધ્યાત્મિક મૂલ્યો અને પરંપરાગત હિન્દુ જીવનશૈલી એવી આધુનિક સમસ્યાઓનો ઉકેલ પૂરો પાડે છે, જેનો વિશ્ર્વ અને ભારત હાલ સામનો કરી રહ્યા છે. સમસ્યાઓમાં પર્યાવરણ, ઇકોલોજી, પ્રદૂષણ, માનવમૂલ્યો, મહિલા સન્માન અને દેશભક્તિનો સમાવેશ થાય છે.

હિન્દુ સંસ્કૃતિ અંગે એક એવી ભ્રામક માન્યતા છે કે તે સામાજિક દૃષ્ટિએ સજાગ અને સચેત નથી, અને તેથી તેઓ પરોપકારી નથી. ભ્રામક માન્યતા આંશિક સ્વ‚પે ઇરાદાપૂર્વક ફેલાવવામાં આવી છે, બીજું આંશિક કારણ છે કે હિન્દુત્વનું દર્શન કોઈપણ પ્રકારના દેખાડા વગરના દાનને મહત્ત્વનું ગણે છે.

‚આતમાં ૨૦૦૮માં GFCH-INDIA દ્વારાહિન્દુ આધ્યાત્મિક તથા સેવામેળો’ (HSS Fair) તરીકે કાર્ય શરુ કરવામાં આવ્યું. પરંપરાગત ગૃહસ્થીઓની પરોપકારની ભાવનાને જાળવી રાખવાના ઉદ્દેશ્યથી શરુ કરવામાં આવેલા HSS Fair મહોત્સવોનો આદર્શ ઋગ્વેદના વિચાર ઉપર આધારિત છે. ‘આત્મનો મોક્ષાય, જગત હિતાય અર્થાત્ માનવતાની સેવા મોક્ષનો માર્ગ છે.

HSS મેળાઓની સફળતા તેમજ આધ્યાત્મિક સંસ્થાઓનાં સેવાકાર્યોની પ્રજા અને સમાજમાં સ્વીકૃતિ પછી GFCH-INDIA દ્વારા અલાયદા ટ્રસ્ટની રચના Hindu Spiritual and Service Foundation (HSSF)ના નામથી ચેન્નાઈ કરવામાં આવી.

HSSFની રચના પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ તરીકે ૨૦૧૧માં થઈ. આવકવેરાના અધિનિયમ ૧૨અઅમાં નોંધણી ૨૦૧૩માં થઈ. 12AAનો ઉદ્દેશ્ય હિન્દુ આધ્યાત્મિક સંસ્થાનોના વિશાળ સમૂહને પ્રેરિત, પ્રોત્સાહિત તથા જનસેવાની ભાવનાને ફેલાવવા ભારતમાં HSSF Fairનાં આયોજનો રાખવામાં આવેલ છે. તદ્ઉપરાંત HSSF દ્વારા સેમિનાર, સંમેલન, જ્ઞાન-સંગોષ્ઠિઓ, સમારોહ, વિદ્વાન પરિષદ અને કાર્યશિબિરોનું આયોજન કરીને ભારતમાં ભારતીય જીવન કૌશલ્યને પ્રોત્સાહિત કરવાનું કાર્ય થઈ રહેલ છે.

HSSFના પાયાના હેતુઓમાંહિન્દુશબ્દપ્રયોગની વ્યાખ્યા સુપ્રીમ કોર્ટ દ્વારા થયા પ્રમાણેની (૧૯૯૬ અઈંછ ૧૧૩) સ્વીકૃત કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટ પ્રમાણેહિન્દુત્વશબ્દમાં ભારતની પ્રજાની સંસ્કૃતિ તથા આસ્થાઓ વણાયેલાં છે. તેમજ ભારતીય સમાજની જીવનશૈલી વ્યક્ત થાય છે. કોઈ સંકુચિત સાંપ્રદાયિક વિચાર નથી.


  • ગુજરાત યુનિવર્સિટી મેદાનમાં ૯૦,૦૦૦ ચો. મીટરમાં ભવ્ય નરસિંહ મહેતા નગર ઊભું કરાયું.
  • ૩૦૦થી વધુ સંસ્થાના ૪૦૦ સ્ટોલમાં તેમના દ્વારા સમાજમાં કરવામાં આવી સેવાઓ દર્શાવવામાં આવી.
  • સ્વામી શ્રી અવધેશાનંદજી તથા પ્રસિદ્ધ વિચારક એસ. ગુરુમૂર્તિના વરદ્ હસ્તે ઉદ્ઘાટન
  • ૫૦૦૦ મહિલાઓની કળશયાત્રા, ૧૫૦૦ બાઈકો સાથે યુવા રેલી
  • પ્રસિદ્ધ મંદિરોની પ્રતિકૃતિઓ
  • વિદ્યાર્થીઓ માટે રમતો અને સ્પર્ધાઓનું આયોજન
  • વિશેષ યજ્ઞ શાળામાં ૯૯ યુગલો દ્વારા ૧૧ કૂંડીય યજ્ઞો
  • નારી સન્માન, ક્ધયા વંદન, માતૃ-પિતૃ વંદન, આચાર્ય વંદન, પરમવીર વંદન, તત્વપૂજન, સંસ્કાર વંદન, સેવા સ્મરણ, ભૂમિપુત્ર સંમેલન અને અધ્યાત્મ ધર્મ સંપ્રદાય સેમિનાર જેવા વિશેષ કાર્યક્રમો યોજાયા.
  • ચાર લાખ કરતાં પણ વધારે લોકોની ઉપસ્થિતિ.

ભારતના સૌપ્રથમ હેરિટેજ સિટીમાં જેની ઘણા સમયથી ઉત્સુક્તાપૂર્વક રાહ જોવામાં આવતી હતી તે હિન્દુ આધ્યાત્મિક અને સેવા મેળાનો તા. જાન્યુઆરી, ૨૦૧૮ ભવ્ય પ્રારંભ થયો. પાશ્ર્ચાત્ય દેશોમાં એવી માન્યતા ફેલાયેલી છે કે હિન્દુ ધર્મમાં ચેરિટીનું વિશેષ મહત્વ નથી અને ભારતીય કોર્પોરેટ જગતમાં પણ સમાજને કંઈક પાછું આપવાની વિશેષ માન્યતા નથી. માન્યતાનું ખંડન કરવા માટે હિન્દુ આધ્યાત્મિક અને સેવા મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. તા. ૫થી જાન્યુઆરી દરમિયાન નરસિંહ મહેતા નગર, અમદાવાદના ગુજરાત યુનિવર્સિટી મેદાનમાં યોજાનારા મેળાનું ઉદ્ઘાટન પ્રસિદ્ધ વિચારક અને અર્થશાસ્ત્રી એસ. ગુરુમૂર્તિ અને સ્વામી શ્રી અવધેશાનંદ ગીરીજી મહારાજના હસ્તે .પૂ. ભાઈશ્રી રમેશભાઈ ઓઝા, .પૂ. સ્વામી શ્રી પરમાત્માનંદ સરસ્વતીજી તેમજ જીનચંદ્રસાગર અને .પૂ. હેમચંદ્રસાગર સૂરીશ્ર્વરજી મહારાજ સાહેબશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં થયું.

અર્પણ-તર્પણ અને સમર્પણ પર આપણી સમગ્ર સંસ્કૃતિ ટકેલી છે : સ્વામી અવધેશાનંદજી મહારાજ

પ્રસંગે પોતાના આશીર્વચનો આપતાં . પૂ. અવધેશાનંદજી મહારાજે જણાવ્યું હતું કે, હિન્દુધર્મ સર્વગ્રાહી સર્વસમાવેશી વિચારધારા છે. હિન્દુ સભ્યતા તમામમાં ઈશ્ર્વરનો અંશ માને છે. જે કાંઈ દેખાઈ રહ્યું છે તે તમામમાં ઈશ્ર્વરનો વાસ છે. તેમ માની તેને સ્વીકૃતિ આપે છે. જે પૂર્વજન્મ અને પુન:જન્મમાં વિશ્ર્વાસ રાખે છે તે હિન્દુ છે. સમગ્ર વિશ્ર્વને એક પરિવાર માને છે તે હિન્દુ છે. જેનામાં સર્વ ભવન્તુ સુખિનની ભાવના છે તે હિન્દુ છે. અન્યને પોતાના સમાન ગણી તેની સાથે વ્યવહાર કરવો તે હિન્દુ વિચારધારા છે. જે મને પસંદ નથી જે મારી સાથે થાય તેવું ઇચ્છતો નથી. તેવું અન્ય માટે વિચારી વર્તન કરે તે હિન્દુ ધર્મ છે. આત્મપ્રતિકુલમની ભાવના એટલે કે જેનાથી હું અસહજ, તિરસ્કારની લાગણી અનુભવું છું તે અન્ય સાથે થાય તેવું આપણને શીખવવામાં આવ્યું છે. માત્ર મનુષ્યો સાથે નહીં. આવું હું કોઈ જીવ સાથે કરું તે સંસ્કાર આપણને હિન્દુ ધર્મ શીખવે છે.

