તંત્રી સ્થાનેથી : ‘મિશન કાશ્મીર’ કાશ્મીરને ફરી સ્વર્ગ બનાવશે...!

    ૦૫-જાન્યુઆરી-૨૦૧૮


 

કાશ્મીરની સ્થિતીને હંમેશાં બેરોજગારી સાથે જોડવામાં આવી છે. ૧૯૯૦ના દશકામાં જ્યારે કાશ્મીરીઓએ બંદૂક ઉઠાવી તો રાજનીતિજ્ઞો કહેવા લાગ્યા બેરોજગારીથી ત્રસ્ત યુવાનો મજબુરીમાં બંદૂક ઉઠાવી રહ્યાં છે. જ્યારે કાશ્મીરના યુવાનો અને સ્કૂલના બાળકો પથ્થર ઉઠાવવા લાગ્યા તો કહેવાવા લાગ્યુ કે તો રાહ ભટકેલા બાળકો છે. પણ ધીમે ધીમે પાકિસ્તાન, પાકિસ્તાની સેના અને તેની ખુફિયા એજન્સી આઈ.એસ.આઈના કારણે સ્થિતી એવી વકરી કે યુવાનોએ હાથમાં પથ્થરથી માંડીને બંદૂકો ઉઠાવી લીધી. સુરક્ષાબળના જવાનોના ધાડા ઉતારવા પડ્યા. કોણ નથી જાણતું કે કાશ્મીરી યુવાનોના હાથમાં પથ્થરો કોણે થમાવ્યા? હુર્રિયત સાથે જોડાયેલા અલગાવવાદીઓએ પાકિસ્તાની પૈસાના બળે કુમળા બાળકોને પથ્થર ફેંકનારા દાડીયા મજૂરો બનાવી દીધા.અલગાવવાદીઓનો એકસૂત્રીય એજન્ડા માનવાધિકારોનું હનન બની રહ્યો. આવી અનેક સમસ્યાઓમાંથી કાશ્મીરની મુકિત માટેનો સૌથી શ્રેષ્ઠ ઉપાય શાંતિની પહેલ હોઈ શકે. એટલે સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લાની અટારીએથી વડાપ્રધાને કહ્યું હતું કે, "કશ્મીર ઘાટી કી સમસ્યા કા હલ ગાલી ઔર ગોલી સે નહીં, બલ્કિ કશ્મીરિયોં કો ગલે લગાને સે હોગા. તે બાદ જમ્મુ - કાશ્મીર મુદ્દે અત્યંત સકારાત્મક પગલું ભરતાં ભારત સરકારે, ઈન્ટેલિજન્સ બ્યૂરોના ભૂતપૂર્વ ડિરેકટર દિનેશ્ર્વર શર્માને સરકારના પ્રતિનિધિ તરીકે નિયુકત કરીને, પુરવાર કરી દીધું કે ભારત સરકાર કાશ્મીર સમસ્યાના સ્થાયી સમાધાન માટે પ્રતિબધ્ધ છે.

નિ:સંદેહ શ્રી શર્મા સામે અનેક મોટા પડકારો છે. જમ્મુ - કાશ્મીર રાજ્ય અનેક સમસ્યાઓથી ગ્રસ્ત છે. આતંકવાદ, હુર્રિયત જેવા પાકિસ્તાન પરસ્ત સંગઠનો, જમીન અધિગ્રહણ સમસ્યા, પાકિસ્તાની ઘુસણખોરી, ભારતીય સેનાનો વિરોધ, સોશિયલ મિડિયાને કારણે ઈસ્લામી કટ્ટરપંથીઓનો ત્યાંના યુવાનો પર સીધો પ્રભાવ વગેરે મુખ્ય છે. તેથી તેમનું ધ્યાન યુવાનો પર કેન્દ્રિત છે.

જમ્મુ-કાશ્મીરની સૌથી મોટી સમસ્યા કલમ ૩૭૦ અને કલમ ૩૫-Aની છે. ભારતીય સંવિધાનની કલમ ૩૭૦ મુજબ જમ્મુ-કાશ્મીર રાજ્યને વિશેષ સ્વાયતતા પ્રદાન કરવામાં આવી છે. રીતે કલમ ૩૫-A જમ્મુ-કાશ્મીર સરકાર અને ત્યાંની વિધાનસભાને સ્થાયી નિવાસની પરિભાષા નક્કી કરવાનો અધિકાર આપે છે. હકિકતમાં કલમ ૩૫-A કલમ ૩૭૦નો હિસ્સો છે. તેના કારણે કોઈ પણ બીજા રાજ્યનો નાગરિક જમ્મુ-કાશ્મીરમાં તો સંપતિ ખરીદી શકે છે, તો ત્યાંનો નાગરિક બની શકે છે. એટલું નહીં જમ્મુ - કાશ્મીરની કોઈ યુવતી કોઈ બહારના યુવક સાથે લગ્ન કરે તો આવી યુવતી તેનો રાજ્યનો અધિકાર ગુમાવે છે.

