ટીંગુ શાહરૂખ ખાન - ‘જીરો’નું ટીઝર રીલીઝ

    ૦૨-જાન્યુઆરી-૨૦૧૮

 
 
શાહરૂખ ખાન નવી ફિલ્મનું ટીઝર આવી ગયું છે. ફિલ્મનું નામ ‘જીરો’ છે અને 21 ડિસેમ્બર 2018 એટલે કે આ વર્ષના અંતમાં રીલીઝ થશે. આ ફિલ્મમાં શાહરૂખ સિવાય બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા અને કેટરીના કૈફ પણ મુખ્ય ભૂમિકામાં છે. જોકે, આ સમાચાર શાહરૂખ ખાનના પ્રશંસકો માટે નવા વર્ષની ભેટ સમાન છે.
 
શાહરૂખે ફિલ્મનું ટીઝર જાહેર કરી પોતાના ટ્વિટર એકાઉન્ટ પર લખ્યું, ટીકિટ માટે બેઠા છે, લોકો મારી જિંદગીની, તમાશો પણ પૂર્ણ થવો જોઈએ. ફિલ્મના ટીઝરમાં શાહરૂખને પાગલ, આશિક, શાયર, મક્કાર, મેન્ટલ, દિલદાર, ધોખેબાજ, ખોટા, કમીના, મતલબી, છિછોરા, જોકર જેવા શબ્દોથી સંબોધિત કરવામાં આવ્યો છે. ટીઝરમાં ‘અભિનેતા’ જૂનું ગીત ‘તુમકો હમપે પ્યાર આયા’ પર ઝૂમી રહ્યાં છે.