તંત્રી સ્થાનેથી : પ્રજાસત્તાક દિને સેવાની સરવાણી...

    ૨૦-જાન્યુઆરી-૨૦૧૮


 
 

એક સંસ્કૃત ઉક્તિ પ્રમાણે ઈવ સેવાતેના જેવું થવું તે સેવા. અર્થાત પરમેશ્ર્વર જેવા થવું તે સેવા. પરમેશ્ર્વર સચરાચર સૃષ્ટિનું પાલનપોષણ કરે છે તે રીતે મનુષ્યએ પણ ઈશ્ર્વરદત્ત દરેક ક્ષમતાઓનો ઉપયોગ કરીને પોતાની આસપાસના સમાજની સેવા કરવી. હિન્દુ સંસ્કૃતિના મુળમાં સેવા-સમર્પણનો ભાવ રહેલો છે. ‘પરસેવા પ્રભુસેવા’, ‘નરસેવા નારાયણ સેવા’, ‘નદીયાં પિયે કભી અપના જલ, ‘વૃક્ષ ખાયે કભી અપના ફલ’, ‘તેરા તુજકો અર્પણ’, ઉકિતઓમાં ભાવ પ્રકટ થાય છે. હિન્દુ સંસ્કૃતિએ ઉજાગર કર્યુ છે કે પ્રકૃતિના દરેક તત્વો સતત સમર્પણ કરે છે, મનુષ્ય પણ રીતે મુળે સેવા કરવા જનમ્યો છે.

હિન્દુસ્થાનમાં સેવાની ધુણી ધખાવીને બેઠેલાં અનેક ક્ષેત્રો, સંસ્થાઓ, વ્યક્તિઓ છે જેમાં ૧૯૨૫માં સ્થપાયેલ વિરાટ હિન્દુ સંગઠન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ મોખરે છે. સંઘ તથા તેની ભગીની સંસ્થાઓ, વિવિધ ક્ષેત્રો અને વ્યકિતગત સ્વયંસેવક દ્વારા સમાજમાં સેવાની સરવાણી વહી રહી છે. જેમાં લાખ અને પ૦ હજારથી પણ વધુ સેવા કાર્યો ચાલે છે, વિવિધ પ્રકલ્પો દ્વારા અનેક ક્ષેત્રોમાં સમાજના ‚રિયાતમંદ લોકોને મદદ કરવાનો એક વિરાટ યજ્ઞ ચાલે છે.

આવતી ૨૬મી જાન્યુઆરીએ દેશ ૬૯મો પ્રજાસત્તાક દિન ઉજવશે. સાત દાયકામાં દેશની પ્રગતિ ઉડીને આંખે વળગે તેવી છે, છતાં ૨૫ કરોડમાંથી ૧૨૫ કરોડની જનસંખ્યા થતાં હજુ પણ કેટલાય ખૂણે અભાવ, પીડા, દુ:ખમાં કેટલાંક લોકો છે. હજુ પણ ફૂટપાથ પર કોઈ વૃદ્ધા દવા વિના પીડાય છે, અનાથ બાળકો પાટી અને પેન માટે તરસે, રેલ્વે પ્લેટફોર્મ પર ભીખ માટે લાંબાવાતા હાથ, ઝુંપડીઓમાં ભુખ્યા પેટે સૂઈ રહેતા લોકો, પૂર કે બીજી આફતોમાં બરબાદ થયેલા મનુષ્યો આપણા હૈયા હચમચાવી મુકે છે. અનેક સેવાવ્રતીઓએ આવા લાખો લોકોની મદદ કરી છે. વેદનાને સેવાનો મલમ લગાવીને પરિવર્તન આણ્યા છે.

સમાજ જીવનમાં સેવાકાર્ય કરનારા અનેક સેવાભાવિ સંગઠનો, સંસ્થાઓ, સમુહો અને વ્યકિતઓનો અંકમાં પરિચય આપ્યો છે. સંઘના દોઢ લાખ જેટલાં કાર્યોમાંથી તારવેલું સેવાગાથાનવનિત છે. ૬૯માં પ્રજાસત્તાક દિનેસાધનાસાપ્તાહિક સેવાગાથાને લોકો સુધી પહોંચાડીને વિરાટ કાર્યમાં સહભાગી થઈ રહ્યું છે. શિક્ષણ, આરોગ્ય, રોજગાર, સ્વાવલંબન, મહિલાઉત્થાન, બાળ વિકાસ, ગરીબી, કૃદરતી કે કૃત્રિમ આપતિમાં સમાજની પડખે ઉભા રહેનારા સેવાવ્રતીઓની અહીં ગાથા રજુ થઈ છે. સમાજના ગરીબ, પીડીત, શોષિત, દુ:ખી, લાચાર, મુશ્કેલીમાં સપડાયેલા અને કાળનો ભોગ બનેલા લોકોને મદદરૂપ બનવા પુરતું નહીં પરંતુ સમાજમાં તેઓ સ્વમાનથી જીવી શકે તેવી શ્રદ્ધા અને આત્મવિશ્ર્વાસ તેમનામાં કેળવવાનું કાર્ય પણ સેવાવ્રતીઓ દ્વારા થયું છે.

અનાથ બાળકોને માતૃ-પિતૃછાયા આપી, મનોરોગિયોને અરૂણ ચેતનાથી ચેતનવંતા કર્યા, નવી પેઢીના યુવાનોને દેશ સાથે જોડવા યૂથ કાર સેવા કરી, કેંસર કે હાર્ટની બિમારીથી પીડાતા લોકો માટે સારવાર ભોજન વગેરેની વ્યવસ્થા ઉભી કરી, સમાજ દ્વારા તિરસ્કૃત કૃષ્ઠ રોગીઓ માટે આશ્રમો ખોલ્યા, મહિલાઓને સક્ષમ અને નીડર બનાવી. શિક્ષણથી વંચિત વિદ્યાર્થીઓને ભણતર તથા દૂર-દરાજના વિસ્તારોમાં, વનવાસી જિલ્લાઓમાં વસતાને મુખ્ય પ્રવાહમાં લાવવા. આવા અનેક સેવાકાર્યો સ્વયંસેવકોએ સાચા સેવભાવી બનીને કર્યા છે. સેવાગાથાવિશેષાંકના પ્રથમ ભાગમાં સેવા કાર્યો થકી પરિવર્તન લાવનારા દેશભરના સેવાભાવીઓની હૈયું હચમચાવી દેતી સત્યઘટનાઓ પ્રકાશિત કરી છે. તથા બીજા ભાગમાં ગુજરાતમાં સેવા કાર્યો કરતી સંસ્થાઓ અને તેમના સેવાકાર્યોનો પરિચય આપ્યો છે. સક્ષમ વ્યકિત અન્યની સેવા કરવા પ્રેરાય, સમાજનો સેવક બને અને સેવાની જ્યોતને પ્રજ્જવલિત રાખે એક માત્ર શુભાશય છે.

સાધના પ્રકાશિત કરેલ સેવાગાથા વિશેષાંકમાં મદદરૂપ બનનારા શુભેચ્છકો, વિજ્ઞાપનદાતાઓ, કાર્યકર્તાઓ અને લેખકો અન્ય તમામ સહયોગીઓનોસાધનાઆભાર માને છે. આપણે સૌ સાથે મળી સેવાની જ્યોતને વધારે ઉજાળીએ એજ અભિલાષા.