આપણે તો પ્રકૃતિપૂજક છીએ. આપણા ભગવાન નારાયણ પણ નીર એટલે કે પાણીમાંથી ઉત્પન્ન થયા છે. મીન, કુરમી લક્ષ્મી, ચંદ્ર અને અમૃત પણ પાણીમાંથી ઉદ્ભવ્યાં છે. માટે આપણે ત્યાં જળને બ્રહ્મ સાથે સરખાવ્યું છે. આપણી કોઈપણ પૂજા કે સંકલ્પ પાણી વગર પૂર્ણ થઈ શકતો નથી. માણસે પોતાને સૌથી સુરક્ષિત માન્યો હોય તો તે નદીઓના કિનારે છે. માટે વિશ્ર્વની સભ્યતાઓ નદીકિનારાઓ પરનાં મેદાનોમાં પાંગરી છે. ત્યારે નદી-નીરની રક્ષણ કરવું આપણુ કર્તવ્ય અને ધર્મ છે. હાલ આપણી ગંગા-યમુના જેવી નદીઓ સતત પ્રદૂષિત થઈ રહી છે. એક સમયે આપણે ત્યાં ૪૨ ટકા જંગલો હતાં. આજે માત્ર ૧૮ ટકા ભાગમાં જંગલો બચ્યાં છે. માટે પાણીની સાથે વૃક્ષોની પ્રકૃતિની ચિંતા પણ થવી ‚રી છે.

તેઓએ જણાવ્યું હતું કે વર્તમાનમાં પાશ્ર્ચાત્ય સભ્યતાની સંવેદનામાં આપણે ત્યાં વૃક્ષ, પાણી અને ગૌમાતાની ઉપેક્ષા થઈ રહી છે. ક્ધયાઓનાં ભૃણની હત્યા કરાઈ રહી છે. તે સમર્થ ભારતનું યોગ્ય લક્ષણ નથી. પશ્ર્ચિમી સભ્યતામાં ચેરિટીનો મહિમા છે અને તેનો આદર થાય સારી વાત છે, પરંતુ તેને લીધે આપણે આપણી દાનપ્રવૃત્તિને વીસરવી જોઈએ. આપણી સંસ્કૃતિમાં દાનનો મહિમા છે. ભારત છે જ્યાં પુત્રનું દાન પોતાનાં હાડકાંનું દાન કરનારા લોકો થયા છે. આખેઆખી ધરતી દાન કરનારા રાજાઓ થયા છે. પરશુરામે સમગ્ર પૃથ્વીને અનેક વખત દાનમાં આપી હતી. અર્પણ, તર્પણ અને સમર્પણ પર આપણી સમગ્ર સંસ્કૃતિ ટકેલી છે. ત્રણ શબ્દો ભારત સિવાય અન્યત્ર ક્યાંય નહીં મળે. હિન્દુની પ્રકૃતિમાં સ્વાભાવિક સેવાભાવ વણાયેલો છે.

હિન્દુ આધ્યાત્મિક અને સેવા મેળાનું વિચારબીજ અમદાવાદમાં રોપાયું હતું : એસ. ગુરુમૂર્તિ

પ્રસંગે એચ.એસ.એસ.એફ. ચેન્નઈના સંસ્થાપક શ્રી એસ. ગુરુમૂર્તિજીએ પોતાના પ્રાસંગિક પ્રવચનમાં હિન્દુ આધ્યાત્મિક સેવા મેળાઓની ‚રિયાત પર ભાર મૂકતાં જણાવ્યું હતું કે ભારતમાં સખાવતી કાર્યો અંગે બિલ ગેટ્સના સન્માન સમારોહમાં એક જાણીતા નેતાએ ભારતીયોની સેવા અને દાનભાવનાની ટીકા કરતાં કહ્યું હતું કે, ‘આપણે ભારતીયોમાં દાનની ભાવના નથી. તેમના પ્રકારના નિવેદન બાદ વૈશ્ર્વિક સ્તરે એવી ભ્રમણા ફેલાઈ કે ભારતીયો દાનમાં વિશ્ર્વાસ ધરાવતા નથી. ભારતીય વ્યવસાયિક જગત પણ દાન કે ચેરિટી કરતું નથી. પરિણામે ભારતીયોની દાન અને સેવા ભાવનાને વિશ્ર્વ સમક્ષ ઉજાગર કરવાનું ચિંતન શરુ થયું. રાષ્ટ્રવાદી બુદ્ધિજીવીઓએ એકત્રિત થઈ ભારતીય સમાજમાં દાનની પ્રવૃત્તિને ઉજાગર કરવાના મહત્ત્વ પર ભાર મૂક્યો. ત્યાર બાદ ૨૦૦૯માં ચેન્નઈમાં હિન્દુ આધ્યાત્મિક અને સેવા મેળાનો પ્રારંભ થયો. ત્યારથી લઈને અત્યાર સુધીમાં ભારતનાં ૧૩ રાજ્યોમાં પ્રકારના ૨૪ મેળાનું આયોજન થઈ ચૂક્યું છે. ભારતીય સંસ્કૃતિ અને સમાજમાં સનાતન કાળથી દાન ભાવના વણાયેલી છે તેવું જણાવી તેઓએ કહ્યું હતું કે, આપણે ત્યાં કેટકેટલાય ધાર્મિક અને સામાજિક સંગઠનો સતત સેવાકાર્યો ચલાવે છે, પરંતુ સમસ્યા છે કે, સંગઠનો દ્વારા પોતાની સેવાકીય કાર્યોની જાહેરાત કે માર્કેટીંગ કરાતું નથી, જ્યારે અન્ય ધર્મમાં જાહેરાતની પ્રવૃત્તિ કેન્દ્રસ્થાને રહે છે. અહીં યોજાઈ રહેલો મેળો ૨૫મો અને ગુજરાતનો સૌપ્રથમ સેવા મેળો છે. મેળાનું વિચારબીજ ૨૦૦૪માં અમદાવાદમાં રોપાયું હતું. જે આજે વટવૃક્ષ બની વિકસી રહ્યું છે.

સમાજમાં જે સારું થઈ રહ્યું છે તેને લોકો સુધી પહોંચાડવું માધ્યમોનો ધર્મ છે : રમેશભાઈ ઓઝા

પ્રસિદ્ધ કથાકાર શ્રી રમેશભાઈ ઓઝાએ આશીર્વચનો આપતાં જણાવ્યું હતું કે, ભાગવત મારો વિશ્ર્વાસ અને ભાગવત મારું જીવન છે અને ભાગવત એટલે સમગ્ર ઉપનિષદોનો સાર. હિન્દુ એક વિચારધારા સંસ્કૃતિનું પરંપરાનું નામ છે. તેને કોઈ ધર્મ કે મજહબ સાથે જોડીને જોતા નથી. હિન્દુ હોવા માટે ત્રણ વસ્તુ માનવી પડશે. માણસનો માણસ સાથેનો વ્યવહાર, મનુષ્યનો અન્ય જીવસૃષ્ટિ સાથેનો વ્યવહાર અને ત્રીજું મનુષ્યનો પ્રકૃતિ સાથેનો વ્યવહાર કેવો હોવો જોઈએ તે હિન્દુ હોવા માટે શીખવું ‚રી છે. આખા ભાગવતનો સાર ત્રણ વસ્તુ છે ત્યારે ત્રણ બાબતોને સારી રીતે શીખી લેનારનું જીવન સફળ થઈ જાય છે. હિન્દુ અધ્યાત્મ સેવા-મેળામાં જે વિષયો રાખવામાં આવ્યા છે. ત્રણેય બાબતોને સાંકળી લે છે. આપણે ત્યાં શીતળાનો રોગ આવ્યો અને આપણે માતા શીતળાનાં મંદિર બનાવ્યાં અને તેમનું વાહન પણ ગર્દભ રાખ્યું. રીતે આપણી સંસ્કૃતિમાં ગધેડાને પણ સન્માન મળ્યું છે. આપણે દેવીશક્તિને વાઘ પર બેસાડ્યાં છે. હિન્દુ માછલીને જુએ ત્યારે તેને મત્સ્ય ભગવાન યાદ આવે છે અને કાચબાને જુએ ત્યારે કુર્મ ભગવાન યાદ આવે છે. અરે આપણે ત્યાં કૂતરું પણ કોઈ માનું વાહન છે. મતલબ કે આપણી પરંપરા શીખવે છે કે, આપણે મનુષ્યેતર જીવસૃષ્ટિ સાથે કેવો વ્યવહાર કરવો જોઈએ અને મનુષ્યનો મનુષ્ય સાથે વ્યવહાર કેવો હોવો જોઈએ. વિવિધ વિચારધારાવાળા વ્યક્તિનો પણ સ્વીકાર કરવો હિન્દુ સંસ્કૃતિ છે, પરંતુ હિન્દુ રક્ષા માટે લડવું ધર્મ પણ છે અને આપણો અધિકાર પણ છે. અમે સૌ વિચારધારાનો આદર કરીશું, પરંતુ મારો ધર્મ, મારી વિચારધારાની પૂજા કરીશ. આવી અનંત નિષ્ઠા અને ગૌરવ આપણામાં હોવી જોઈએ.

