અન્ના હજારે બોલ્યા, મારી સાથે જોડાવું છે? તો લાવો આ એફિડેવીટ

    ૧૮-જાન્યુઆરી-૨૦૧૮

 
 
સામાજિક કાર્યકાર્તા અન્ના હજારેએ સ્પષ્ટતા કારી છે કે જે લોકો મારી સાથે અભિયાનમાં જોડાવા માગે છે તેને સ્પષ્ટતા કરવી પડશે કે તે ક્યારેય કોઇ રાજકીય પક્ષ સાથે જોડાશે નહિ કે ચૂંટણી લડશે નહિ. અન્નાએ જણાવ્યું કે મારી સાથે જોડાવવા માટે જે તે કાર્યકર્તાએ એફિડેવીટ આપવું પડશે કે તે ક્યારેય કોઇ રાજકીય પક્ષ સાથે જોડાશે નહિ કે ચૂંટણી લડશે નહિ. આ વાત તેમણે ત્યારે કહી જ્યારે તેમને પૂછવામાં આવ્યુ કે શું એક બીજા કેજરીવાલ ઉભા કરવાનો સમય આવી ગયો છે?
 
આ ઉપરાંત અન્નાએ જણાવ્યું કે અમે માર્ચ ૨૦૧૮માં દિલ્હીમાં શાંતિપૂર્ણ આયોજન કરીશું. મે ૯ રાજ્યોમાં પ્રવાસ કર્યો છે અને અપીલ કરી છે કે આ અભિયાન, પ્રદર્શનમાં જોડાય…