સફળતાની નવી પરિભાષા—સ્વરુપવર્ધિની

    ૧૯-જાન્યુઆરી-૨૦૧૮પુણેની ગંદી-મેલી વસ્તીઓવાળી ઝૂંપડપટ્ટીમાં જન્મેલા અને મોટા થયેલા નેત્રહીન ચંદ્રકાંત આજે બ્લાઈન્ડ સ્કૂલના પ્રિન્સિપાલ છે. જ્યાંથી તેમણે પોતાનો અભ્યાસ શરૂ કર્યો હતો. આવી એક બીજી કહાની સંતોષની છે. મલખમમાં નેશનલ લેવલના ખેલાડી અને પૂના પોલીસમાં હવાલદાર સંતોષ બાળપણથી ઘોર-ગરીબી અને અભાવોની ભેટ ચઢી જતા જો તે સ્વ‚પવર્ધિનીના સંપર્કમાં આવ્યા હોત તો. એટલું નહીં, ગામના ‚ઢિવાદી વાતાવરણમાં બેટી (દીકરી) હોવું તમામ બંધનો સામે ઝઝૂમી - પૂણેનાં આસપાસનાં ગામડાંઓમાંથી છેલ્લાં ૧૬ વર્ષોમાં ૩૦૦૦ છોકરીઓ નર્સના ‚પમાં એક આત્મનિર્ભર અને સન્માનજનક જીવન જીવી રહી છે. પુણે અને આજુબાજુના વિસ્તારમાં થઈ રહેલા વ્યાપક સામાજિક પરિવર્તનને સમજવું હોય તો સેવા ભારતી સાથે સંબંધિત બહુ આયામી પ્રકલ્પસ્વ-રુપવર્ધિનીને સમજવી પડશે.

સંઘના સ્વયંસેવક સ્વ. કિશાભાઉ પટવર્ધને ગરીબ તથા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું જીવન સુધારવાનું સ્વપ્ન ૧૯૭૦માં સ્વરુપવર્ધિનીના રૂપમાં જોયું જે હવે ૨૦૦ ક્લાસ વન તથા ટુ ઑફિસરમાં પૂરું થતું જોવા મળી રહ્યું છે.

હવે વાત કરીએ ચંદ્રકાન્ત ભોસલેની જે આજે પણ દિવસો ભૂલી શક્યા નથી. જ્યારે અંધ હોવાના કારણે તો સ્વ-રુપવર્ધિની-શૈક્ષણિક શાખામાં જઈ શક્યા હતા કે સ્કૂલ જઈ શક્યા હતા. ત્યારે તેનો અભ્યાસ ચાલુ રાખવા માટે સ્વ. કિશાભાઉજીની પ્રેરણાથી વિનામૂલ્યે કોચિંગ સેન્ટરમાં આપનારા ૧૧મા ધોરણમાં અભ્યાસ કરતા એક તેજસ્વી વિદ્યાર્થી વિશ્ર્વાસે નવરાશના સમયમાં ભીમનગર વસ્તીમાં આવીને થોડાંક વર્ષો સુધી ભણાવ્યું. વિશ્ર્વાસની મહેનત રંગ લાવી અને ચંદ્રકાન્ત હાઈસ્કૂલમાં ૭૦% માર્કથી પાસ થયો.

પોતાના એન્જિનિયરીંગના અભ્યાસ દરમ્યાન પણ વિશ્ર્વાસે ચંદ્રકાંતને ભણાવવાનું ચાલુ રાખ્યું. ત્યાર બાદ ચંદ્રકાંતે પાછું વળીને ક્યારેય જોયું નહીં. તે બી.. પછી એમ.. અને બી.એડ. કરી બ્લાઈન્ડ સ્કૂલ (અર્ધશાળા)નો આચાર્ય બન્યો જ્યાં તે ક્યારેક સ્વયં-વિદ્યાર્થી તરીકે હતો.

ઠીક આવી ગંદી ઝૂપડપટ્ટીવાળા વિસ્તારનો ખૂબ મસ્તીખોર સંતોષ જે ભણવા કરતા ખેલકૂદમાં વધારે રસ ધરાવતો હતો. એક સ્પોર્ટ્સ કેમ્પ દરમ્યાન વર્ધિનીના કાર્યકર્તાઓની નજર પડી. એમને સંદીપમાં એક સારા સ્પોર્ટ્સમેન બનવાની તમામ સંભાવનાઓ જોવા મળી. વર્ધિનીએ તેની ફી વગેરેનો ખર્ચ ઉઠાવી તેને એક સ્થાનિક સ્પોર્ટ્સ એકેડમીમાં એડમિશન અપાવ્યું. આજે સંતોષ અખીલ ભારતીય સ્તરે મલખમ ખેલાડી છે અને મહારાષ્ટ્ર પોલીસમાં ભરતી થઈ પોતાના વિભાગની વિવિધ રમતસ્પર્ધાઓમાં નામ વધારી રહ્યો છે. તો બસ એક નાનકડું ઉદાહરણ છે. ચંદ્રકાંત, વિશ્ર્વાસ અને સંતોષની સાથે આવાં તો સેંકડો બાળકો છે, જે વર્ધિનીના સંપર્કમાં આવ્યા અને આજે સમાજ માટે એક ઉદાહરણ રૂપ બનેલ છે.

સ્વ-રૂપવર્ધિનીના ઉપાધ્યક્ષ અને રાષ્ટ્રીય સેવા ભારતીની કેન્દ્રીય ટીમના સભ્ય શિરીષ પટવર્ધન જણાવે છે કે ૧૯૭૯માં પ્રકલ્પ પૂણાના સ્લમ એરિયા (સેવા વસ્તી)માં રહેનારા પ્રતિભાવાન બાળકોને શોધી તેમનો સર્વાંગી વિકાસ સાધવાનું લક્ષ્ય લઈ અસ્તિત્વમાં આવ્યું. ખૂબ નાના પાયે શરૂ થયેલ પ્રકલ્પ આજે એક વિશાળ રૂપ લઈ ચૂક્યો છે. શિરીષજીના જણાવ્યા મુજબ વર્ધિનીના માધ્યમથી રાજ્યકક્ષાની સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે સામાન્ય ફી લઈને ચલાવવામાં આવતા કોચિંગ સેન્ટરમાંથી ભણનારા ૨૦૦થી વધારે ગરીબ બાળકો હવે ક્લાસ વન અને ક્લાસ ટુ ઓફિસર બન્યા છે. બીજી તરફ મોબાઈલ લેબોરેટરી જે ગામેગામ ફરીને વિજ્ઞાનના પ્રયોગો બતાવી વિજ્ઞાન પ્રત્યે રુચિ જાગૃત કરે છે. છેલ્લાં ૧૭ વર્ષોથી ચાલી રહેલ મોબાઈલ પ્રયોગશાળાના માધ્યમથી લગભગ ૧૦૦ ગામડાંઓના હજારો બાળકોની વિજ્ઞાન પ્રત્યે દૃષ્ટિ વિકસિત કરી છે. ઉપરાંત મહિલા સ્વાવલંબન કેન્દ્ર, કાઉન્સેલિંગ સેન્ટર, પાકોલી મોન્ટેસરી સ્કૂલ અને સ્કિલ ડેવલપમેન્ટના ઘણા વિભાગો આજે પ્રકલ્પના માધ્યમથી ચાલી રહ્યા છે.