ભણતરના સંચે સીવ્યું સફળ જીવન

    ૧૯-જાન્યુઆરી-૨૦૧૮


 

બધા અભણ હતા, પોતાનાં બાળકોને તેમની સાથે આખો દિવસ કામમાં લાગેલાં રાખવાં એમની મજબૂરી હતી. આખો પરિવાર કામ કરતો હતો ત્યારે ક્યાંક, તેમને બે ટંકનો રોટલો નસીબ થતો. સિલ્ક વીવિંગ જેવા બારીક કામમાં આખો દિવસ કામે લાગેલા રહેવા છતાં વિડમ્બના (મુશ્કેલી) હતી કે જ્યારે મજૂરી લેવાનો વારો આવે ત્યારે વણકરોને હંમેશા ઠગવામાં આવતા હતા. જેને સહી કરતાં પણ નહોતું આવડતું તેઓ પગારનો હિસાબ-કિતાબ કેવી રીતે રાખતા ? કાંચીપુરમ્ના વણકર સમાજમાં પેઢીઓથી ચાલ્યું આવતું રહ્યું હતું. નિરક્ષરતાએ તેમના વિકાસના તમામ દરવાજા બંધ કરી રાખ્યા હતા. દરવાજા ત્યારે ખૂલ્યા જ્યારે તેમની વચ્ચે થિ‚વલ્લવુર રાત્રી પાઠશાળા શરૂ થઈ. ૧૯૮૧માં જ્યારે સંઘના સેવા વિભાગની રચના પણ થઈ હતી, ત્યારે તમિલનાડુમાં કાંચીપુરમ્ના વિભાગ પ્રચારક ધનુષજીના પ્રયત્નોથી વણકર સમાજ માટે સાંજે .૩૦ વાગ્યાથી .૩૦ વાગ્યા સુધી રાત્રીશાળા શરૂ કરવામાં આવી. સતત ૩૫ વર્ષ સુધી ચાલેલી પાઠશાળામાંથી પરિવારોના ૪૦૦૦ વણકરોને ભણવામાં અને આગળ વધવામાં મદદ કરી. એટલું નહીં સ્વયંસેવકોના અક્ષરા અભિયાનથી પ્રેરિત થઈને તમિલનાડુ સરકારે પણ આવી વસ્તીઓ માટે ૩૩ રાત્રી પાઠશાળાઓ શરૂ કરી.

ચિન્ના કાંચીપુરમ્માં રહેતા પ્રકાશને આજે પણ દિવસો સારી રીતે યાદ છે જ્યારે તે પહેલી વાર નાઈટ સ્કૂલમાં આવ્યો હતો. ૧૧ વર્ષનો પ્રકાશ તેના બે-ભાઈઓ રમેશ અને બાલાજીની સાથે અહીં ભણવા આવતો હતો. રાત્રીશાળામાં આવ્યા તે પહેલાં ત્રણેય ભાઈઓ ક્યારેય શાળાએ ગયા હતા. વર્ગોમાં ત્યાંના શાખા કાર્યવાહ મૂર્તિજી તમિલ, અંગ્રેજી અને ગણિત જેવા ત્રણ વિષયો ભણાવતા હતા. સાથોસાથ ગીત, પ્રાર્થના-મંત્ર અને ક્યારેક-ક્યારેક પ્રેરણાદાયી કથાઓ પણ સંભળાવતા હતા. પોતાના જીવનનાં મૂલ્યવાન ૨૦ વર્ષ મૂર્તિજીએ કામ માટે આપ્યાં. એમના જેવા સ્વયંસેવકોની તપસ્યાનું ફળ છે. કે આજે ત્યાંનો વણકર સમાજ દરેક ક્ષેત્રમાં આગળ વધી રહ્યો છે. પ્રકાશ અને એનો સંપૂર્ણ પરિવાર ધંધામાં નહીં પણ જીવનનાં તમામ ક્ષેત્રમાં આગળ વધી ચૂક્યો છે. પહેલાં તેઓ જ્યારે બીજા માટે કામ કરતા હતા, હવે તેઓ ખુદ માલિક છે અને પોતાના ધંધામાંથી દર મહિને ૩૦થી ૩૫ હજાર રૂપિયા કમાઈ લે છે. પ્રકાશ રાધાકૃષ્ણમ્ આજે સંઘમાં ઉત્તર તમિલનાડુ પ્રાંતના પ્રાંત સહસેવા પ્રમુખની મહત્ત્વપૂર્ણ જવાબદારી નિભાવી રહ્યા છે. તેઓ માને છે કે, નાનકડા સેવાકાર્યએ સેંકડો પરિવારોનું જીવન બદલી નાખ્યું છે. ચેન્નઈથી લગભગ ૭૨ કિ.મી. દૂર નગરમાં જ્યારે અક્ષરા અભિયાનની શરૂઆત થઈ ત્યારે વિસ્તારની સાક્ષરતા ટકાવારી માત્ર ૧૫% હતી એટલે કે ૮૫% લોકો અભણ હતા. જ્યારે આજે ત્યાં ૬૦% લોકો સાક્ષર છે. અભિયાનના સમય દરમ્યાન તમિલનાડુના પ્રાંત સેવા પ્રમુખ રહેલા અને હાલમાં સંઘના અખિલ ભારતીય અધિકારી સુંદર લક્ષ્મણજીનું કહેવું છે કે હવે અહીંના વણકર સમાજની બીજી પેઢીમાં તો ઘણા યુવકો ગ્રેજ્યુએટ (સ્નાતક) થઈ ગયા છે. તેઓ વાત પર ખુશી વ્યક્ત કરે છે કે હવે લોકો પોતાનાં બાળકોને સ્કૂલમાં ભણવા માટે મોકલી રહ્યા છે.