વિદેશોમાં જે ચાલે છે બધું અહીંયાં ચાલશે એવું માની લેવાની જરુર નથી. વિદેશમાં જે ચાલે છે તે બધું સારું છે અને સાચું છે એવી ભૂલભરેલી માન્યતાને કાઢી ફેંકવાની જરુર છે. અસ્પૃશ્યતા અંગે વાત કરતાં તેઓએ કહ્યું હતું કે આપણે ત્યાં વેદોની અંદર અસ્પૃશ્યતાની કોઈ વાત કરવામાં આવી નથી. શ્રમિકવર્ગને વિરાટ મહારાજના ચરણરુપે કહ્યો છે અને ચરણસ્પર્શ અને ચરણપૂજનનું આપણે ત્યાં વિશેષ મહત્ત્વ છે અને ભગવાનશ્રીના ચરણને ક્યારેય અસ્પૃશ્ય ગણી શકાય ખરા ? પગ ચાલે છે માટે આપણી જિંદગી ચાલે છે. સમાજમાં જે સારું થઈ રહ્યું તેને લોકો સુધી પહોંચાડવું માધ્યમોની ફરજ છે. આપણે ત્યાં સંતસમાજ લાખોની સંસ્થામાં સેવાકાર્યો કરે છે, પરંતુ તેનો ઢંઢેરો પીટતા નથી, કારણ કે તે તેની સંસ્કૃતિ નથી. ત્યારે માધ્યમોની જવાબદારી તેમના પ્રત્યે ઘણી વધી જાય છે. તેમનાં સેવાકાર્યોને લોકો સુધી પહોંચાડે.

અમે પ્રથમ હિન્દુ છીએ, બાદમાં જૈન : હેમચન્દ્રસાગર સૂરીશ્ર્વરજી

અયોધ્યાપુરમનાં . પૂ. હેમચંદ્રસાગર સૂરીશ્ર્વરએ જણાવ્યું હતું કે, ભારત દેશ માત્ર જમીનનો ટુકડો નથી. મહાતીર્થભૂમિ છે અને તીર્થભૂમિ હોય છે ત્યાં હકારાત્મક ઊર્જા આપોઆપ આવે છે અને ઊર્જા જ્યાં હોય છે ત્યાં અધ્યાત્મનું સ્પંદન હોય છે. હિન્દુ અધ્યાત્મ સેવા-મેળો નામ અતિ સુંદર છે. હિન્દુની પરિભાષા આદિનાથ ભગવાને કરી છે. તે મુજબ એક ભવમાંથી બીજા ભવમાં આત્મા જાય છે તેવું માનનાર તમામે તમામ હિન્દુ છે. પૂર્વજન્મ અને પુન:જન્મમાં વિશ્ર્વાસ રાખે તે તમામ લોકો હિન્દુ છે. જે લોકો વાતનો સ્વીકાર કરતા નથી કે વિશ્ર્વાસ કરતા નથી તે હિન્દુ નથી. આધ્યાત્મિકતા હિન્દુ સંસ્કૃતિનો પ્રાણ છે અને આત્માકેન્દ્રિત છે.

આજે હિન્દુ સંસ્કૃતિ પર ચારેય તરફથી હુમલા થઈ રહ્યા છે ત્યારે હિન્દુ સંસ્કૃતિ અને અધ્યાત્મને ઉગારવા માટે હિન્દુ અધ્યાત્મ સેવા-મેળાની ખૂબ જરુર છે. તમામ હિન્દુ સંતો એક સ્થાને એકત્રિત થઈ હિન્દુ સંસ્કૃતિને આગળ લઈ જવા માટે ચિંતન કરવાનો સમય છે એમ કહી તેઓએ જણાવ્યું હતું કે, અમે પહેલાં હિન્દુ છીએ, બાદમાં જૈન છીએ, કારણ કે હિન્દુ એક સરોવર છે અને અન્ય પંથો તેમાં પાંગરતાં માછલીઓ જો સરોવર સુકાઈ જશે તો આપોઆપ માછલીઓ. નાશ પામશે. પશ્ર્ચિમ તરફથી સરોવરને સૂકવી નાખવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે ત્યારે તેની સામે સંગઠિત થવું પડશે.

 

 
જીવનને સમજાવતુંતત્ત્વમ્ દર્શનમ્

હિન્દુ આધ્યાત્મિક અને સેવા મેળાના પટાંગણમાં જીવન મૂલ્યોને સમજાવતાં તત્ત્વોનું અદ્ભુત પ્રદર્શન રજુ કરવામાં આવ્યું હતું. મેળાના તત્ત્વો આધારસ્તંભ છે. વન અને વન્ય જીવોનું સંરક્ષણ, જીવસૃષ્ટિ સંતુલન, પર્યાવરણની સુરક્ષા, પરીવાર અને માનવ મૂલ્યોનું સંરક્ષણ, નારી ગરિમાની અભિવૃદ્ધિ, રાષ્ટ્રભાવનાની જાગૃતિ સાથે પ્રદર્શન રજુ કરવામાં આવ્યું હતું. આજરોજ પ્રદર્શનીમાં તસવીરોમાં વિવિધ માહિતી આપવામાં આવી હતી. તદુપરાંત દરેક પ્રદર્શનીની થીમના આધારે વીડિયો ડોક્યુમેન્ટ્રી બનાવવામાં આવી હતી. વાસ્તવિકતાનો અહેસાસ કરાવવા ડોક્યુમેન્ટ્રી થ્રીડી ટેક્નોલોજીમાં બનાવવામાં આવી હતી.

કન્યા વંદન અને સુવાસિની વંદન

જાન્યુઆરીના રોજ સેવામેળાના બીજા દિવસે અવધપુરી સંકુલમાં ક્ધયા વંદન અને સુવાસિની વંદનનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં અતિથિ તરીકે સુરતના પ્રસિદ્ધ દાનવીર શ્રી લવજીભાઈ ડાલીયાના સુપુત્ર પીયૂષભાઈ લવજીભાઈ ડાલીયા ઉપસ્થિત રહ્યા હતા. હજારોની સંખ્યામાં ક્ધયાઓનું વંદન થયું હતું. તો સમાજ સેવાક્ષેત્રે કાર્યરત એવી આઠ જેટલી સુવાસિની બહેનોનું વંદન અને સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં અમદાવાદની ૨૯ શાળાના ૨૫૦૦ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

આયોજન નારીશક્તિને ઉજાગર કરવાનો પ્રયાસ

પ્રસંગે રામપુરામઠ ડીસાનાં આચાર્યા સ્વામી નિર્મલાપુરી મહંતે જણાવ્યું હતું કે, ભારતનું ભવિષ્ય સમાન એવી દીકરીઓ અત્રે ઉપસ્થિત છે ત્યારે અહીં ક્ધયા વંદન અને સુહાસીની વંદન અભૂતપૂર્વ પ્રસંગ અને આયોજન છે. પ્રકારનું સન્માન અને વંદન જોઈ મને પણ એક દીકરી હોવાનું ગર્વ થાય છે.

શક્તિનો જન્મ સ્ત્રીમાંથી

જીવદયા ટ્રસ્ટનાં શ્રીમતી ગીરાબેન શાહે પોતાના પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે, હિન્દુ પુરાણોમાં મહિલાને પુરુષ કરતાં ઉચ્ચ સ્થાન આપવામાં આવ્યું છે. તેને શક્તિનું પ્રતીક ગણાવી છે. વિશ્ર્વની દરેક શક્તિનો ઉદ્ભવ સ્ત્રીમાંથી થાય છે. માટે આપણે ત્યાં કહેવાયું છે કે જ્યાં નારીઓની પૂજા થાય છે, ત્યાં દેવતાઓનો વાસ થાય છે. આપણે ત્યાં હમેશાંથી નારીઓનું સન્માન થતું આવ્યું છે.

૩૦૦ પરિવારો દ્વારા માતા-પિતાની વંદના

માતા-પિતાનું સન્માન જાળવવાની પરંપરાઓને પુનર્જીવિત કરવા માટે મેળામાં ત્રીજા દિવસે રવિવારે માતૃ-પિતૃ વંદનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ૩૦૦ પરિવારોએ તેમનાં માતા-પિતાનું સન્માન કર્યું હતું તેમજ ભવ્ય કાર્યક્રમ નિહાળવા માટે ૨૫૦૦થી વધુ નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. જૈનાચાર્ય શ્રી વિજય અભયદેવ સૂરીશ્ર્વરજી મહારાજ સાહેબ (ડહેલાવાળા), ભારતી બાપુ ધંધુકાના ઝાંઝરકા ખાતેના સંત સવૈયાનાથની જગ્યાના . પૂ. મહંત શ્રી શંભુનાથજી, ધોલેરાના બાવળયાળીની નગા લાખાની જગ્યાના . પૂ. રામબાપુ તથા ગણપત યુનિવર્સિટીના પેટ્રન ઇન ચીફ શ્રી ગણપતભાઈ પટેલની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો. માતૃ-પિતૃ વંદનના પ્રતીક‚પે કાર્યક્રમમાં ભાગ લેનારા ૫૬ સભ્યોના સૌથી મોટા પરિવારનાં વડીલ ૯૧ વર્ષીય શ્રીમતી શાંતાબહેન ગાંડાલાલ પટેલ, ૩૧ સભ્યોના પરિવારનાં વડીલ ૮૨ વર્ષનાં શ્રીમતી શાંતાબહેન છનાલાલ કોડેકર, ૨૮ સભ્યોનાં ૯૧ વર્ષીય વડીલ શ્રીમતી વિજયાબહેન વાઘેલા, ૧૭ સભ્યોનાં ૮૦ વર્ષીય વડીલ શ્રીમતી સાકરબહેન પટેલના પરિવારોનું સન્માન કરાયું હતું.

