તુષ્ટીકરણ : રાજનીતિની ચોપાટ પર તુષ્ટીકરણના પાસા

    ૦૫-જાન્યુઆરી-૨૦૧૮
 
 

તેલંગાણાના મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવ મુસલમાનોને ખુશ કરવા માટે કોઈ કસર છોડી રહ્યા નથી. શિક્ષણસંસ્થાનોથી માંડી સરકારી નોકરી, સરકારની તમામ કલ્યાણકારી યોજનાઓમાં મુસલમાનોને આરક્ષણ સહિત તેમને તમામ પ્રકારના લાભ આપી રહ્યા છે. તેઓએ રાજ્યમાં ઉર્દૂને બીજી અધિકારિક ભાષાનો દરજ્જો આપવાની જાહેરાત પણ કરી દીધી છે. એટલે હવે હિન્દીને તેલુગુ ભાષા બાદ બીજી અધિકારિક ભાષાનું સ્થાન આપવાની લાગણી અહીં પ્રબળ હતી, છતાં તેઓએ માત્ર મુસ્લિમોને ખુશ કરવા હિન્દીનો છેદ ઉડાડી દીધો. સ્પષ્ટ છે કે તેઓ રાજનૈતિક ફાયદો મેળવવા મુસ્લિમ તુષ્ટીકરણનો ખતરનાક દાવ ખેલી રહ્યા છે. તેઓને ડર છે કે, ૨૦૧૯માં યોજાનાર ચૂંટણીઓમાં મુસ્લિમ મતો કોંગ્રેસ તરફ ઢળ્યા તો તેમનું સત્તામાં રહેવાનું સ્વપ્ન ચકનાચૂર થઈ શકે છે. માટે તેઓએ મુસ્લિમોને ખુશ કરવા આડેધડ રાહતો અને ફાયદાઓ આપવા માંડ્યા છે.

માત્ર મુસલમાનો માટે આઈટી

સૌથી મહત્ત્વપૂર્ણ વાત છે કે, રાવ સરકાર તેલંગાણામાં મુસ્લિમો માટે ખાસ આઈટી ગલિયારો (ક્ષેત્ર) અને ઔદ્યોગિક પરિક્ષેત્ર બનાવી રહી છે, જ્યાં માત્ર મુસ્લિમોને રોજગાર મળશે. રાજ્ય સરકારની યોજના ૬૭૨૩ કરોડ ‚પિયાના ખર્ચે ૧૨૦ જેટલા લઘુમતી શૈક્ષણિક સંસ્થાનો બનાવવા જઈ રહી છે, જેમાં ઉર્દૂમાં શિક્ષણ આપવામાં આવશે અને ભણવાની સાથે રહેવાની વ્યવસ્થા પણ આપવામાં આવશે. રાજ્યમાં સરકારી નોકરી મેળવનાર મુસ્લિમો માટે વિશેષ તાલીમ વર્ગો પણ ચલાવવામાં આવશે. સાથે સાથે વિદેશી શિક્ષણ મેળવવા ઇચ્છુક મુસ્લિમોને ૧૦ લાખ સુધીની સહાય આપવાની પણ જાહેરાત કરી છે. શિક્ષણ વિભાગના આંકડા મુજબ અહીંની ૧૫૬૧ મદ્રેસાઓમાં લગભગ .૩૧ લાખ વિદ્યાર્થી ભણે છે.

