ચર્ચાને ચોતરે : શું ઇસુ ભારતમાં આવ્યા હતા ?

    ૦૫-જાન્યુઆરી-૨૦૧૮


ચર્ચ અને ઇસુના મૂળભૂત સિદ્ધાંતો સામે પડકાર ઊભો કરતાં તથ્યો...

જીસસ ભારત આવ્યા હતા કે નહીં તે વિષયે (Christ in India) આજકાલ ખૂબ ચકચાર જગાવી છે. કેટલાંક લોકોનું કહેવું છે કે ઇસુના ભારત આગમનની વાત ઇસાઈ મિશનરીઓની બૃહદ યોજનાનો હિસ્સો છે, જેથી તેઓ આસાનીથી મતાંતરણ કરી શકે. બાબતે આજે બે વાતોનું સંશોધન ખૂબ જરુરી થઈ પડે છે. પહેલી વાત કે શું ઇસુને ભારત સાથે જોડવા મિશનરીઓની કોઈ યોજનાનો હિસ્સો હોઈ શકે ખરો ? બીજી વાત કે ઇસુના ભારત આગમનનો લોક પ્રચાર કરવાથી ફાયદો કોને થાય? આપણને કે મિશનરીઓને ?

મારા (લેખક શ્રી અભિજીત સિંહના) અંગત મત અનુસાર ઇસુના ભારત આગમનનો વિષય મિશનરીઓની કોઈ યોજનાનો હિસ્સો નથી. ઉલટાનું તે લોકો તો બાબતથી ગુસ્સે થાય છે. તેઓને વિષયથી ફાયદાને બદલે નુકસાન થયું છે અને આગળ પણ થશે.

આવો મત રજૂ કરવા પાછળ લેખકે ઇસાઈયતના વિશ્ર્વાસનો આધાર લીધો છે. ઇસાઇયતના મૂળ આધાર (Basics of Christianity) મુજબ નીચે મુજબની બાબતો ફલિત થાય છે.

. ઇસુ ખુદાનો પુત્ર છે અને તે તેમના દ્વારા જન્મ ધારણ કરનાર સંતાન છે. ઇસુ ત્રણ ઇશ્ર્વરમાંના ત્રીજા ઇશ્ર્વર છે.

. ઇસુને શૂળી પર લટકાવીને મારી નાખવામાં આવ્યા હતા.

. મારવામાં આવ્યાના ત્રીજા દિવસે ઇસુ પુનર્જિવિત થયા હતા.

. ઇસુનું સદેહ સ્વર્ગારોહણ થયું હતું.

. ‘ડે ઑફ જજમેન્ટ’ (-ઉફુ) પહેલા તેઓ ફરી વખત આવશે.

***

ઇસાઈઓની ઉપરોક્ત માન્યતાઓના આધાર પર સેન્ટ પોલે ઘોષણા કરી હતી કે, ’And if christ has not been raised, then our preaching is in vain and your faith is in vain.’ (અર્થાત્ જો ક્રાઈસ્ટે જન્મ નથી લીધો તો આપણા ઉપદેશો અને તમારો વિશ્ર્વાસ બેકાર થઈ ગયા.) વિચાર ઇસાઈયતની બુનિયાદ છે. એટલે કે જો ઇસુ શૂળી પર ચઢીને નથી મર્યા, તો ઇસાઈયત ખતમ. જો એવું સિદ્ધ થઈ જાય કે ઇસુ ભારત આવ્યા હતા તો ચર્ચનો પહેલો મૂળભૂત સિદ્ધાંત કે, ‘ઇસુ ને શૂળી પર ચઢાવીને મારી નાખવામાં આવ્યા હતા તેખતમ થઈ જાય છે. બીજો પાયાનો સિદ્ધાંત કે, ‘તેઓ મર્યા નહોતા.’ તો તેમના પુર્નજીવનનો સવાલ ઊભો થતો નથી. ચર્ચનો ત્રીજો સિદ્ધાંત કે, ‘ઇસુ સદેહે સ્વર્ગે ગયા હતા.’ તે પણ ખતમ થઈ જાય છે અને તેઓફરી વખત આવશેતેવી માન્યતા પણ આધારહીન બની જાય છે. એટલું નહીં ઇસુના ઇશ્ર્વરીય તત્ત્વનાં તમામ દાવાઓ અહીં પડી ભાંગે છે. ઇસુ ભારતમાં આવ્યા અને અહીં રહ્યાં એટલા માત્રથી સમગ્ર ઇસાઈયત પોતાના મૂળમાંથી ઉખડીને ફેંકાઈ જાય છે.