પરમવીર વંદના

મેળામાં પરમવીર વંદના અને સૈનિક સંમેલનનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ગુજરાતમાંથી શહીદ થનારા ૬૨ સૈનિકના પરિવારોનું સન્માન કરવામાં આવ્યું હતું.

ગુજરાતમાં એનસીસીના એડીજી મેજર જનરલ શ્રી સુભાષ શરણ, હાલોલના .પૂ. સંતપ્રસાદ સ્વામી અને જામનગરના અણદાબાવા સેવા સંસ્થાનના વેદાન્તાચાર્ય મહંતશ્રી દેવપ્રસાદજી મહારાજના હસ્તે શહીદ પરિવારોના સભ્યોને મોમેન્ટો આપી સન્માનિત કરાયા હતા.

પ્રસંગે કર્નલ ફડણીકરે જણાવ્યું હતું કે, એક સમયે ઉત્તર પ્રદેશના તત્કાલીન મુખ્યમંત્રી અખિલેશ યાદવે નિવેદન કર્યું હતું કે ગુજરાતમાં શહીદો ક્યાં છે. રાજ્યમાંથી કોઈ સૈન્યમાં જોડાતું નથી. તેમને જવાબ આપતાં અમે તેમને કાગળ લખ્યો હતો કે તે સમયે ગુજરાતમાંથી ૮૬ અને આજે ૯૬ જવાનો શહીદ થઈ ગયા છે. રાજકીય કારણોસર નેતાઓ પ્રકારનાં વિવાદાસ્પદ નિવેદનો કરે છે ત્યારે સૈનિક પરિવારોને ઘણું દુ: થાય છે. આવા સમયે સૈનિક પરિવારોએ એક થઈ આવા લોકોનો વિરોધ કરવો જોઈએ. જોકે, હિન્દુ આધ્યાત્મિક અને સેવા સંસ્થા દ્વારા કાર્યક્રમ યોજવામાં આવ્યો તેનાથી અમે ગર્વ અનુભવીએ છીએ.

મેજર જનરલ શ્રી સુભાષ શરણે જણાવ્યું હતું કે, ભારત માતાના રક્ષણ માટે પોતાના જીવનનું બલિદાન આપનાર સૈનિકોના સન્માન માટે કાર્યક્રમના આયોજન બદલ હું હિન્દુ આધ્યાત્મિક અને સેવા સંસ્થાનો આભાર માનું છું.

અણદાબાવા સેવા સંસ્થાનના વેદાન્તાચાર્ય મહંતશ્રી દેવપ્રસાદજી મહારાજે જણાવ્યું હતું કે, ‘આજના સમયમાં માત્ર વાતો કરવાથી કશું નહીં થાય. આજે સૈનિકો માટે સરકારની સાથે સમાજ શું કરે છે તે મહત્વનું છે. આજે દેશ માટે સૈનિકોની સાથે સમાજે પણ સક્રિય થવું પડશે. રાષ્ટ્ર પ્રત્યે લોકોમાં ભાવના જગાડવાની ખૂબ જરુર છે. હિન્દુ આધ્યાત્મિક અને સેવા સંસ્થા દ્વારા સૈનિકોના સન્માનનો કાર્યક્રમ ધન્યવાદને પાત્ર છે.’

હાલોલના .પૂ. સંતપ્રસાદ સ્વામીએ જણાવ્યું હતું કે, આજે અહીં સૈન્યના શહીદ પરિવારોનું સન્માન કરવાની તકને હકીકતમાં હું મારા જીવનનું સન્માન માનું છું. આપણા સૈનિકો દેશના કરોડો સંતાનોના પરિવાર આબાદ થાય તે માટે પોતાના જીવનનો ત્યાગ કરે છે ત્યારે તેમનું ઋણ આપણે ક્યારેય ચૂકવી શકીએ નહીં.

ભૂમિપુત્ર સંમેલન

આપણી પરંપરાગત ઓર્ગેનિક ખેતી અંગે ખેડૂતોને માર્ગદર્શન આપવા માટે મેળામાં ભૂમિપુત્રો માટે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદુષી ગાર્ગી સંકુલમાં યોજાયેલા સેમિનારમાં ગુજરાતના અનેક ખેડૂતોએ ભાગ લીધો હતો. શ્રી વેલજીભાઈ ભુડીયાએ સજીવ કૃષિ પર, શ્રી ગોપાલભાઈ સુતરીયાએ ગૌસેવા પર અને શ્રી મનોજભાઈ સોલંકીએ ગ્રામવિકાસ પર ખેડૂતોને માર્ગદર્શન આપ્યું હતું.

૨૫૦ જેટલા આચાર્યોનું પૂજન-વંદન

હિન્દુ આધ્યાત્મિક અને સેવામેળાના અંતિમ દિવસે જાન્યુઆરીના રોજ અવધપુરી સંકુલમાં આચાર્ય વંદન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં ૨૫૦ જેટલા શિક્ષકોનું વિદ્યાર્થીઓ દ્વારા પૂજન વંદન થયું હતું. પ્રસંગે કલ્યાણપુષ્ટિ વસ્ત્રાપુરના . પૂ. ૧૦૮ શ્રી દ્વારકેશલાલજીએ પોતાના આશીર્વચનમાં જણાવ્યું હતું કે આપણી સંસ્કૃતિમાં ગુરુ દીક્ષક અને આચાર્ય માટે અલગ અલગ વ્યાખ્યા કરાઈ છે. ગુરુને આપણા ધર્મગ્રંથોમાં સર્વોચ્ચ સન્માન આપી તેમને ઈશ્ર્વર તથા માતા સાથે સરખાવ્યા છે. શિસ્ત, કલા અને ક્ષમતા જેનામાં હોય તેનું નામ શિક્ષક. માત્ર આર્થિક ઉપાર્જન માટે નહીં, પરોપકાર માટે વિદ્યાર્થીને તૈયાર કરે તેવું સ્વ‚ આચાર્યનું હોવું જોઈએ.

પ્રસંગે અતિથિ તરીકે ઉપસ્થિત શિક્ષણવિદ્ શ્રી રતિલાલ બોરીસાગરે સંસ્કૃતિમાં આચાર્યના મહિમા વિશે વાત કરી હતી. પ્રસંગે . પૂ. સ્વામી શ્રી પરમાત્માનંદ સરસ્વતીજી, ગૌસ્વામી આશ્રય કુમારજી મહારાજ, . પૂ. ચૈતન્યશંભુ મહારાજ સહિતના સંતગણો અને મોટી સંખ્યામાં આચાર્ય, શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.

અધ્યાત્મ, ધર્મ અને સંપ્રદાય પરિસંવાદનું આયોજન

અધ્યાત્મ શું છે ? ધર્મ શું છે ? સંપ્રદાય શું છે ? ભારતીય સંસ્કૃતિના પાયા સાથે વણાયેલા શબ્દોનો ખરો અર્થ શું આપણે જાણીએ છીએ ? આપણે ક્યાંક હિન્દુ ધર્મને જન્મ સાથે જોડીએ છીએ, ક્યાંક આપણે તેને સુપ્રીમ કોર્ટની વ્યાખ્યાનુસાર જીવન જીવવાની એક પરંપરા સાથે જોડીએ છીએ. પરંતુ સવાલોના જવાબ સ્વ‚પે હિન્દુ આધ્યાત્મિક અને સેવા મેળાના ઉપક્રમે શનિવારે અધ્યાત્મ, ધર્મ અને સંપ્રદાય પર એક પરિસંવાદનું આયોજન થયું હતું. . પૂ. સ્વામી શ્રી પરમાત્માનંદ સરસ્વતીજીના અધ્યક્ષપદે યોજાયેલી પરિષદમાં ચેન્નઈ સ્થિત ચિન્મય મિશનના આચાર્ય સ્વામી શ્રી મિત્રાનંદજી, છારોડી સ્થિત એસજીવીપી ગુરુકુળના .પૂ. માધવપ્રિયદાસજી સ્વામી, નવી દિલ્હીમાં એનસીઈઆરટીના પ્રો. શંકરશરણએ સંબોધન કર્યું હતું.

