ત્યાગ અને શ્રમથી સિંચિત કલ્પવૃક્ષ

    ૦૫-જાન્યુઆરી-૨૦૧૮


 

શ્રી રામકૃષ્ણ - વિવેકાનંદ ભાવધારામાં જાન્યુઆરીનેકલ્પતરુ દિવસતરીકે ઉજવવામાં આવે છે.

કલ્પતરુ સામાજિક સાધનાનું એક નામ છે. વર્ષો પૂર્વે એક રાજ્યમાં એવુ પ્રચલિત હતું કે એક ગુરુકુળમાં કલ્પવૃક્ષ છે. ત્યાંના રાજાને પણ જાણ હતી પણ તેઓ બાબતને અંધશ્રદ્ધા માનતા હતા. એકવાર રાજ્યમાં લગાતાર ત્રણ વર્ષ સુધી દુષ્કાળ પડ્યો. રાજાએ પોતાની રીતે ઘણો પ્રયત્નો કર્યો પણ ત્રણ વર્ષની અનાવૃષ્ટિને કારણે અનાજની અછત પડી. પ્રજા ભૂખે મરવા લાગી. આથી રાજાને કલ્પવૃક્ષ યાદ આવ્યું અને તેની સત્યતાની ખાતરી કરવાનું વિચાર્યું. રાજાએ ગુરુકુળ જઈ જોયું તો ગુરુ અને શિષ્ય બંને કઠોર પરિશ્રમ કરી રહ્યા હતા. રાજાએ ગુરુજીને કલ્પવૃક્ષ વિષે પૂછ્યું અને પોતાના આવવાનો ઉદ્દેશ જણાવ્યો. ગુરુજીએ તેમને કલ્પવૃક્ષ બતાવ્યું. રાજાએ કલ્પવૃક્ષ સમક્ષ વરસાદની માંગણી કરી અને તે માંગણી તરત પૂર્ણ થઈ ગઈ. પરત ફરતા રાજાએ ગુરુજીને પૂછ્યું, ‘ગુરુજી આપની પાસે કલ્પવૃક્ષ હોવા છતાં આપ અને આપના શિષ્યો આટલો કઠોર પરિશ્રમ શા માટે કરો છો ?’

ગુરુજીએ કહ્યું, ‘અમારા સહુના શ્રમ અને સંકલ્પ શક્તિથી કલ્પતરુ છે. કલ્પવૃક્ષમાં સમાજની ઇચ્છાઓ પૂર્ણ કરવાનું વરદાન દેવાની શક્તિ અમારા તપ અને ત્યાગથી ઉત્પન્ન થાય છે. જો અમે ત્યાગ અને શ્રમ કરવાનું છોડી દઈશું તો કલ્પવૃક્ષની શક્તિ પણ ખતમ થઈ જશે.’

સમાજમાં જ્યારે ત્યાગ જીવિત હોય છે ત્યારે આવો આદર્શ સમાજ કલ્પતરુ સમાન બની રહે છે. પછી ત્યા કોઈ ભૂખ્યુ નથી હોતું. પ્રત્યેની ઇચ્છા પૂર્તિના સાધન સમાજ ઉપલબ્ધ કરાવી દઈએ છીએ.