મારે પણ એક ઘર હોય

    ૧૯-જાન્યુઆરી-૨૦૧૮

 

ઘરના ઘરનું સપનું લઈ કેટલાય ગરીબ પરિવારો ગેરકાયદેસર ઝૂંપડપટ્ટીઓમાં પોતાનું સમગ્ર જીવન વીતાવે છે. કેટલાંકને તો ઝૂંપડાં પણ નસીબમાં નથી હોતાં. ઠંડી હોય કે ગરમી કે પછી ધોધમાર વરસાદ ફૂટપાટો એમનું ઘર હોય છે. કેરલના નાનાઅમથા ગામ હરિજલકુડામાં રહેતા શમશાદ પણ આમાંના એક હતા. દિવ્યાંગ માતા-પિતા સાથે એક ખંડના ભાડાના મકાનમાં જેમ-તેમ કરીને જિંદગી કાઢતો હતો. ત્યારે શમશાદે સ્વપ્નમાં પણ નહીં વિચાર્યું હોય કે એક દિવસ તેની પાસે પણ પોતાનું એક ઘર હશે. આજે તેની પાસે પોતાની જમીન છે અને ખૂબ જલદી પોતાનું ઘર પણ હશે. આવા ૨૪ પરિવારોને પોતાનું ઘર મળ્યું છે અને શક્ય બન્યું છે સેવાભારતી ઇરિજનલકુડાની ટીમના અથાગ પ્રયત્નો થકી.

ઉપરની વાત કદાચ કોઈ પરીકથા કે જીનની વાર્તાનો અંશ લાગે પણ વાર્તા નહીં હકીકત છે. જે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવકોના સતત પ્રયત્નો થકી સંભવ બની છે. હકીકતને ત્યારે આકાર મળ્યો જ્યારે સેવાભારતી ઇરિનજલકુડાના સ્વયંસેવકોની ટીમ એક સ્થાનિક સફળ વ્યવસાયી પીડિકકટુપરમ્બિલ સુંદરમ્ પાસે સેવાકાર્યો માટે દાન મેળવવા ગઈ. કેટલોક સમય વાતચીત ચાલી અને સુન્દરમજીએ કહ્યું, કે તે પોતાના ૨૧૭૭૭ સ્કવેર ફૂટ જમીન સંઘના માધ્યમ થકી ગરીબ દિવ્યાંગો માટે મકાન બનાવવા દાનમાં આપવા માંગે છે. તેની વાત સાંભળી સૌ કોઈ હેરાન હતા, કારણ કે તે જમીનનો બજાર ભાવ ૭૫ લાખ રૂપિયા જેટલો થતો હતો. બસ, સાથે પરંપરાને જાણે પાંખો આવી. સુંદરમ્જીથી પ્રભાવિત થઈ નજીકમાં મુરિયાદ પંચાયત વિસ્તારમાં રહેતા એક ધનિક વિધવા મહિલા વનાજી ઇન્દરવને પણ પોતાની ૪૮ લાખની કિંમતની ૧૯૬૦૦ સ્કવેર ફૂટ જમીન સંઘના માધ્યમ થકી ‚રિયાતમંદોને દાન કરવાની ઇચ્છા જાહેર કરી.

કેરલમાં સેવાભારતી ઇરિનજલકુડાના સચિવ પી. હરિદાસનું માનીએ તો દાનમાં મળેલી જમીનોને કારણે તેમની સંગઠન માટે સેવાનું એક નવું ક્ષેત્ર ખૂલ્યું. અનેક પ્રયત્નો બાદ એવા ૨૪ ‚રિયાતમંદ વિકલાંગોને પસંદ કરવામાં આવ્યા, જેમની પાસે ખુદનું ઘર હતું. એક સમારોહમાં સુંદરમજી અને વનાવા વૃંદાવનની ઉપસ્થિતિમાં મલયાલી સિને અભિનેતા અને રાજ્યસભા સાંસદ સુરેશ ગોપીએ ૨૪ દિવ્યાંગ પરિવારોને ઘર માટે પ્લોટ ફાળવ્યા. યાત્રા અહીં રોકાઈ. હવે સ્વયંસેવકોએ પ્લોટો પર ઘર બનાવી આપવાનું મિશન શરૂ કર્યું. આના માટે સ્વયંસેવકોની એક ટીમ ભંડોળ એકત્રિત કરવા સરકારી યોજનાઓ અને વ્યવસાયિક ક્ષેત્રો સહિત તમામ દાનવીર વ્યક્તિઓનો સંપર્ક કરી રહ્યા છે.

સરકારી હૉસ્પિટલોમાં દર્દીઓ અને જરૂરિયાતમંદોને ખાવા ખવડાવવાનાં ૨૦૦૭માં શરૂ થયેલ સેવાભારતી ઇરિનજલકુડાએ માત્ર થોડાંક વર્ષોમાં સંસ્થાપક સ્વયંસેવક શ્રી પી. હરિદાસ, પી.એમ. શંકરન્ અને . એસ. સાથીસનના કુશળ સંચાલનમાં કરી દેખાડ્યું જે હજારો લોકોનાં જીવનમાં એક નવી ઊર્જાનો સંચાર કરી રહ્યું છે. વર્તમાનમાં સેવાભારતી ઇરિનજલકુડા દ્વારા સંગમેશ્ર્વરા વાનપ્રસ્થાશ્રમના નામ પર એક ઘરડા ઘર, સેવાશ્રય નિલાયમના નામે માનસિક દિવ્યાંગો માટે એક-ડે-કેપર સેન્ટર, રાઉન્ડ કલોક એમ્બુલેન્સ સર્વિસ અને ફ્રિજર સેવા સફળતાપૂર્વક ચલાવાઈ રહી છે.

* * *

- અંબરીષ પાઠક