હિન્દુત્વ એક સામૂહિક વિચાર - વિઝન છે : સ્વામી શ્રી મિત્રાનંદજી

આપણને ધર્મ, અધ્યાત્મ અંગે કશું શીખવા મળતું નથી. તેથી પ્રકારના મેળાનું આયોજન ખૂબ મહત્ત્વનું છે. તે આપણા ધર્મ, અધ્યાત્મ અને પરંપરાઓનું આપણને શિક્ષણ આપે છે. હકીકતમાં ધર્મ છે જે બધાને એક બનાવે છે. અધ્યાત્મ એક ફિલોસોફી છે અને સંપ્રદાય એક પેઢી દ્વારા બીજી પેઢીને સોંપવામાં આવતી પરંપરા છે. હિન્દુત્વની સૌથી મોટી તાકાત છે કે તેના કોઈ એક સ્થાપક નથી. તે એક સામૂહિક વિચાર, સામૂહિક વિઝન છે.

ભારતની તાકાત તેની વિવિધતામાં એકતા છે : સ્વામી માધવપ્રિયદાસજી

છારોડી ખાતેના એસજીવીપી ગુરુકુળના સ્વામી માધવપ્રિયદાસજીએ જણાવ્યું કે, દેશની વિરાસત ખૂબ મહાન છે. નામ મેળો છે, કામ મિલન અને સંગમનું છે. સમગ્ર વિશ્ર્વમાં થતાં સેવાકાર્યોની સરખામણીમાં હિન્દુ ધર્મના નામે થતાં સેવાકાર્યો અનેકગણાં વધુ છે. પરંતુ સામૂહિક રીતે તે આપણા સુધી પહોંચતું હોવાથી આપણે હિન્દુ ધર્મનાં સેવાકાર્યો અંગે અજાણ છીએ. એકમ સત વિપ્રા: બહુધા વદંન્તિ. શ્ર્લોક જણાવે છે કે ભારતવર્ષની શ્રેષ્ઠ તાકત હોય તો તે વિવિધતામાં એકતાની તાકાત છે.

સનાતન ધર્મ જીવ, જગત અને ઈશ્ર્વરનું દર્શન કરાવે છે : સ્વામી પરમાત્માનંદ સરસ્વતીજી

પરિસંવાદનું સમાપન કરતાં .પૂ. સ્વામીશ્રી પરમાત્માનંદ સરસ્વતીજીએ જણાવ્યું હતું કે, આજે આપણે પોતાને ભલે હિન્દુ ગણાવતા હોઈએ પરંતુ હકીકતમાં આપણે સનાતની છીએ. અને સનાતન ધર્મ છે, જે જીવ, જગત અને ઈશ્ર્વરનું દર્શન કરાવે છે જીવ જગત અને ઈશ્ર્વરનું તત્ત્વ પ્રતિપાદિત કરે છે તે હિન્દુ ધર્મ છે. સત્ય છે. રીતે ધર્મ અને અધ્યાત્મ અંગે જોઈએ તો જે સમાજમાં જે વસ્તુનું જ્ઞાન હોય તેમની પાસે તેનો પર્યાયવાચી શબ્દ નથી હોતો. આથી ધર્મ, અધ્યાત્મ અંગેના અંગ્રેજી અનુવાદનું ખોટું વિકૃત અર્થઘટન થયું છે. અધ્યાત્મ એટલે કે આત્મા વિશે જે જ્ઞાન આપે છે તે અધ્યાત્મ અને આત્મા એટલે હું. અને હું - સ્વ અંગે જે જ્ઞાન આપે છે તે અધ્યાત્મ છે. રીતે દર્શનને કેવી રીતે પ્રાપ્ત કરી શકાય તે માટે જણાવવામાં આવેલા આચરણને ધર્મ કહે છે. ધર્મ એટલે જે ધારણ કરે છે.

લાખ લોકોએ મેળાને માણ્યો

મેળાના મૂળભૂત સિદ્ધાંતોને દર્શાવતો ૩ડી શૉ, વિડીયો અને પ્રદર્શન ખૂબ લોકપ્રિય રહ્યાં. ધર્મસ્થાનોની પ્રતિકૃતિઓના પ્રદર્શને સૌને આકર્ષિત કર્યા.

સેવા મેળામાં દિવસ દરમિયાન મેજર ધ્યાનચંદ સંકુલમાં કબડ્ડી, વોલીબોલ સહિત રમતગમતની ૬૭ સ્પર્ધાઓ યોજાઈ. જેમાં ૪૭ શાળાઓનાં ૩૦૦થી વધુ બાળકોએ ભાગ લીધો હતો. ચિત્રકામમાં ૬૫૦ બાળકોએ ભાગ લીધો હતો. અહીં ચાલી રહેલ જ્ઞાનશાળામાં દરરોજ ૩૩ દંપતીઓએ એટલે કે દિવસમાં ૯૯ દંપતીઓએ ભાગ લીધો હતો.

હિન્દુ આધ્યાત્મિક અને સેવા મેળાનું સમાપન જાન્યુઆરી, ૨૦૧૮ના રોજ થયું હતું. પ્રસંગે મેળાના અવધપુરી સંકુલમાં તત્ત્વતીર્થ અમદાવાદના . પૂ. સ્વામી શ્રી વિદિતાત્માનંદજી મહારાજની પ્રેરક ઉપસ્થિતિમાં સમાપન સમારોહનું આયોજન થયું હતું. પ્રસંગે રા. સ્વ. સંઘના શ્રી ગુણવંતસિંહ કોઠારી અને અજિત એડના અજિતભાઈ શાહ અને જયપુર એચ.એસ.એસ.ના સુભાષજી ઉપસ્થિત રહ્યા હતા.

 
 

જે સારું, કલ્યાણકારી છે તે ઈશ્ર્વર : સ્વામી શ્રી વિદિતાત્માનંદજી

પ્રસંગે . પૂ. સ્વામી શ્રી વિદિતાત્માનંદજીએ પોતાના આશીર્વચનોમાં હિન્દુ ધર્મે ઈશ્ર્વર અને સુખની અનુભૂતિ વિશે વાત કરી હતી. પૂ. સ્વામીએ જણાવ્યું હતું કે, મનુષ્ય દુ: રહિત નિર્ભય સુખ ઇચ્છે છે અને સનાતન ધર્મના આચરણ થકી તે તેવું સુખ પામી શકે છે. જગતમાં જે કાંઈ પણ છે તે સર્વ ઈશ્ર્વરને આધીન છે. તે જીવનદર્શન છે. હિન્દુ ધર્મ સત્યનું દર્શન કરાવે છે કે, જગતમાં કોઈપણ અપવાદ વગર સર્વ તત્ત્વો ઈશ્ર્વરની અભિવ્યક્તિ છે અને ઈશ્ર્વર એટલે જે સારું છે, જે કલ્યાણકારી છે તે જગતમાં જે કાંઈપણ છે તે તમામના મૂળમાં ઈશ્ર્વર (સારાઈ) રહેલી છે. તેઓએ જણાવ્યું હતું કે સત્ય કોઈ ને કોઈ રીતે આપણી સમક્ષ આવતું રહે છે. તેને જાણવા માટે જરુર છે ચેતનાનાં દ્વાર ખોલવાની. ઈશ્ર્વર ૮૪ લાખ યોનિમાં પ્રગટ થયો છે અને તે સત્યમ્ શિવમ્ સુંદરમ્ છે અને તેનો આનંદ, ત્યાગભાવના એટલે કે (રાગ, દ્વેષ અને ક્રોધ)ના ત્યાગ થકી શક્ય છે. હિન્દુ શાસ્ત્રો પાસે જગતની તમામ સમસ્યાઓનો ઉકેલ છે. તે આપણને દૈનિક જીવન જીવતાં જીવતાં પરમયોગી બનવાનું શીખવે છે. તમામ લોકોને સમાન ગણી, વિષમતામાં પણ સમાનતાનો ભાવ જગાડનાર મનુષ્ય મહાયોગી બની શકે છે. જેવું વર્તન તમારી સાથે ઇચ્છો છો, એવું વર્તન અન્ય સાથે કરશો તો તમારા દૈનિક જીવનમાં ઈશ્ર્વર આપોઆપ પ્રવેશી જશે. મન, વચન અને કાયાથી અહિંસક બની અહિંસા પરમો ધર્મના મૂલ્યનું જગત પાલન કરે તો જગતના તમામ પ્રશ્ર્નો આપોઆપ ઉકેલાઈ જાય.

૬૫૦ કાર્યકર્તાઓની ટીમે મેળાને સફળ બનાવ્યો

સેવા, સમરસતા અને હિન્દુ મૂલ્યોના ત્રિવેણી સંગમ સમાન વિશિષ્ટ મેળાને ૬૫૦ જેટલા કાર્યકર્તાઓની ટીમે સફળ બનાવ્યો હતો. મેળામાં ૩૦૨ જેટલી સેવા સંસ્થાઓને .બી.સી. ત્રણ વિભાગમાં વિભાજિત કરી, સ્ટોલોની ગોઠવણ વ્યવસ્થા, વ્યવહાર વર્તન મુજબ ત્રણેય વિભાગોમાં ૧થી નંબરનાં સન્માન આપવામાં આવ્યાં હતાં. ઉલ્લેખનીય છે કે દિવસ ચાલેલ મેળામાં લાખથી પણ વધુ લોકોએ મુલાકાત લીધી હતી. આગામી હિન્દુ આધ્યાત્મિક અને સેવા મેળો ૨૦૧૯માં સુરત ખાતે યોજાશે.

