જીવસેવા એ જ શિવસેવા

    ૨૦-જાન્યુઆરી-૨૦૧૮


 

૧૮૮૪ની વાત છે. ઠાકુર શ્રી રામકૃષ્ણ પરમહંસ ભક્તો સાથે સત્સંગ કરી રહ્યા છે. વૈષ્ણવ ધર્મની વાત નીકળતાં ઠાકુર બોલ્યા, ‘ મત ત્રણ બાબતોનો ઉપદેશ કરે છે, નામમાં રુચિ, જીવ પર દયા અને વૈષ્ણવપૂજન. ભગવાનનું નામ અતિ પ્રેમથી લેવું. ભગવાનને વહાલા ભક્તો. આથી ભક્તોની સેવા , ભગવદ્સેવાની અભિલાષા. એમના બાલુડાની સેવાથી પ્રસન્ન થાય તથા સંસ્કાર સર્જનહારનું સર્જન હોય એમ શ્રદ્ધા રાખી સર્વે જીવ પર દયા કરવાનો.’ સર્વે જીવ પર દયા એમ કહેતાં , શ્રી રામકૃષ્ણ પરમહંસ સમાધિસ્થ થઈ ગયા ! પછી અર્ધ-બાહ્ય દશામાં આવીને કહેવા લાગ્યા : ‘જીવ પર દયા ? હટ્ !’ મગતરામાં મગતરું તું વળી જીવ પર દયા કરવાનો ? દયા કરવાવાળો તું વળી કોણ ? ...ના...ના જીવ પર દયા નહીં, જીવની સેવા, શિવાજ્ઞાને જીવસેવા.

ઠાકુરનો ભાવાવેશ શમી ગયા પછી બહાર આવીને નરેન્દ્રનાથ બોલ્યા : ઠાકુરનાં વચનોમાં, અદ્ભુત પ્રકાશને નિહાળ્યો. મને મંત્ર મળી ગયો. જીવ સેવા શિવ સેવા. વ્યવહારિક વેદાંત. જેનું અવલંબન સંસારના સઘળા કામમાં લઈ શકાય. સર્વ ભૂતોમાં ઈશ્ર્વરને નિહાળતી ભક્તિધારા, કર્મયોગી, રાજયોગી પણ વચનથી વિશેષ પ્રકાશ પામશે. સત્યનો પ્રચાર સંસારના ખૂણે ખૂણે કરીશ. પંડિત, મૂર્ખ, ધની, દરિદ્ર, બ્રાહ્મણ, ચંડાલ સહુને મુક્તિમંત્ર આપીશ.

- નરેન્દ્ર ત્રિવેદી, પાલિતાણા