પાકિસ્તાનને હરાવી ફાઈનલમાં પહોચી ભારતીય યંગ ટીમ

    ૩૦-જાન્યુઆરી-૨૦૧૮

 
 
વર્તમાનમાં ન્યુઝીલેન્ડમાં રમાઇ રહેલા અંડર-19 વર્લ્ડ કપની સેમિફાઇનલમાં ભારતે પાકિસ્તાનની ટીમને હારાવી છે. ક્રાઇસ્ટચર્ચમાં રમાયેલી આ મેચમાં ભારતે પહેલા બેટિંગ કરતા 50 ઓવરમાં 9 વિકેટે 272 રન બનાવ્યા હતા, જેના જવાબમાં પાકિસ્તાન માત્ર 69 રનમાં જ ઓલઆઉટ થઇ ગયું હતું. ભારતે પાકિસ્તાનને 203 રનથી પરાસ્ત કર્યું. શુભમાન ગિલે શાનદાર શતક લગાવ્યા બાદ ભારતીય બૉલરોએ શાનદાર પ્રદર્શન કરતાં પાકિસ્તાનને ઢેર કરી દીધું હતું. ફાઇનલમાં ભારતનો મુકાબલો ઓસ્ટ્રેલિયા સામે થશે. મહત્વની વાત એ છે કે, આ છઠ્ઠીવાર છે જ્યારે ભારતીય ટીમ અંડર-19 વર્લ્ડ કપની ફાઇનલ મેચમાં પહોંચી છે. આગામી ૩ ફેબ્રુઆરીએ ભારતીય સમયાનુસાર ફાઈનલ મેચ સવારે 6.30 વાગે શરૂ થશે.