પ્રસંગે હિન્દુ અધ્યાત્મ અને સેવામેળાની આયોજન સમિતિના સહસચિવ શ્રી અશોકભાઈ રાવલે મેળાના આયોજનને તૈયારીઓનો અહેવાલ આપતાં જણાવ્યું હતું કે, ૨૦૧૭માં નાગપુરમાં યોજાયેલ એક બેઠકમાં હિન્દુ મેળો ગુજરાતમાં યોજવાનો વિચાર આવ્યો. મેળામાં ૬૫૦ કાર્યકર્તાઓની સતત મહેનત છે. મેળામાં ૭૦૦ જેટલી સંસ્થાઓનો સંપર્ક થયો હતો. પરંતુ જગ્યાની મર્યાદાને કારણે ૩૦૨ સંસ્થાઓ પોતાનાં સેવાકાર્યોનું પ્રદર્શન કરી શકી હતી. તેવી રીતે ૧૧૩ જેટલી કૉલેજોનો સંપર્ક કરવામાં આવ્યો હતો. સુવાસિની વંદનમાંબહેનોનું સન્માન અને માતૃ-પિતૃવંદનમાં ૧૨૦ પરિવારોએ ઉપસ્થિત રહી માતૃ-પિતૃ વંદન કયર્ર્ંુ હતું. આચાર્ય વંદનમાં ૨૫૦ આચાર્યોનું પૂજન થયું હતું. નારી સમ્મેલનમાં ૬૫૦ મહિલાઓ જ્યારે ધર્મ અધ્યાત્મ સંમેલનમાં ૫૦૦ લોકો ઉપસ્થિત રહ્યા હતા. ભૂમિપુત્ર સમ્મેલનમાં ૧૨૦૦ જેટલા ખેડૂતો હાજર રહ્યા હતા. સૈનિક સંમેલનમાં ૬૩ જેટલા સૈનિક પરિવારોનું સન્માન થયું હતું.

ઓપિનિયન ટ્રીએ અનોખું આકર્ષણ જમાવ્યું

હિન્દુ આધ્યાત્મિક અને સેવા મેળામાં નરસિંહ મહેતા નગર મુખ્ય દ્વાર નજીકના કૃત્રિમ વૃક્ષે મુલાકાતીઓમાં અનેરુ આકર્ષણ જમાવ્યું હતું. મુલાકાતીએ અહીં આવતાં કાગળના પત્તા પર તેમનો પ્રતિભાવ લખવાનો હતો અને તે કાગળના પત્તાને કૃત્રિમ વૃક્ષની ડાળીઓ પર બાંધી દેવાનો હતો. કુતૂહલવશ યુવાનોનાં ટોળેટોળાંએ વૃક્ષ પાસે ઊમટી હજારોની સંખ્યામાં પ્રતિભાવો લખી ટીંગાવ્યા હતા. પરિણામે પ્રથમ દિવસે ખાલી લાગતું વૃક્ષ મેળાનાં સમાપન દરમિયાન કાગળનાં પત્તાથી હર્યું ભર્યું બની ગયું હતું.

અન્નને દેવતા માની સન્માન કરવાનો સંદેશ

સેવા મેળામાં ચાર દિવસ દરમિયાન આમંત્રિતો માટે ભોજન વ્યવસ્થા કરવામાં આવી હતી. ભોજન વ્યવસ્થાની વિશેષ વ્યવસ્થા હતી કે, આમંત્રિતોને તેનું ભોજન પાત્રમાં અન્નને એેઠું મૂકવાની સતત વિનંતી કરવામાં આવતી હતી. સ્વયંસેવકો દ્વારા થાળીમાંનું અન્ન આમંત્રિતોને આગ્રહ અને વિનંતીપૂર્વક જમાડવામાં આવતું હતું.

 

. વનોનું સંરક્ષણ તથા વન્યજીવોની સુરક્ષા

સમ્રાટ અશોકની રાજાજ્ઞાયુક્ત શિલાલેખ

આજથી ૨૫૬ .પૂ. સમ્રાટ અશોક દ્વારા સ્થાપવામાં આવેલા સાત સ્તંભોમાંથી એક ઉપર અંકિત વાક્યો દ્વારા સમ્રાટ અશોક કહે છે : ‘મારા રાજ્યાભિષેકના છવ્વીસ વર્ષ પછી વિભિન્ન પ્રકારનાં પશુઓને સંરક્ષિત ઘોષિત કરવામાં આવે છે - જેમાં પોપટ, મેના, હંસ, જંગલી બતક, ચામાચીડિયાં, રાણી કીડી, હાડકાં વિનાની માછલી, કાચબા, રામાનંદી કાચબા, ખિસકોલી, શાહી, હરણ, બળદ, જંગલી ગધેડાં, જંગલી કબૂતર, સામાન્ય કબૂતરો, તમામ ચોપગાં પ્રાણીઓ જે કોઈ રીતે ઉપયોગી નથી તથા ખાવા યોગ્ય પણ નથી.’ અશોકે હિન્દુ ધર્મ, બૌદ્ધ-જૈન ધર્મનું અનુસરણ કરીને હુકમ કર્યો કે પશુઓને ભોજનનો ભાગ બનાવવામાં આવે. તેણે પણ આદેશ કર્યો કે વૃદ્ધ ગાય તથા બળદને નિવૃત્ત કરીને તેમની સાથે સારો વ્યવહાર કરવામાં આવે.

.પૂ. ૨૪૭ શ્રીલંકા પર આક્રમણ વખતે અરિહંત મહેન્દ્રાએ રાજા દેવાનામ પિયાતિસ્સાને હરણોનો શિકાર કરતાં રોકીને કહ્યું હતું કેપ્રત્યેક પ્રાણીને જીવતા રહેવાનો અધિકાર છે.’ કથન શ્રીલંકાના હાથીઓનું રક્ષણ કરનાર જવાન્તા જયવર્ધનેનું છે. જયવર્ધનેના પ્રભાવથી સમ્રાટ પોતે બૌદ્ધ બની ગયા હતા અને તેણે આદેશ આપ્યો હતો કે કોઈ પણ પ્રાણીની હત્યા કરવામાં આવે. જયવર્ધને વધુમાં કહે છે કે રાજાએ તેમના મહેલની આસપાસ એક અભયારણ્ય ઊભું કર્યું જેમાં તેમણે પશુ-પક્ષીઓ તથા વિવિધ પ્રકારની વનસ્પતિઓને સુરક્ષિત કર્યાં. અભયારણ્યનેમહાવેનુવા ઉદ્યાનનામ આપવામાં આવ્યું. એમ કહેવામાં આવે છે કે વિશ્ર્વનું સૌ પ્રથમ અભયારણ્ય હતું. અરહંત મહેન્દ્ર તથા તેમના અન્ય સેનાપતિઓએ પણ પશુઓને આશ્રય આપવાનું કાર્ય કર્યંુ. બૌદ્ધ ભિક્ષુઓ જ્યાં પણ ગયા, તેમણે કાર્ય કર્યું. શ્રીલંકા તથા થાઇલેન્ડમાં આવાં પ્રાણી આશ્રયસ્થાનોની સંખ્યા બમણી થઈ ગઈ છે. જો કે પ્રાણી આશ્રયસ્થાન બનાવવાની પ્રથા ઘણા સમય પહેલાં બંધ થઈ ગઈ છે. હવે ત્યાં હાથીઓને સાંકળોથી બાંધીને મંદિરોમાં રાખવામાં આવે છે. (M.Clifton ૨૦૦૭) એક બૌદ્ધ વિદ્વાન Ven S. Dhamika અનુસાર - ‘અશોક આજે પણ પ્રાસંગિક છે.’ આજે વિચારધારાઓમાં ભ્રમણાની સ્થિતિ છે / રાજનીતિક / દાર્શનિકતા / મૂડીવાદ / સામ્યવાદ તથા નેતાઓની નિરંકુશતાની આસપાસ ફરે છે. અશોકના શિલાલેખ રાજનીતિક પ્રણાલીને એક અર્થપૂર્ણ તથા આધ્યાત્મિક દિશા આપવામાં સક્ષમ છે.

