પદ્માવત થશે આખા દેશમાં રીલીઝ? સુપ્રિમ કોર્ટે આપી લીલી ઝંડી

    ૧૮-જાન્યુઆરી-૨૦૧૮

 
બોલિવૂડ ફિલ્મ પદ્માવત મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થવાની છે. સેન્સર બોર્ડ દ્વારા લીલી ઝંડી મળી ગયા બાદ પણ ચાર રાજ્યોએ પદ્માવત ફિલ્મની રિલીઝ પર પ્રતિબંધ મુકી દીધો છે. ત્યારે આ મામલે ફિલ્મ પ્રોડ્યુસર્સે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. પદ્માવત ફિલ્મ 25 જાન્યુઆરીએ રિલીઝ થવાની છે. સેન્સર બોર્ડે કાપકૂપ વગર જ ફિલ્મને રિલીઝ કરવાની વાત કહી હતી. જેના પગલે ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, હિમાચલ પ્રદેશ અને હરિયાણાની સરકાર તે વાત સ્પષ્ટ કરી ચુકી છે કે, તેઓ પોતાના રાજ્યોમાં આ ફિલ્મને રિલીઝ નહીં કરે… આ મામલે ફિલ્મ પ્રોડ્યુસર્સે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. ત્યારે આજે સુપ્રીમ કોર્ટે રાજસ્થાન, ગુજરાત, હરિયાણા અને મધ્યપ્રદેશ સહિત ભારતભરમાં પદ્માવતની રીલીઝ માટે લીલી ઝંડી આપી દીધી છે.