દાવોસમાં દુનિયાના ૯૦૦ સીઈઓને નરેન્દ્ર મોદીને સાંભળવાની ઇચ્છા હતી

    ૨૩-જાન્યુઆરી-૨૦૧૮

 
 
દાવોસ બેઠકમાં આજે ભારત માટે મોટો દિવસ બની રહ્યો. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણ સાથે વર્લ્ડ ઇકોનોમીક ફોરમની ૪૮મી બેઠકનો પ્રારંભ થયો. વડાપ્રધાને વિશ્વ સમક્ષ ભારતીય અર્થવ્યવસ્થા, નિવેષ અને નીતિઓ વાત કરી તેમજ જણાવ્યું કે આજે ડેટા પર કાબૂ મેળવવાની હોડ ચાલી છે. કેમ કે ડેટા પર કાબૂ મેળવનારનું ભાવિમાં વર્ચસ્વ રહેવાનું છે. આજે ડેટા સૌથી મોટી સંપત્તી છે.
 
મહત્વની વાત એ છે કે દુનિયાના ૯૦૦ સીઈઓને નરેન્દ્ર મોદીને સાંભળવાની ઇચ્છા હતી. વર્લ્ડ ઇકોનોમીક ફોરમ દ્વારા કહેવમાં આવ્યુ હતું કે ભારતની ઝડપથી વધતી અર્થવ્યવસ્થા છે અને અહિં મોટી સંખ્યામાં ઉદ્યમીઓ છે. આ જ કારણ હતું કે ઉદ્ધાટન સત્રમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પંસદગી થઈ હતી…