. પર્યાવરણનું રક્ષણ

હિન્દુ અધ્યાત્મવાદ તથા પર્યાવરણ

ભારતીય દર્શનના પંચમહાભૂત (પાંચ તત્ત્વો) તથા પર્યાવરણ સંબંધી વિચારોમાં પારસ્પરિક સમતોલન તથા સંબંધ પ્રસ્થાપિત કરવાના હેતુથી એક લેખ પ્રગટ કરવામાં આવ્યો છે. લેખનું શિર્ષક છે. ‘પ્રાચીનકાળથી લઈને ગાંધી સુધી ભારતીય જીવનદર્શન શોધ-પત્ર સાંઈબાબા સંસ્થાન વ્યાવસાયિક પ્રબંધ તથા ટેક્નિકલ ઇન્સ્ટીટ્યૂટ, બેંગ્લોરના પ્રોફેસરે લખ્યો છે. પેપરને ઇન્ટરનેશનલ બિઝનેસ સ્કૂલ, ફ્રાન્સમાં સન ૨૦૧૦નાઆંતરરાષ્ટ્રીય દિવસના અવસર પર પ્રસ્તુત કરવામાં આવ્યો હતો. શોધપત્રના લેખક કહે છે : ‘ભારતીય દર્શનમાં પર્યાવરણને ચિરકાળ સુધી સુરક્ષિત રાખવાની વિધિ યુગોથી ઉપલબ્ધ કરાવવામાં આવી છે. પર્યાવરણની ચિરન્તનતાની મહત્તા પાંચમહાભૂતોના સમતોલન તથા સમાનતા પર નિર્ભર છે. ભૌતિક સંસારની રચના કરનાર પાંચ તત્ત્વો છે - પૃથ્વી, જળ, વાયુ, અગ્નિ તથા આકાશ. સંસારમાં જે અસ્તિત્વ છે તે તમામ તત્ત્વોમાં દિવ્યતા સાથે દેખાય છે. બધા તત્ત્વો ઘણા પ્રાચીન કાળથી પૂજાય છે. તેમના પ્રત્યે શ્રદ્ધા પ્રગટ કરવામાં આવે છે.’

અથર્વવેદમાં એક મંત્ર છે જે પાંચ તત્ત્વો તથા પર્યાવરણમાં સમતોલન સ્થાપિત કરવા માટે આપણું ધ્યાન દોરે છે. પૃથ્વીએ તત્ત્વો દ્વારા નૈતિક મૂલ્યોને ધારણ કરેલા છે. મંત્રમાં કહેવામાં આવ્યું છે : ‘પ્રકૃતિ માતા, અમારા પર કૃપા કરો અને અમને વરદાન આપો, ઈશ્ર્વર અમને શાંતિ આપે, પૃથ્વી અમારી તરફ ઉદાર બને, પૃથ્વી પર ઉત્પન્ન થતાં વૃક્ષ, વેલ તથા ઝાડીઓ અમારા તરફ ઉદાર બને, ભૂતકાળ અમારા પર દયા રાખે, ભવિષ્ય અમારા પ્રત્યે સૌમ્ય તથા કૃપાળુ બને.’

(અથર્વવેદ ૧૯..) શ્ર્લોક આપણને ભાવી પેઢી માટે પર્યાવરણની સુરક્ષા માટે યોગ્ય જ્ઞાન આપે છે.

ત્યારે સંભવ છે જ્યારે આપણે પ્રકૃતિ માતા દ્વારા આપવામાં આવેલ પાંચે તત્ત્વોનો સમતોલ રીતે સમન્વય કરીએ. ત્યારે આપણે પર્યાવરણમાં સાતત્યને પ્રાપ્ત કરી શકીશું. હાલના પડકારોનો સામનો કરવા માટે પર્યાવરણીય દર્શનનો આગ્રહ છે કે માનવી ફરી મૂલ્યોની શોધ કરે જે પર્યાવરણ (આપણી આસપાસનું વાતાવરણ, પ્રાણીઓ, પર્વતો વગેરે) સાથે જોડાયેલું હોય.

. પર્યાવરણને અકબંધ રાખવું

ભૂમિ વંદના : પૃથ્વી આપણી માતા છે અને આપણે તેના સંતાન છીએ

ધર્મારામ કૉલેજ, બેંગ્લોરના કેથોલિક પાદરી શાજી જ્યોર્જ કોચૂતારા હિન્દુઓના પ્રકૃતિપૂજન માટે કહે છે (તેમણે હિન્દુઓના પ્રાચીન સાહિત્ય વિશે ખૂબ વિસ્તારપૂર્વક લખ્યું છે, મનુષ્ય તથા પ્રકૃતિની વચ્ચેના ગાઢ સંબંધોની ભાગીદારી બાબતે કોચૂતારાના વિચારો પ્રમાણે છે : અથર્વવેદમાં એક પ્રાર્થનામાં કહેવામાં આવ્યું છે કે પૃથ્વી સમસ્ત વિશ્ર્વની માતા છે, દરેક પ્રકારના સદ્ગુણોને આપનારી છે. પૃથ્વીનાં તત્ત્વોનું વર્ણન કર્યા પછી તેમાં ભૌગોલિક વર્ણન આપવામાં આવ્યું છે. પૃથ્વી પર સુગંધ ફેલાવે છે. છોડ, જળ, કમળ, પ્રાણીઓ તથા મનુષ્ય ગ્રહીત સદ્ગંધનું ચિત્ર છે. પૃથ્વી મનુષ્યો માટેનું નિવાસસ્થાન છે. પૃથ્વીના કારણે શક્ય છે કે મનુષ્ય ગાય છે, નાચે છે તથા આનંદની અનુભૂતિ કરે છે. તે વૈશ્ર્વિક અગ્નિને ધારણ કરે છે. પૃથ્વી સ્થાન છે જ્યાં મનુષ્ય પોતાના કર્મ કલાપો પૂરા કરે છે. તે સમસ્ત પ્રાણીઓ માટે આવાસગૃહ છે. પૃથ્વી ઈશ્ર્વર પ્રદત્ત એક મહાશક્તિ છે. તે પ્રાર્થના સ્વીકારે છે અને વરદાન (આશિષ) આપે છે. તે આપણી રક્ષક તથા પક્ષપાતરહિત ન્યાયાધીશ છે. પૃથ્વીનેમાકહેવામાં આવે છે. પૃથ્વી મારી મા તથા હું તેનું સંતાન છું.

પૃથ્વી પ્રત્યે શ્રદ્ધા તથા તેના પરના અવલમ્બનને અત્યંત સંવેદનશીલ રીતે પ્રગટ કરવામાં આવ્યું છે કે, ‘હે ધરતી માતા, જ્યારે પણ અમે તને ખોદીએ છીએ, તમે તાત્કાલિક તેને પુન: ભરપાઈ કરી દો છો, તમે સૌને પવિત્ર કરવાવાળાં છો, તમને જાણવાની મારી જિજ્ઞાસા શું તમારા હૃદય સુધી નથી પહોંચતી ?’

ગંગા વંદના : જળની પવિત્રતા

નદીઓ સામાન્ય રીતે દિવ્ય દેવીઓ છે - જે માતાઓની જેમ ભોજન તથા જીવન આપે છે. તેમને એવી દેવીઓમાં ગણવામાં આવે છે. જેમણે અત્યંત મહત્ત્વપૂર્ણ કાર્ય કર્યાં છે. નદીઓમાં સૌથી પવિત્ર તથા સૌથી સન્માનિત નદી ગંગા નદી છે. તેને દેવી ગંગા તરીકે માનવી ‚ આપવામાં આવ્યું છે. ગંગા માત્ર ભૂમિને સીંચવા માટે પાણી નથી આપતી પરંતુ તેનું પાણી અનંતકાળ સુધી જીવનદાતા પ્રતીક તરીકે પણ છે. નદીઓ સામાન્ય રીતે નારી‚પમાં દેવીઓ છે. તેઓ મનુષ્યને ભોજન તથા જીવનરક્ષક જળ પૂરું પાડે છે. તેઓનું દેવીઓમાં પોતાનું મહત્ત્વપૂર્ણ સ્થાન છે. જેમણે આપણા ગૌરવપૂર્ણ ભૂતકાળમાં ખૂબ મહત્ત્વપૂર્ણ કાર્યો કર્યાં છે. ભારતમાં દરેક મંદિરના દરવાજે ગંગા નદીની માનવી ‚પે પ્રતિમા લગાવવામાં આવે છે. હાલમાંઉત્તરાખંડહાઈકોર્ટ દ્વારા ગંગા તથા યમુનાને માનવીનો દરજ્જો આપવામાં આવ્યો છે.

. માનવીય તથા પારિવારિક મૂલ્યોનું સંરક્ષણ

પશ્ર્ચિમીકરણને કારણે માતા-પિતા પ્રત્યેના શ્રદ્ધાભાવમાં ઘટાડો થવાનો ભય છે, તેથી રાષ્ટ્ર તથા પરિવારના વ્યાપક હિતમાં માતૃ-પિતૃ વંદનાની પુન: સ્થાપના કરવાની અત્યંત આવશ્યકતા છે.

