ઇઝરાયેલના વડાપ્રધાનની ગુજરાતને 'યુનિક' જીપની ભેટ

    ૨૦-જાન્યુઆરી-૨૦૧૮

 
 
17મી જાન્યુઆરી, 2018 ના રોજ ઇઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહૂ, તેમના પત્ની અને ભારત ના વડાપ્રધાન ગુજરાત ની મુલાકાતે આવ્યા. આ મુલાકાતમાં નેતન્યાહૂ એ એક યુનિક ભેટ ગુજરાત ને આપી. આ ભેટ એટલે ગલમોબાઇલ ટેક્નોલોજીથી ચાલતી જીપ છે, જે ખારા અને પ્રદુષિત પાણી ને મીઠું બનાવે છે. આવો જાણીએ તેની કેટલિક વિષેશતા…
 

 
ગલ ટેક્નોલોજી શું છે?
 
આ જીપનો પ્રોજેક્ટ GAL(ગલ) વોટર પ્યોરિફિકેશન ટેક્નોલોજી વડે પેટન્ટ કરવામાં આવ્યો છે. 2015માં જયારે સૌ પ્રથમ વખત આ ટેક્નોલોજી મુકાઈ, ત્યારે આખી દુનિયામાં આ સર્વપ્રથમ ટેક્નોલોજી હતી. આ મોબાઈલ પ્લાન્ટ રોજના 20,000 લીટર ખારા પાણી ને મીઠું કરી પીવાલાયક બનાવે છે અને એટલું જ નહીં પરંતુ 80,000 લીટર કાદવ વાળું અને પ્રદુષિત પાણી ને WHO ના સ્ટાન્ડર્ડ પ્રમાણે પીવાલાયક બનાવે છે. એટલે ટૂંક માં આ જીપ એક સ્વતંત્ર, સંકલિત અને હરીફરી શકે તેવી ટેક્નોલોજી છે. આ જીપનો મુખ્ય ધ્યેય 'પીવાલાયક પાણી- કોઈ પણ સ્ત્રોતમાંથી, ગમે ત્યાં અને ગમે તે સમયે.' છે.
 
આ જીપ ની વિશેષતાઓ:-
 
# 1. જીપ સ્વતંત્ર હલનચલન કરી શકે તેવી અને ઑટોમૅટિક છે.
# 2. માત્ર 1540 કિલો ની જ આ જીપ છે.
# 3. પાણીના સંભવિત કોઈ પણ સ્ત્રોત જેવા કે સમુદ્ર, નદી, કુવા, વાવ સાથે તે કનેક્ટ થઇ શકે છે અને
તે પાણીને શુદ્ધ બનાવી શકે છે.
# 4. આ જીપ પાણીને WHO ના સ્ટાન્ડર્ડ પ્રમાણે શુદ્ધ બનાવે છે.
# 5. જીપમાં એડવાન્સ કંટ્રોલ સિસ્ટમ છે જેથી કોઈ પણ માણસ ની જરૂરિયાત વિના તે કામ કરી શકે છે.
# 6. હવામાનની કોઈ પણ પરિસ્થિતિમાં કામ કરી શકે તે રીતે જીપ સક્ષમ છે.
# 7. જીપ ની ઝડપ 90કિમિ પ્રતિ કલાક છે.
# 8. આ જીપનું કદ ખુબ જ નાનું છે જેથી તેને ગમે ત્યાં સ્ટોર કરી શકાય છે અથવા તો લઇ શકાય છે.
 
ભારત ને શું ફાયદો થશે?
 
ભારતમાં પાણી ની વિકરાળ સમસ્યા છે, જેથી મોટા ભાગ ની પ્રજા ને પીવા માટે ચોખ્ખું પાણી પણ મળતું નથી. આ ટેક્નોલોજીની મદદથી આપણા લોકો ને પીવા માટે પાણી મળી રહેશે. 2050 સુધી માં ભારતની વસ્તી 1.7 બિલિયન થવા ની ભીતિ છે, તેથી પાણીની સમસ્યા વિકટ થશે. ભારત ની જોડે વિશાળ દરિયાકિનારો છે, અહિં આ ટેક્નોલોજીથી ફાયદો થશે. આ સેમ્પલ મશીનને સુઈ ગામ આગળ મુકવાનું છે. જેથી નડાબેટ વિસ્તારમાં મીઠું પાણી મળી રહે અને સૈનિકોને પાણીની સમસ્યા પણ ઉકેલી શકાય.
 
- હર્શિલ મેહતા