લાલુ યાદવને પાંચ વર્ષની જેલની સજા, 10 લાખનો દંડ

    ૨૪-જાન્યુઆરી-૨૦૧૮

 
ચાઇબાસા કોષાગાર મામલે લાલુ પ્રસાદ યાદવને પાંચ વર્ષની સજા સંભળાવવામાં આવી હતી. સીબીઆઇની સ્પેશ્યલ કોર્ટે બુધવારે સજાની જાહેરાત કરી હતી. લાલુને 10 લાખ રૂપિયાનો દંડ પણ કરાયો હતો. ઘાસચારા કૌભાંડનો આ ત્રીજો કેસ હતો. આ અગાઉ દેવઘર કોષાગાર મામલે લાલુ યાદવ પહેલાથી સજા કાપી રહ્યા છે લાલુની સાથે બિહારના પૂર્વ સીએમ જગન્નાથ મિશ્રાને પણ દોષી જાહેર કરવામાં આવ્યા છે, તેમને પણ 5 વર્ષની સજા સંભળાવવામાં આવી છે. આ કેસમાં 6 લોકોને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે.