શટ ડાઉન' થઇ અમેરિકન સરકાર!

    ૨૦-જાન્યુઆરી-૨૦૧૮

 
ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યાની પ્રથમ વર્ષગાંઠે 'શટ ડાઉન' ની ગંભીર પરિસ્થિતિ ઉભી થઇ છે. સરકારી ખર્ચને લગતા એક મહત્વપૂર્ણ આર્થિક પ્રસ્તાવ ઉપર સાંસદોની મંજૂરી પ્રાપ્ત ન થતા અહીં સરકારને 'શટ ડાઉન' કરવાની ફરજ ઉભી થઇ છે. તેનો મતલબ એ થાય કે, હવે અહીંયા ઘણા સરકારી વિભાગો બંધ કરવા પડશે અને લાખો કર્મચારીઓને પગાર વગર જ ઘરે બેસવું પડશે.
જો કે અમેરિકાના ઇતિહાસમાં આવું અનેકવાર બન્યું છે. આ પહેલા ઓકોટબેર,2013માં બરાક ઓબામા જયારે રાષ્ટ્રપતિ હતા ત્યારે પણ બે સપ્તાહ સુધી તમામ સરકારી સંસ્થાઓને બંધ કરવાની નોબત આવી હતી. આ કારણે 8 લાખ કર્મચારીઓને વિના વેતન ઘરે બેસવું પડ્યું હતું. આ પહેલા 1981, 1984, 1990 અને 1995-96માં પણ શટ ડાઉનની પરિસ્થિતિ ઉભી થઇ ચુકી છે.