અબળાઓને સબળા બનાવવાનું અભિયાન

    ૧૯-જાન્યુઆરી-૨૦૧૮


 
 

પહેલાં લગ્ન, બાદમાં સુંદર લગ્નજીવનના એક સુવર્ણસ્વપ્નનું દુ:સ્વપ્નમાં પરિણમવું અને અંતમાં તલાકની પીડા. ત્યાર બાદ ફરી પુરુષ પર વિશ્ર્વાસ કરી લગ્ન જીવનમાં બંધાવું. જીવનના આટઆટલા આઘાતો ભલ-ભલી કઠણ મહિલાને પણ તોડી નાખે છે અને પછી સુનિતા (બદલેલું નામ) તો એક અનાથ યુવતી હતી, છતાં પણ અત્યંત કપરી પરિસ્થિતિમાંથી પસાર થવા છતાં તે તૂટી નહીં અને આવું એટલા માટે થયું કે તેનો પરિવાર કદમ-કદમ પર તેની પડખે હતો. પરિવાર એટલે બેંગલુરુના બસવનગુડી નગર સ્થિત અબલાશ્રમ. રાષ્ટ્રિય સ્વયંસેવક સંઘના સ્વયંસેવકોના સહયોગથી ચાલતો આશ્રમ એકલી અનાથ, પીડિત અને અસહાય બહેન-દીકરીઓને પુન: સમાજમાં એક સન્માનજનક જીવન જીવવામાં મદદ કરે છે. આવી એક ગીતા નામની યુવતીનાં લગ્ન અમેરિકામાં એક પ્રતિષ્ઠિત મંદિરના યુવા પુરોહિત સાથે થઈ છે. તે પોતાની લાડલી દીકરી સાથે ખૂબ ખુશ છે.

અનોખા પરિવારે ગીતા જેવી જાણે કેટલી અસહાય અને અનાથ દીકરીઓના જીવનમાં માનો પ્રેમ અને પિતાની છાયા બન્નેની કમી પૂર્ણ કરી છે. હવે વાત મનીષા (બદલેલું નામ)ની બળાત્કારના અમાનુષી અત્યાચાર બાદ કુંવારી મા બનવા જઈ રહેલી યુવતીને ઘોર તનાવની હાલતમાં અબલા આશ્રમ લાવવામાં આવી હતી. ત્યારે મનીષા કોઈની સાથે વાત કરતી હતી કે ના કોઈ બાબતનો પ્રતિભાવ આપતી હતી. સમગ્ર સમય શૂન્યમનસ્ક રહેતી હતી, પરંતુ અબલા આશ્રમના સહૃદયી વાતાવરણને કારણે તેણે ધીરે ધીરે પોતાનું નવું જીવન શરૂ કર્યું. આજે તે એક કુશળ કાર્યાલય કર્મચારી બની અન્ય મહિલાઓના જીવન સુધારવાનું કાર્ય કરી રહી છે. આશ્રમમાં આવી યુવતીઓને ભણાવવાની સાથે સાથે વ્યવસાયિક તાલીમ પણ આપવામાં આવે છે. એટલું નહીં તેમને નોકરી મેળવવામાં પણ મદદ કરે છે.

અબલા આશ્રમ પ્રબંધન સમિતિના સેકેટરી અને બસવનગુડી નગરના સંઘચાલક બી.વી. શેષાજી જણાવે છે કે, અબલા આશ્રમનો પાયો સો વર્ષથી પણ વધુ સમય પહેલાં ૧૯૦૫માં ઉત્સાહી આર્યસમાજી યુવક ચક્રવર્તી વૈંકટ આયંગર દ્વારા નાખવામાં આવ્યો હતો. તેઓએ ખુદ એક વિધવા સાથે લગ્ન કરી રૂઢિવાદી સમાજ પર જબરજસ્ત પ્રહાર કર્યો હતો. આયંગરજીના ઘરથી વિધવા પુનરોદ્ધારના પ્રણ સાથે થયેલ અબલા આશ્રમ આજે કર્ણાટકમાં એક એવું વટવૃક્ષ બની ચૂક્યું છે જેની છાયામાં સેંકડો બહેનો ખુશહાલ અને સ્વતંત્ર બનાવવાનું કાર્ય થઈ રહ્યું છે. શ્રી શેષાજીને આજે પણ તે ક્ષણ યાદ છે જ્યારે તેઓ પહેલી વખત અબલા આશ્રમ આવ્યા હતા, ત્યારથી તેઓ અબલા આશ્રમમાં રહી ગયા. સંઘ સ્વયંસેવકોની સેવાપરાયણતાએ સંસ્થાને નવી ઊંચાઈ બક્ષી છે. માત્ર આશ્રમની વ્યવસ્થાને વધુ પારદર્શી અને સમાજોન્મુખ બનાવી છે, બલ્કે જીવનમાં પણ સંસ્કાર યોગ અને દેશભક્તિના રંગોનો સમાવેશ કરી ખુદની સાથે દેશ માટે જીવવાનું શીખવા કેટલાંક વર્ષો ઘોર વનવાસી વિસ્તારોમાં સેવાકાર્યો કરતાં વીતાવ્યાં છે. જે વાત અબલા આશ્રમને અન્ય મહિલા આશ્રમો કરતાં અલગ પાડે છે. તે છે કે, અહીં માત્ર ૧૬થી ૨૫ વર્ષની કિશોર યુવા મહિલાઓને પ્રવેશ આપવામાં આવે છે. શેષાજી જણાવે છે કે, નાની બાલિકા અને મહિલાઓની સારસંભાળ રાખવી આસાન છે, માટે સેંકડો સંસ્થાઓ સેગમેન્ટમાં કાર્ય કરી રહી છે. જ્યારે આવી બાલિકા કિશોર અવસ્થામાં પ્રવેશે છે ત્યારે મોટાભાગની સંસ્થાઓ તેમની સારસંભાળ રાખવામાં મુશ્કેલી અનુભવે છે. ત્યારે અબલા આશ્રમની તેમની જવાબદારી ઉઠાવવા આગળ આવે છે.

આશ્રમ છે કે, સુરક્ષા, સ્વાવલંબન, સૌહાર્દ, સંસ્કૃતિ, સહાયતા, સ્વાભિમાન, સેવાસુમન, સુરભિ, સુબોધ, સંબંધ, સમન્વય, સબલા શુભમ અને સન્માનના વિચારશિલ્પ પર કામ કરી રહેલ અબલા આશ્રમની ધાક સમગ્ર કર્ણાટકમાં છે. અહીંની દીકરીઓ ભલે ક્યાંય કોઈ પરિવારની વહુ બની જાય કે પછી કોઈ પ્રોફેશનમાં દરેક મોર્ચે તે સફળ સાબિત થાય છે. અનાથ એવી બે સગી બહેનો રશ્મિ અને રામ્યા અબલા આશ્રમમાં રહી ઉચ્ચ શિક્ષણ મેળવ્યું. આજ આમાંની એક બહેન જાણીતાં હોમિયોપથી ડૉક્ટર છે અને બીજી બાયોટેક્નોલોજીમાં અભ્યાસ કરી એક આંતરરાષ્ટ્રીય કંપનીમાં ઉચ્ચ પદે પોતાની પ્રતિભાની ફોરમ મહેકાવી રહી છે. અહીંની દીકરીઓને વહુના રૂપે મેળવવા માટે કુલીન અને સંપન્ન પરિવાર સદાય તત્પર રહે છે.