...તો ઈસાઈયતની ઈમારત ભાંગી પડશે

હોલગર કર્સ્ટને પોતાના પુસ્તકજીસસ લિવ્ડ ઇન ઇન્ડિયાલખ્યું ત્યારે સમગ્ર દુનિયાના ચર્ચમાં ચકચાર મચી ગઈ હતી. ચર્ચ ક્યારેય સહન કરી શકે કે જે ઇસુને તેઓ ઇશ્ર્વર માને છે તેઓ જ્ઞાન અને પનાહ માટે ભારત આવ્યા હતા અને ઋષીમુનિઓના ચરણોમાં બેસીને શિક્ષા ગ્રહણ કરી રહ્યા હતા. ચર્ચે જે દિવસે મુર્ખામી કરી દીધી દિવસે ઇસાઈયતની ઇમારત પડી ભાંગશે, માટે ચર્ચ આવી મુર્ખામી ક્યારેય નથી કરતું.

સિંગાપુર સ્પાઈસ એરજેટની એક પત્રિકામાં ઇસાઈને શૂળી પર ચઢાવ્યા બાદ તેમના કાશ્મીર આગમનને લઈને એક આલેખ પ્રકાશિત થયો હતો. જે બાબતેકેથોલિક સેક્યુલર ફોરમનામની સંસ્થાએ ખૂબ મોટો વિરોધ કર્યો હતો. ભારતના પૂર્વોત્તરના રાજ્યોમાં ક્રિશ્ર્ચિયનોએ પ્રદર્શનો પણ કર્યા હતા. વિરોધથી ગભરાઈને પત્રિકાની ૨૦ હજાર નકલો પાછી ખેંચાઈ હતી અને પત્રિકાના ડાયરેક્ટર અજયસિંહે માફી પણ માંગવી પડી હતી. ઇસાઈઓએ વિરોધ એટલા માટે કર્યો હતો કે ભારત ભ્રમણની સ્વીકારોક્તિ પછી ચર્ચ પાસે શું વધશે ? ‘તેમનાકથિત ઇશ્ર્વરએક સામાન્ય યોગી સાબિત થઈને રહી જશે. એક એવા યોગી જેઓએ ભારતમાં જ્ઞાન પ્રાપ્ત કરવા આવવું પડ્યું હતું. પછી તેઓ કયા મોઢેપ્રભુ તારું રાજ આવેની વાતો કરશે.

ઇસાઈઓની મુશ્કેલી અને ચિંતા બાબતને લઈને છે કે, જો ઇસુનો હિન્દુસ્તાન સાથે સંબંધ સાબિત થઈ ગયો તો ચર્ચના વિશાળ સામ્રાજ્યનો પાયો હચમચી જશે. તેમના માટે તો માનવું પણ અપમાનજનક છે કે તેઓ જે ઇસુને ખુદાનો બેટો માને છે તેણે હિન્દુસ્તાનમાં આવીને અહીંના સાધુઓ પાસેથી જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું.

પુરાણોમાં પણ ઇસુ ભારત આવ્યાનો ઉલ્લેખ !

કેટલાંક લોકોને પ્રશ્ર્ન થાય કે શું ચર્ચનો પ્રોપેગેંડા તો નથી ને ? ના, બિલકુલ નહીં ! કારણ કે આપણે ક્યારેય કોઈ ક્રિશ્ર્ચિયન મિશનરીને ઇસુના ભારત ભ્રમણની વાતને આધાર બનાવીને તેમના ધર્મનો પ્રચાર-પ્રસાર કરતા જોયા કે સાંભળ્યા નહીં હોય. એટલું નહીં પ્રકારનું સાહિત્ય પણ તેઓ કદી પ્રસારિત કરતા નથી. ઇસુના ભારત ભ્રમણની વાત તો સૌથી પહેલાં આપણા ગ્રંથ ભવિષ્યપુરાણે કરી છે. વર્ણન અઢાર પુરાણોમાંના એક એવા ભવિષ્યપુરાણના પ્રતિસર્ગપર્વના દ્વિતીય અધ્યાયના શ્ર્લોકોમાં મળે છે. અહીં ઇસુની શક રાજા સાથેની મુલાકાતનું પણ વર્ણન છે. ભવિષ્યપુરાણ અનુસાર રાજા વિક્રમાદિત્ય પછી જ્યારે બાહ્ય આક્રમણખોરોએ હિમાલયના રસ્તે ભારત આવી અહીંની સંસ્કૃતિને નષ્ટ અને ભ્રષ્ટ કરવા લાગ્યા ત્યારે વિક્રમના પૌત્ર શાલિવાહને તેમને શિક્ષા કરી હતી. સાથે રોમ અને કામરુક દેશોના દૂષ્ટોને પકડીને સજા કરી હતી. દૂષ્ટોને તેમણે સિંધુ નદીની પેલે પાર ચાલ્યા જવાનો આદેશ કર્યો હતો. ક્રમમાં તેમની મુલાકાત હિમાલય પર્વત પર ઇસુ સાથે થઈ હતી. શ્ર્લોકોમાં તે બાબતનું વર્ણન છે, જે નીચે મુજબ છે :

