જ્ઞાન બાંટતે ચલો

    ૧૯-જાન્યુઆરી-૨૦૧૮ 

પોતાના પિતાની આંગળી ઝાલીને નાનો બાળક, હંમેશા કન્સ્ટ્રક્શન સાઈટ્સ પર જતો હતો જ્યાં તેના પિતા રાજ મિસ્ત્રીનું કામ કરતા હતા. ત્યારથી તેના બાલમનમાં ઊંચી ઇમારતો માટે એક ગજબનું આકર્ષણ પેદા થઈ ગયું હતું. એક દિવસ તેણે પોતાના પિતા પાસે અચાનક એન્જિનિયર બનવાની ઇચ્છા વ્યક્ત કરી, પરંતુ તેના પિતા રામપ્રકાશે તેને બાળસહજ ઇચ્છા સમજી પ્રેમથી ના પાડી દીધી.

આમેય અભણ રામપ્રકાશ માટે આવી કલ્પના કરવી પણ મુશ્કેલ હતી કે જે સાહેબોને તે નકશો બતાવતાં અંગ્રેજીમાં બોલતાં જુએ છે, તો પોતાનો દીકરો પણ ક્યારેક જગ્યા પર ઊભો રહી શકે, પરંતુ બાળક અતુલે દૃઢ નિશ્ર્ચય કરી લીધો હતો કે તે પોતાનું સ્વપ્ન પૂરું કરીને રહેશે. ગણિતમાં ૯૮% ટકાની સાથે જ્યારે તેણે ઇન્ટર મીડિયેટની પરીક્ષા પાસ કરી ત્યારે જેટલી ખુશી તેના પિતાને થઈ, એટલો ગર્વ એકલવ્ય શિક્ષા પ્રકલ્પના શિક્ષકોને થયો જે અતુલ પાછળ વર્ષોથી મહેનત કરી રહ્યા હતા. ઉત્તર પ્રદેશના મેરઠ શહેરના પલ્લવપુરમમાં સેવા ભારતી દ્વારા ગરીબ વિદ્યાર્થીઓ માટે પાંચ વર્ષથી ચાલવવામાં આવતા નિ:શુલ્ક કોચિંગ સેન્ટરે અતુલ જેવા સેંકડો બાળકોનાં સપનાં પૂરાં કર્યાં છે. આજે અતુલ એક જાણીતી કૉલેજમાં સિવિલ એન્જિનિયરીંગનો અભ્યાસ કરી રહ્યો છે.

એકલવ્ય શિક્ષણ પ્રકલ્પમાંથી નીકળેલા ગરીબ મેધાવી વિદ્યાર્થી શિક્ષણના દરેક ક્ષેત્રેમાં આગળ વધી રહ્યા છે. જે.. પરીક્ષા સારા ટકાથી પાસ કર્યા બાદ નોએડાની જાણીતી કંપનીમાં નોકરી કરી રહેલી ડોલી હોય કે પછી મેરઠની એમ.આઈ..ટી. કૉલેજમાંથી બી-ટેક કરી રહેલા લાઈટમેનનો દીકરો સહાય હોય. બધા પોતાની પરિસ્થિતિઓનો શિકાર બની ભીડમાં ક્યાંય ગુમ થઈ ગયા હોત, જો દયારામજીએ તેમની આંગળી ઝાલી હોત તો. રાષ્ટ્રીય ઇન્ટર કૉલેજ, બાવડ, મેરઠમાંથી રિટાયર્ડ પ્રિન્સિપાલ દયારામ શર્માની ગરીબ તેજસ્વી બાળકોને મદદ કરવાની ઇચ્છા તેમને સેવા ભારતી સુધી લઈ ગઈ. મેરઠના તે સમયના પ્રાંત સેવા પ્રમુખ અનિલજી તથા તે સમયમાં સંઘચાલકજીના પ્રયત્નોથી પલ્લવપુરમ્માં પ્રકલ્પનો પાયો ૨૦૧૨માં નંખાયો. દયારામજીએ શિક્ષણ અને સંચાલનનું કામ સંભાળ્યું તથા સ્વયંસેવકોએ આર્થિક, વ્યવસ્થા અને પક્ષની જવાબદારી લીધી. આજે સંસ્થા પાસે આધુનિક કોમ્પ્યુટર લેબ છે, જ્યાં વિદ્યાર્થીઓને એકાઉન્ટીંગ ટેલી જેવા રોજગારલક્ષી વિષયોની ટ્રેનિંગ આપવામાં આવે છે. દરરોજ વર્ગો ઉપરાંત અહીં ફિઝિક્સ અને મેથ્સ વગેરે વિષયોના એક્સપર્ટ શિક્ષકો પણ નિ:શુલ્ક સેવાઓ આપે છે. કરીયર કાઉન્સેલિંગ દ્વારા વિદ્યાર્થીઓને સાચી દિશા પણ ચીંધવામાં આવે છે.

અહીંના વિદ્યાર્થીઓના સારા પ્રદર્શનથી પ્રભાવિત થઈને મેરઠના શ્રેષ્ઠી નાગરિક ડૉક્ટર ભરતકુમારે પોતાનું મકાન સંસ્થાને દાન કરી દીધું. દયારામજી આજે પણ બાળકોને સ્વયં ભણાવે છે. તેઓ કહે છે કે છેલ્લાં વર્ષોમાં ૨૦૧૨-૧૩માં ૧૦૯, ૨૦૧૩-૧૪માં ૧૧૩ અને બાકીનાં બે સત્રોમાં ૧૩૬ અને ૧૬૯ વિદ્યાર્થીઓ અહીંયાંથી અભ્યાસ કરીને સારી કૉલેજોમાં અભ્યાસ કરી રહ્યા છે. અહીંયાંથી ભણીને આગળ આવેલી અને અત્યારે અહીંયાં ભણાવતી પ્રિયા સૈની માને છે કે એકલવ્ય સંસ્થાન એક કોચિંગ સેન્ટર નહીં એક પરિવાર છે, જેની સાથે વિદ્યાર્થીઓ જીવનભર માટે જોડાઈ જાય છે.