વડાપ્રધાન પદે રહી માતા બનનારી વિશ્વની બીજી મહિલા - જેસિકા આર્ડેન

    ૨૩-જાન્યુઆરી-૨૦૧૮

 
 
ન્યુજીલેન્ડની વડાપ્રધાન જેસિકા આર્ડેન હમણા જ ગર્ભવતી હોવાની જાહેરાત મીડિયા સમક્ષ કરી છે. મીડિયા સામે આવી ને તેમણે જણાવ્યું હતું કે” વર્ષ ૨૦૧૭ અમારા માટે ખાસ છે. હું મા બનવાની છું” મહત્વની વાત એ છે કે આ બાબતની જાહેરાત તેમણે પોતે જ કરી હતી. જૂન મહિનામાં તેમના ઘરે પારણું બંધાશે. જોકે વડાપ્રધાન પદ દરમિયાન જ માતા બનનારા તે બીજા નેતા છે.
 
આ અગાઉ પાકિસ્તાનના બેનઝીર ભુટ્ટોએ પણ વડાપ્રધાન પદે રહેતા બાળકને જન્મ આપ્યો હતો. માતા બનવાની જાહેરાત બાદ ન્યૂઝીલેન્ડના વડાપ્રધાનને સોશિયલ મીડિયા પર ચારેકોરથી અભિનંદનની વર્ષા થઈ રહી છે.