મલેચ્છદેશ મસીહો હં સમાગતઇસા મસીહ ઇતિ મમ નામ પ્રતિષ્ઠિતમ્

મુલાકાતમાં ઇસુએ શક રાજને પોતાનો પરિચય તથા પોતાના ધર્મનું મંતવ્ય કહ્યું હતું.

અનેક પુસ્તકોમાં ભારત આગમનની પુષ્ટિ

ઇસુના ભારત આગમનની વાત કરનાર માત્ર ભવિષ્યપુરાણ એકલું નથી. રામકૃષ્ણ પરમહંસના શિષ્ય અને સ્વામી વિવેકાનંદના ગુરુભાઈ સ્વામી અભેદાનંદે ૧૯૨૨માં લદ્દાખના હોમિજ મિનિસ્ટ્રીનું ભ્રમણ કર્યું અને કેટલાંક સાક્ષ્યોનું અવલોકન કર્યું હતું, જેમાં ઇસુના ભારત આગમનનું વર્ણન મળે છે. શાસ્ત્રોના અવલોકન પછી તેમણે ઇસુના ભારત આગમનની પૂષ્ટી કરી હતી અને બાદમાં તેમના સંશોધનને બાંગ્લા ભાષામાંતિબ્બત ઓર કાશ્મીર ભ્રમણનામથી પ્રકાશિત કર્યું હતું. પ્રખ્યાત દાર્શનિક ઓશોએ તો પોતાના પુસ્તકગ્લિમ્પ્સેસ ઑફ ગોલ્ડન ચાઈલ્ડહુડમાં લખ્યું છે કેઇસાઅનેમુસાબંનેએ અહીં પોતાના પ્રાણ ત્યાગ્યા હતા, અને તેમની અસલી કબર પણ અહીં છે.

પરમહંસ યોગાનંદજીએ પોતાના પુસ્તકધી સેકેંડ કમિંગ ઑફ ક્રાઈસ્ટ, રેજરેક્શન ઑફ ક્રાઇસ્ટ વિદિન યૂમાં એવો દાવો કર્યો છે કે, પ્રભુ ઇસુએ ૧૩ વર્ષથી ૩૦ વર્ષ સુધીની ઉંમરના પોતાની ગુમનામીના દિવસો હિન્દુસ્તાનમાં વિતાવ્યા હતા. તેમણે અહીં અધ્યાત્મ અને દર્શનની શિક્ષા ગ્રહણ કરી તથા યોગનો ગહન અભ્યાસ કર્યો હતો. તેમણે પણ દાવો કર્યો કે ઇસુના જન્મ પછી સીતારાઓની નિશાનદેહી પર તેમના દર્શન માટે બેથલહામ પહોંચનારા પૂર્વથી આવેલા ત્રણ જ્યોતિષી બૌદ્ધ હતા, જેઓ હિન્દુસ્તાનથી આવ્યા હતા અને પરમેશ્ર્વર માટેના પ્રયુક્ત સંસ્કૃત શબ્દઇશ્ર્વરના નામે તેમનું નામઇસારાખ્યું હતું. (બીજી એક માન્યતા અનુસારઇસાનામ કાશ્મીરી બૌદ્ધ ગુફાઓમાં રાખવામાં આવ્યું હતું.) યોગાનંદજીએ ઉપરોક્ત પુસ્તકની શોધોનેલૉસ એેન્જીલ્સ ટાઈમ્સઅને ગાર્ડિયનજેવા મોટા અખબારોમાં પ્રકાશિત કરી હતી.

શું ઈસુએ નાથ સંપ્રદાયની દીક્ષા લીધી હતી ?

