યાદ કરો આ ટ્રેઈન સેલ્ફી વીડિઓ ! પણ એ તો એક નાટક હતું.

    ૩૧-જાન્યુઆરી-૨૦૧૮

 
આ વિડીઓ તો તમે જોયો જ હશે…
 
થોડા દિવસ પહેલાની જ વાત છે. એક વીડિઓ જોરદાર વાઈરલ થયો. જેમાં એક યુવાન ચાલતી ટ્રેઈન સામે ઉભો રહી ફોટો પાડવા જાય છે અને પાછળથી ટ્રેઈન આવી તેને અથડાઇ જાય છે. આ પછી યુવાનનું શું થયું એ વીડિયોમાં ખબર નથી પડતી પણ વીડિયોમાં જે દેખાય છે અને જે અથડાવાનો અવાજ આવે છે તેના પરથી જરૂર લાગે કે તે યુવાન આ દુનિયામાં નહિ રહ્યો હોય. આ વિડિઓ ન જોયો હોય તો પહેલ જોઇ લો...
 
 
 
નેશનલ મીડિયા અને વીડિઓ
 
આ વિડિઓ એટલો બધો વાઈરલ થયો કે મીડિયાએ પણ તેની નોંધ લેવી પડી. મીડિયાએ આજના સેલ્ફી પ્રેમી યુવાનો પર રીતસર માછલા ધોયા. વારંવાર વીડિયો દેખાદવામાં આવ્યો. પણ કોઈએ એ યુવાનની બેકગ્રાઉન્ડ સ્ટોરી ન કરી. તે યુવાનનું શું થયું તે પણ જાણવાની કોશિશ ન કરી. અરે વિડીઓ સાચો છે કે ખોટો એ પણ તપાસવાની કોશિશ ન કરી. બસ લોકો સહિત મીડિયાએ પણ માની લીધું કે આ વિડીઓ સાચો છે. પણ મહત્વની વાત એ છે કે આ વીડિયો માત્ર એક નાટક હતું. એક એડિટા સોફ્ટવેરનો ઉપયોગ કરી તેને બાનાવવામાં આવ્યો હતો.
 
આ રીતે બહાર આવી સાચી વાત….
 
આની ખબર ત્યારે પડી જ્યારે એબીએન ટેલુગુ ન્યુઝ ચેનલે એક આ વિડિઓની તપાસ કરી. તેણે આ છોકરાને શોધી પાડ્યો.તેનું નામ શિવા છે અને તે સાજો માજો પણ છે. શિવા આ ચેનલને કહે છે કે આ વિડીઓ ફેક છે. આ મે અને મારા મિત્રોએ માત્ર મજા માટે બનાવ્યો હતો.
 
જુવો એ ન્યુઝ ચેનલની સ્ટોરી... 
 
 
 
આ સ્ટોરી કરનાર Nellutla Kavitha એ આ મિત્રોનો એક નાનકડો વીડિઓ પણ ટ્વીટર પર પોસ્ટ કર્યો છે જેમાં શિવાનાં મિત્રો હસતા હસતા કહે છે કે “કુછ નહિ હુઆ ઇસકો, મસ્ત હૈ બડા, ખાકે પિકે…” તમે પણ જુવો….