કલમ ૩૫- અમલમાં આવી ત્યારે પંડિત નહેરુ પ્રધાનમંત્રી હતા. કલમ મહદઅંશે કોમવાદને ઉત્તેજન આપે છે, કાશ્મીરના મૂળ નિવાસી એવા કેટલાંક સમૂહો-સમાજોને અન્ય સમાજને મળતા હોય તેવા લાભોથી વંચિત રાખે છે. જમ્મુ-કાશ્મીર રાજ્ય બહારના કોઈપણ ભારતીયને તે રાજ્યમાં સરકારી નોકરી મેળવવાથી, ઘર કે અન્ય જંગમ સંપત્તિ ખરીદવા - મેળવવાથી, રાજ્યમાં કાયમી ધોરણે વસવાટ કરવાથી, સરકારી શિષ્યવૃત્તિ કે અન્ય લાભો મેળવવાથી પણ વંચિત રાખે છે. હવે કહેવાની જરુર ખરી કે સમાજ કયો છે?

બંને કલમોને કારણે જમ્મુ - કાશ્મીરમાં અલગાવવાદ અને હિંસાની સમસ્યા વકરી છે. પરંતું ગાળ અને ગોળી વિનાનો સ્થાયી ઉકેલ જોઈએ છે એટલે પ્રતિનિધિ અત્યારે ત્યાં કાર્ય કરી રહ્યાં છે. નિયુકિત બાદ તેઓ રાજકીય, સમાજિક, વ્યાપારિક, વિદ્યાર્થી, બુદ્ધિજીવી જેવા ચાલીસેક સંગઠનો સાથે મુલાકાત કરી ચુકયા છે અને બધી સમસ્યાઓના હલ માટે વાર્તાલાપ કરી ચૂક્યા છે. કાશ્મીરના તમામ રાજકીય પક્ષો, જે મુખ્યધારાથી લઈને સ્થાનિક ખેમાઓ સુધી વિભાજિત થયેલાં છે તેઓ પણ કેન્દ્રના પગલાંથી અત્યંત આશાવાદી બન્યા છે. હુર્રિયત કોન્ફરન્સ અને અન્ય અલગવવાદી સંગઠનો કૂતરાંની પૂંછડી વાંકી અને મિંયાની ટંગડી ઉંચી જેવી કહેવતો સાર્થક કરીને મળ્યા નથી પણ વિચારણીય બાબત છે.

શાંતિની પહેલ માટે કેન્દ્ર સરકારે યુવાનો પર લાગેલાં કેસો પાછા ખેંચી લેવાનો નિર્ણય કર્યો છે, જેઓ બહેકાવામાં આવીને પહેલીવાર પથ્થરબાજી કરતાં હતાં. યુવાનોનાં વિકાસ માટે અનેક પ્રકારની નેશનલ ટુર્નામેન્ટ્સનું આયોજન થાય છે. કાશ્મીરના કેટલાક સંગઠનોએ પથ્થરબાજો વિરુદ્ધ લાગ્ોલા કેસોને પાછા લેવાની માંગ કરી હતી. કોઈ પણ સરકાર ઈચ્છે કે સ્કૂલના બાળકોથી માંડીને યુવાનોને જેલોમાં કે સુધારગૃહોમાં રાખવા પડે. તેમને મુખ્યધારામાં સામેલ થવાનો અવસર આપવો જોઈએ. અવસર ઉભો કરવા માટે નવનિયુકત પ્રતિનિધિ વિશેષ પ્રયત્નો કરી રહ્યાં છે. તેમની પાસે સ્થાનિક કાશ્મીરીઓથી માંડીને સમગ્ર દેશને ખૂબ મોટી આશા છે. ખાસ કરીને કલમ ૩૭૦ અને ૩૫-A જમ્મુ - કાશ્મીરમાં ગંભીર સમસ્યાઓ ઊભી કરી રહી છે. તેથી તેને સંપૂર્ણપણે નાબૂદ કરવી રહી. અત્યાર સુધી પાંચ હજાર જેટલાં પથ્થરબાજો પરના કેસ પાછા ખેંચાયા છે અને હજુ વધુ પાછા ખેંચાવા જોઈએ. જમીન, ઘર ખરીદ-વેચાણના નિયમો હળવા થાય, આતંક છોડીને પરત ફરેલા યુવાનોના પુનર્વસનની વ્યવસ્થા અને સેના દ્વારા તેમની સાથે નરમ વલણ. જો કે યુવાનોને ગુમરાહ કરીને કાશ્મીરને નર્ક બનાવતા ખુંખાર આતંકવાદીઓના સફાયા માટેનું સુરક્ષાબળનુંઓપરેશન ઓલ આઉટપણ ચાલુ રહે જરુરી છે.

આશા રાખીએ કે પ્રતિનિધિ શ્રી જે કંઈ પ્રયત્નો કરી રહ્યાં છે અને આગળ કરશે તે સંવેદનશીલ રાજ્ય માટે ફળદાયી નીવડે. તેમનુંમિશન કાશ્મીરકાશ્મીરને ફરી સ્વર્ગ બનાવશે..!