હિન્દુઓનાં નાથ સંપ્રદાયના સંન્યાસીઓ ઇસુને પોતાના ગુરુ ભાઈ માને છે, કારણ કે તેમની એવી માન્યતા છે કે ઇસુ જ્યારે ભારત આવ્યા ત્યારે તેમણે મહાચેતના નાથ પાસેથી નાથ સંપ્રદાયની દીક્ષા લીધી હતી અને જ્યારે તેમને શૂળી પરથી ઉતારવામાં આવ્યા ત્યારે તેમણે સમાધી બળથી પોતાના દેહને એવો કરી નાખ્યો હતો કે રોમન સૈનિકોએ તેમને મૃત સમજી લીધા. નાથ સંપ્રદાયવાળા એવું પણ માને છે કે કાશ્મીરના પહલગાંવમાં ઇસુએ સમાધિ લીધી છે. ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વારના શોધાર્થીઓએ ઇસુના ભારત ભ્રમણ સંબંધી શોધોનેતિબ્બતી લામાઓ કે સાંનિધ્ય મેં ઈસાનામથી પ્રકાશિત કરી અને તેમાં ઇસુના ભારત ભ્રમણ સંબંધી સંશોધનોનો ઉલ્લેખ કર્યો.

સ્વામી વિવેકાનંદે કહ્યું હતું કે, ‘જ્યાં ઇશ્ર્વર તરફ અગ્રેસર થનારા પ્રત્યેક આત્માને અંતિમ આશ્રયસ્થાન પ્રાપ્ત કરવા માટે જવું પડે.... તો તે ભારત છે.’ બની શકે ઇસુ પૂણ્યભૂમિમાં પધાર્યા હોય. બધા તથ્યોથી ઇસુના ભારત આગમનના સત્યમાં મિશનરીઓના હળાહળ જૂઠનું મૃત્યુ થઈ જતું જણાય છે. જો તથ્યો પુરવાર થઈ ગયા તો ઇસાઈ જગતમાં ભૂકંપ મચી જાય.

મધર મેરી શ્રીનગર જવાનાં માર્ગમાં મૃત્યુ પામ્યા હોવાનો દાવો

જર્મન સ્કોલર એન્ડ્રીસ ફેબર કૈઝરના પુસ્તકમાં ઈશુને વધ સ્તંભે ચઢાવાયા પછીની ઘટનાનું વર્ણન રીતે છે : વધ સ્તંભની સજાના અમલ પછી ઇસુના ઘા રુઝાવા લાગ્યા. તેમને મુક્ત કરાયા એટલે તેમની માતા મેરી તથા પટ શિષ્ય થોમસ સાથે તેઓ જેરુસલેમની પૂર્વે પ્રયાણ કરી ગયા. બાઈબલમાં ઇસુ ખ્રિસ્તના જીવનનાં ૧૨થી ૨૯ વર્ષ સુધીના જીવનનો ઉલ્લેખ નથી. વિદ્વાનોનું માનવું છે કે વરસો દરમિયાન ઇસુ ભારતમાં આવીને વસ્યા હતા. કાશ્મીરમાં સ્થાયી થયા અને આમરણ ત્યાં વસવાટ કર્યો હતો. આજેય શ્રીનગરમાં રૌઝાબેલ નામે ઓળખાતી તેમની કબર ખાન્યાર વિસ્તારમાં છે. ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસના ન્યાયાધીશ સર મોહમંદ જફરુલ્લાહ ખાને પણ ૧૯૬૭માં નિવેદન કરેલું કે જિસસે તેમની અંતિમ પળો કાશ્મીરમાં વિતાવી હતી અને રૌઝાબેલની કબરમાં તેમની દફનવિધિ થઈ હતી. જર્મન લેખક કૈઝરે લખેલાં પુસ્તકજિસસ ડાઈડ ઇન કાશ્મીર’ (ઇસુ કાશ્મીરમાં અવસાન પામ્યાં)માં એવું પણ લખ્યું છે કે જેરુસલેમની પૂર્વે પ્રયાણ કરી ગયેલાં ઇસુ, તેમની માતા અને થોમસ રણ વિસ્તાર અને ખડકાળ પ્રદેશની કઠણાઈ ભરેલી યાત્રા કરતાં હતા ત્યારે માર્ગમાં હાડમારીથી લોથપોથ થઈ ગયેલાં મધર મેરી રાવલપિંડીથી શ્રીનગર જવાનાં માર્ગમાં મૃત્યુ પામ્યા. આજેય સ્થળમરીના નામે ઓળખાય છે. ગઈ સદીમાં અંત સુધી તો તેનો ઉચ્ચાર પણમેરી થતો હતો. પટશિષ્ય થોમસે દક્ષિણ ભારતમાં ઇસુના ઉપદેશનો પ્રચાર કરવામાં જીવન સમર્પણ કરી દીધું. પરંતુ જિસસ તો કાશ્મીરમાં સ્થાયી થયા હતા. (સાભાર : ભાલચંદ્ર જાની, ગુજરાત સમાચાર)