પાશ્ર્ચાત્ય મૂલ્યોને કેન્દ્રમાં રાખીને જે આધુનિકતા આવી રહી છે તેના પ્રભાવથી માતા-પિતા પ્રત્યેના શ્રદ્ધાભાવની જે પરંપરા છે તે લુપ્ત થતી જાય છે. આનું સ્પષ્ટ ઉદાહરણ છે કે જે બાળકોને માતાપિતાએ ઘણી મુશ્કેલીઓ વેઠીને, બલિદાનો આપીને પાળી પોષીને ઉછેર્યા છે બાળકો પોતાના માતા-પિતાનો ત્યાગ કરે છે. ઘણાં માતા-પિતા તો વૃદ્ધાશ્રમમાં રહે છે. તેઓ પોતાનાં બાળકોનો પ્રેમ મેળવવા માટે તડપે છે. જે તેમણે તેમના બાળકોને આપ્યો હતો, પરંતુ વૃદ્ધાશ્રમમાં તેમને પોતાનાપણું તથા પ્રેમથી અપનાવનારું કોઈ હોતું નથી. તેઓ ગૂંગળામણનો અનુભવ કરે છે.

માતા-પિતામાં પણ વિશ્ર્વાસ ખલાસ થઈ જાય છે કે તેમના બાળકો વૃદ્ધાવસ્થામાં તેમની સેવા-ચાકરી કરશે. તેથી તેઓ સ્વાર્થી બની જશે અને તેઓ તેમનાં બાળકોના લાલન-પાલન તથા શિક્ષણ પાછળ તેમની બચતના પૈસા વાપરશે નહીં. આવા છોકરા-છોકરીઓ અનાથ થઈ રહ્યાં છે. આમ કરવાથી પરિવારમાં જે એકબીજાનું રક્ષણ કરવાનો ભાવ હોય છે તે નષ્ટ થઈ જાય છે. ભારતીય પરંપરાઓમાં બોધ કર્તવ્ય કે ધર્મના રુપે વિદ્યમાન છે.

ઉદ્દેશ્યની પ્રાપ્તિ માટે (IMCT) શાળામાં જતાં બાળકોને માટે માતૃ-પિતૃ વંદના દ્વારા માતા-પિતા પ્રત્યે શ્રદ્ધાભાવ જાગૃત કરવા માટેનો કાર્યક્રમ બનાવ્યો છે. સંસ્કાર પરિવાર તથા દેશના વ્યાપક હિતમાં છે. વિદ્યાર્થીઓનાં સર્વાંગીણ વિકાસને માટે પણ સંસ્કાર જરુરી છે.

. નારી-સન્માનને પ્રોત્સાહન

ક્ધયા વંદના તથા સૌભાગ્યવતી નારીની વંદનાના રાષ્ટ્રહિતમાં કરવામાં આવતાં કાર્યોથી મહિલાઓ તથા કન્યાઓ પ્રત્યે સન્માનની પુન:સ્થાપના

પ્રાચીન ભારતની પરંપરાઓ અનુસાર મહિલાઓ તથા કન્યાઓ પ્રત્યે શ્રદ્ધા તથા સન્માનનું રક્ષણ કરવું, તથા તેને જાળવવું અને જ્યાં તે ઓછું થયું તે તેની ભરપાઈ કરવી ખૂબ જરુરી છે. મહિલાઓ તથા ક્ધયાઓનું સન્માન ભારતીય સમાજ તથા પરિવારોના હૃદયમાં વસેલું છે. અહીં કન્યાઓ, મહિલાઓ, માતાઓ તથા પરિવારોના પરસ્પર મિલન સર્વે સમાજમાં એક શ્રૃંખલાની રીતે જોડાયેલું છે.

ક્ધયાઓ પ્રત્યે સન્માન મહિલા સન્માનની એક કડી છે, તથા મહિલા સન્માન માતા તથા માતૃત્વ સાથે જોડાયેલું છે. ભારતીય સમાજના હૃદયમાં માતા તથા માતૃત્વ પ્રત્યે ઊંડો ભાવ રહેલાં છે. એક પરિવાર કદાચ ખરાબ પિતાને સહન કરી શકે છે, પરંતુ એક હીન કર્મવાળી માતાને સહન નથી કરી શકતો. આમ માતા પરિવારનું મુખ્ય કેન્દ્ર છે. પરિવાર આપણા સમાજ તથા તેની આર્થિક સ્થિતિનો આધારસ્તંભ છે. મહિલાઓ ભારતીય સમાજ, સંસ્કૃતિ તથા અર્થ-વ્યવસ્થાનું મુખ્ય કેન્દ્ર છે.

માત્ર પરંપરાગત મૂલ્યો ભારતમાં ક્ધયાઓ તથા મહિલાઓનું રક્ષણ કરી શકે છે. ભારતમાં . લાખ ગામડાંઓ છે તેમાં માત્ર ૧૨૮૦૦ પોલીસ સ્ટેશનો છે. ભારત તેના પોતાના સામાજિક માનદંડોથી સુરક્ષિત છે. પોલિસ વ્યવસ્થાથી નહીં. કારણ છે કે ભારતમાં મહિલાઓ સામેનો ગુનાઓ તો ઓછા છે પરંતુ અન્ય પ્રકારના ગુનાઓનું પ્રમાણ પણ ઘણું ઓછું છે.

કારણ છે કે અહીં કન્યાઓનું પૂજન થાય છે. ભારતના તમામ ભાગો તથા સમાજોમાં પ્રથા અસ્તિત્વમાં છે. રીતે ભારતીય પરંપરામાં સુવાસિની જે માતૃત્વનું પ્રતિનિધિત્વ કરે છે, તેને પૂજવામાં આવે છે.

. દેશભક્તિના ભાવનું જાગરણ

ભારતમાતા : દેશભક્તિની પ્રતીક

ભારતીય સ્વાધીનતા માટે કરવામાં આવેલો સંપૂર્ણ સંગ્રામ અથવા આંદોલન ભારતમાતાની પૂજામાંથી પ્રેરિત કરનાર રાષ્ટ્રગીતવંદે માતરમ્રાષ્ટ્રની સ્વતંત્રતા માટે સેંકડો, હજારો યુવાનોને પોતાનું ભવિષ્ય તથા જીવન બલિદાન કરવાની પ્રેરણા આપતું કહ્યું છે. અનેક યુવાનોએવંદે માતરમ્ગાતાં ગાતાં ફાંસીના ફંદાને ગળે લગાડ્યો હતો. ભારતમાતા ભારતીય રાષ્ટ્રીયતા તથા દેશભક્તિની પ્રતીક બની ગઈ છે.

ભારતમાતા શતાબ્દીમાં એક રાષ્ટ્રના માનવીકૃત રુપમાં પ્રગટ થઈ છે, જેણે દેવીનું ‚ ધારણ કર્યું છે. તેના હાથમાં રાષ્ટ્રધ્વજ છે તથા ક્યારેક તે સિંહની સાથે પણ હોય છે. પ્રતીક ભારતીય સ્વતંત્રતા સંગ્રામમાં અત્યંત પ્રભાવશાળી રહ્યું છે. પ્રતીકે ભારતનેમાના સ્વ‚પે સ્થાપિત કરી દીધું તથા તમામ ભારતીયોનાં હૃદયોમાં ભારતનું એક પ્રેરણાદાયી ચિત્ર અંકિત કરી દીધું. ઓગણીસમી શતાબ્દીના અંતમાં ભારતમાતાનું રુપ સ્વતંત્રતા સંગ્રામની સાથે નિર્માણ પામ્યું અને વિકસતું ગયું. કિરણ ચંદ્ર ચેટરજીના એક નાટકમાં ભારતમાતાનું ચિત્ર સન ૧૮૭૩માં ચિત્રિત કરવામાં આવ્યું હતું. બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયે તેમની એક નવલકથાઆનંદમઠમાં સન ૧૮૮૨માંવંદેમાતરમ્ગીતની રચના કરી જે ભારતીય સ્વાધીનતા આંદોલનનું મુખ્ય ગીત બની ગયું. ભારતમાતાના રુપે હિન્દુ દેવીનું ચિત્રણ કરવું માત્ર દેશભક્તિ નથી, પરંતુ રાષ્ટ્રના રક્ષણ માટે રાષ્ટ્રવાદી આંદોલનમાં ભાગ લેવો તે એક ધાર્મિક કર્તવ્ય પણ છે. ‘ભારત માતાકી જયનો નારો ભારતીય સેના દ્વારા તથા અનેક હિન્દુ સંગઠનો દ્વારા લગાવવામાં આવે છે.

૧૯૩૬માં નિર્માણ પામેલાભારતમાતા મંદિરનું ઉદ્ઘાટન મહાત્મા ગાંધીએ કર્યું હતું તતા હરિદ્વારમાં ગંગાકિનારા પર સન ૧૯૮૩માં સ્વામી સત્યમિત્રાનંદજી ગીરી દ્વારા નિર્મિત મંદિરનું ઉદ્ઘાટન તત્કાલીન વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધી દ્વારા કરવામાં આવ્યું હતું. વારાણસીમાં ભારતમાતા મંદિરનો શિલાન્યાસ કરતી વખતે મહાત્મા ગાંધીએ કહ્યું હતું કે, ‘મને આશા છે કે મંદિર સૌ ધર્મોના, જાતિઓના તથા હરિજનો સહિત તમામ લોકોની સેવાનું કેન્દ્ર બનશે, જેનાથી દેશમાં પ્રેમ તથા સૌહાર્દ સ્થાપિત થશે.’