સાથી હાથ બઢાના

    ૧૯-જાન્યુઆરી-૨૦૧૮


 

આનંદ અને ખુશીના અતિરેકને કારણે સીતાનાં આંસુ રોકાતાં હતાં. થોડા પૈસા ખાતર મજબૂરીમાં આજથી ૨૦ વર્ષ પહેલાં સીતાના પિતાએ પોતાની જમીન શાહુકાર પાસે ગિરવે મૂકી દીધી હતી. ૨૦ વર્ષ બાદ સીતાએ જમીન વ્યાજ સહિત પૂરા ૬૦,૦૦૦ રૂપિયા ચૂકવી છોડાવી લીધી હતી. તમિલનાડુના નાનાઅમથા ગામ કાડાપેરીની સીતાનો પરિવાર હવે વ્યાજની બેડીઓમાંથી મુક્ત થયો છે. ગરીબ પરિવારનું કર્જ ક્યારેય ઊતરી શકત નહીં, જો શ્રી મધુરમ્મન્ સ્વયં સહાયતા સમૂહ તેની વારે ચડ્યું હોત.

રા. સ્વ. સંઘના વરિષ્ઠ પ્રચારક સુંદર લક્ષ્મણજી જણાવે છે કે, ૨૦ વર્ષ પહેલાં તમિલનાડુમાં પછાત વનવાસી ગામોમાં લોકોના વિકાસ માટે સેવા ભારતીએસ્વયંસહાયતા સમૂહોનું ગઠન કરવાનું શરૂ કર્યું હતું. આજે સમગ્ર તમિલનાડુમાં સેવા ભારતીના માધ્યમમાં તેની સંખ્યા ૪૦૦૦થી પણ વધુના આંકડાને આંબી ગઈ છે. સ્વયં સહાયતા સમૂહઆર્થિક સશક્તિકરણની સાથે સાથે સમાજમાં એકમેક પ્રત્યે સહયોગની ભાવના વધારવાનું કામ કરે છે. અન્ચુક્ધનદરાડ ગામનો રાજુ આજે કદાચ જીવિત હોત. જો તે સમૂહ સાથે જોડાયેલ હોત. થોડાં વર્ષો પહેલા તેને હૃદયરોગનો હુમલો થયો. તેને તાત્કાલિક ઓપરેશનની જરૂર હતી. ત્યારે તેની દીકરીને દસ સમૂહોના સદસ્યોએ મળી પૈસા આપ્યા હતા. થાડીક્કરન્કોનમ્ ગામની એક વિધવા મહિલાનું ઘર અકસ્માતે બળી રાખ થઈ ગયું હતું. ત્યારે તે વૃદ્ધ અને નિરાધાર વિધવાની વ્હારે સમૂહની મહિલાઓ આવી અને ઘરવખરીથી માંડી પાક્કું મકાન બનાવી આપ્યું.

હાલ સમગ્ર ભારતમાં આવા સ્વયં સહાયતા સમૂહોઊભા કરવા પ્રવાસ કરી રહેલા રા. સ્વ. સંઘના પ્રચારક સુંદરલક્ષ્મણજી જણાવે છે કે, તમિલનાડુમાં ક્ધયાકુમારી જિલ્લાના થિરપરપ્પુ ગામમાં સંગઠનની મહિલાઓ જાતિ પંચાયત સામે પણ ઊભી થઈ ગઈ હતી. જ્યારે પંચાયતે સંગઠનમાંથી પછાત જાતિની મહિલાઓને બહાર કાઢવાનું ફરમાન કર્યું ત્યારે મહિલાઓએ તઘલખી ફરમાનને માનવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી.

વનવાસી વિસ્તારોમાં ફેલાયેલ શાહુકારી શોષણ અને જાતિ ભેદભાવ વિરુદ્ધ અવાજ બુલંદ કરવા સ્વયં સહાયતા સમૂહે દારૂ વિરુદ્ધ મક્કમતાથી મોરચો માંડ્યો હતો. થાટ્ટીકેરે ગામમાં દારૂનો અડ્ડો હટાવવા સમૂહની મહિલાઓ કલેક્ટર સુધી પહોંચી ગઈ હતી અને અડ્ડાને દૂર કરાવીને દમ લીધો. બરોબર રીતે મુરુથન કોડે ગામના સમૂહ સદસ્યોએ ગેરકાયદે શરાબ બનાવતી ફેક્ટરીને બંધ કરાવડાવી એક મિશાલ કાયમ કરી હતી. સમૂહ સદસ્યોએ લાંબી કાયદાકીય લડાઈ લડી ફેક્ટરીનું લાઇસન્સ રદ કરાવ્યું હતું.

માનવીય સંવેદનાઓના કટોકટીકાળમાં સ્વયં સહાયતા સમૂહ સહયોગ અને ભાઈચારાની મિશાલ બની રહ્યા છે. તમિલનાડુના નાગરકોઈલ વિસ્તારના એક ગામમાં સંગઠનની સદસ્ય મહિલાઓએ ભરતકલી નામની મહિલાની ૨૩ વર્ષીય વિધવા દીકરી શાંતિના પુન: લગ્નનો ખર્ચ ઉઠાવી લીધો તો બીજી તરફ અન્ય એક ગામમાં કેન્સર પીડીત એવી એક ખેતમજૂર મહિલાના મૃત્યુ બાદ તેના અંતિમ સંસ્કારથી માંડી તેની અનાથ બનેલી દીકરીઓ અનિતા અને કલાનાં લગ્ન કરાવી આપવામાં પણ મદદ કરી.

સંઘ સ્વયંસેવકો સમગ્ર ભારતમાંવૈભવશ્રીના નામે પ્રકારના સ્વયં સહાયતા સમૂહો ઊભા કરી રહ્યા છે. જેનો ઉદ્દેશ્ય સહાયતા, સ્વાવલંબન, સ્વાભિમાન અને પરસ્પર વિશ્ર્વાસના સિદ્ધાંતો પર ચાલી સૌનું ભલું કરવાનો છે.