વાત, પદ્મપુરષ્કારોથી સમ્માનિત ગુમનામ નાયકોની…

    ૨૭-જાન્યુઆરી-૨૦૧૮

 
સરકારએ વિભિન્ન ક્ષેત્રોમાં વિશિષ્ટ અને અસાધારણ પ્રદાન માટે પદ્મ પુરસ્કારોની જાહેરાત કરી છે. પ્રાજાસત્તાક દિનની પૂર્વ સંધ્યાએ આ નામો જાહેર થયા. જેમાથી કેટલાંક નામો તો ખૂબ અજાણ્યા હતા પણ તેમનું કામ અકલ્પનિય છે. આ વર્ષે કૂલ ૮૫ લોકોને પદ્મ, ૭૩ લોકોને પદ્મશ્રી પુરસ્કારથી સંમ્માનીત કરવામાં આવ્યા. અહિં એવા કેટલાંક લોકોની વાત મુકવામાં આવી છે જેઓ અજાણ્યા છે જે ભલે સમાચારોમાંના રહ્યાં હોય પરંતુ તેઓએ પોતનાં કામથી સમાજને એક નવી દિશા આપી મૂકક્ર્રાંતિ કરી છે. આવો મળીએ આવાજ કેટલાક ગુમનામ નાયકોને..જેમનું કામ જોઇ દરેકને પ્રેરણા મળે તેમ છે…
 

 
૧૫૦૦૦ પ્રસુતિ કરાવનાંર જનની અમ્મા
 
કર્ણાટકનાં અતિ પછાત વિસ્તારોમા ૯૭ વર્ષનાં સુલગટ્ટિ નરસમ્માં છેલ્લાં ૭૦ વર્ષથી મજૂરી કરતી મહિલાંઓની પ્રસુતિ કરાંવી રહ્યાં છે, અને એ પણ એક દમ મફતમાં. અત્યાર સુધીમાં અમ્માએ ૧૫૦૦૦થી વધુ ગરીબ મજૂરી કરતી મહિલાંઓની પ્રસુતી કરાવી છે.
 

 
 
જંગલી જડીબુટ્ટીઓથી ૫૦૦ દવા બનાવી
 
દક્ષિણ ભારતની આદીવાસી મહિલાં લક્ષ્મીકુટ્ટી જંગલોમાં પસાર કરેલાં પોતના લાંબા જીવન અને બહોળા અનુભવને આધારે જંગલી જડીબુટ્ટીઓમાંથી ૫૦૦ દવાઓ તૈયાર કરી ચુક્યાં છે. તેમની દવાઓ સાંપ અને ઝેરી જીવ જંતુઓના ડંખમા અક્શીર સાબિત થઈ છે.
 

 
 
સ્નેક્મેન ઓફ ઇન્ડિયા
 
૭૪ વર્ષનાં રૉમુલુસ વિટેકર સ્નેકમેન ઓફ ઇન્ડિયા તરીકે પણ ઓળખાય છે. તેઓ છેલ્લા છ દાયકા એટલે કે ૬૦ વર્ષથી સાંપોનુ સંરક્ષણ કરી રહ્યાં છે. તેઓએ કર્ણાટકમાં એક આંતરાષ્ટ્રીય જીન બેંકની સ્થાપના કરી છે. જેમાં ૨૧૦૦ મગર, કાંચબા અને સાંપ રાખવાં આવ્યાં છે.
 
 
 
નાગાલેન્ડનાં ગાંધીવાદી દાદી
 
લેંટિના નાગલેન્ડનાં દાદીના નામે જાણીતાં છે. આ મહિલા પોતના ચુચુઇમ્લાંગ નામના ગામનાં એક માત્ર મહિલાં છે જેઓએ ૭મું ધોરણ પાસ કર્યુ હોય. તેઓ નાગાલેન્ડની પહાડીઓમાં દાયકાઓથી ગાંધી વિચારોનો પ્રચાર પ્રસાર કરી રહ્યાં છે.
 

 
 
તિબેટીયન તબીબ પેશી ઢાંડેન
 
તિબેટીયન બૌધ્ધ ભિક્ષુ અને દલાઇ લામાનાં ફિજિશિયન પેંસી ઢાંડેને પણ પદ્મશ્રી સમ્માનથી નવાજવામા આવ્યા છે. ૯૦ વર્ષનાં પેશી ઢાંડેને તિબેટનાં હર્બલ મેડિશિન સોવા રિગ્યાના જાણકાર તરીકે આ સમ્માન આપવમા આવ્યું છે.