ઈમામોને માસિક વેતન

સિવાય ઇસ્લામિક કલ્ચરલ સેન્ટરને શહેરી વિસ્તારોમાં દસ એકર જમીન આપવામાં આવશે અને ૯૦૦ ઉર્દૂ શિક્ષકોની ભરતી કરવામાં આવશે. ૬૬ ઉર્દૂ અધિકારીઓને જુદા જુદા વિભાગોમાં તહેનાત કરાશે, જેથી મુસ્લિમો પોતાની ફરિયાદો ઉર્દૂમાં કરી શકે. એટલું નહીં મસ્જિદોના ઈમામોને દર મહિને ૧૦૦૦ ‚પિયા સરકાર તરફથી આપવામાં આવી રહ્યા છે, જેનો લાભ ૧૦૦૦૦ ઈમામો લઈ રહ્યા છે. રાજ્ય સરકારે ૨૦૧૫માં યોજનાની જાહેરાત કરી હતી, જેને એપ્રિલ ૨૦૧૬માં લાગુ કરાઈ, માટે દરેક ઈમામના ખાતામાં વધારાના હજાર રુપિયા પણ નાખવામાં આવ્યા હતા. રાજ્યના ઉપમુખ્યમંત્રી મોહમ્મદ મહમૂદ અલી કહે છે કે યોજના પર સરકાર ૧૨ કરોડ રુપિયા ખર્ચ કરી રહી છે, જેને આગળ જતાં વધારવામાં આવશે. સરકાર જામિયા નિઝામિયામાં એક સભાગૃહ બનાવવા માટે પણ ફંડ આપી રહી છે, જેમાં સંભવિત ૧૪ કરોડ રુપિયાનો ખર્ચ આવશે. સિવાય રમઝાનના દિવસોમાં મસ્જિદોમાં મફત ઇફ્તારીની પણ જાહેરાત કરવામાં આવી છે.

મુસ્લિમ યુવાઓ માટે ૧૦૦ ટકા સબસિડી

વર્ષે નવેમ્બર માસમાં ચંદ્રશેખર રાવ હજરત જહાંગીર નામની દરગાહમાં ચાદર ચડાવવા માટે ગયા હતા. અહીં તેઓ પોતાના ખર્ચે ૫૧ બકરાની કુરબાની આપવાના છે, કારણ કે તેમણે અહીં અલગ તેલંગાણા રાજ્યની મન્નત માંગી હતી. સિવાય તેઓએ ૨૫ એકરમાં ફેલાયેલી દરગાહને ૫૦ કરોડ ‚પિયા અને ૭૦ એકર વધુ જમીન દાનમાં આપી હતી.

હાલમાં રાવ સરકારે અહીના મુસલમાનો માટે આરક્ષણ અને સરળ ઋણ સહિત અનેક રાહતોની જાહેરાત કરી છે. મુસલમાન યુવાઓને વ્યવસાય માટે બેન્કોની ગરજ રહે તે માટે .૫૦ લાખ‚રુપિયા સુધી ૧૦૦ ટકા સબસીડી લોન આપવાની જાહેરાત કરી છે. સિવાય બે કમરા સુધીનાં સરકારી મકાનોના ૧૦ ટકા મકાનો મુસ્લિમો માટે આરક્ષિત કરવામાં આવ્યાં છે. સાથે સાથે તમામ સરકારી યોજનાઓમાં પ્રકારનું આરક્ષણ આપવાની જાહેરાત કરી છે. તુષ્ટીકરણની હદ છે કે, રાજ્યની તમામ સરકારી પરીક્ષાઓ તેલુગુ, અંગ્રેજી સાથે સાથે ઉર્દૂમાં પણ લેવાનું આશ્ર્વાસન આપવામાં આવ્યું છે.

૧૨ ટકા સુધી અનામત

મુખ્યમંત્રીએ અધિકારીઓને ખાસ કરી લઘુમતી વિકાસ નિગમ, ઉર્દૂ એકેડમી અને વકફ બોર્ડને મજબૂત કરવાના પણ આદેશ આપ્યા છે. ગત વર્ષે રાજ્ય વિધાનસભા અને વિધાન પરિષદમાં એક પ્રસ્તાવ પારિત કરવામાં આવ્યો હતો, જેમાં શિક્ષણસંસ્થાઓ અને સરકારી નોકરીઓમાં મુસલમાનોને ૪થી ૧૨ ટકા અનામત આપવાની જોગવાઈ કરી છે. જો કે પ્રસ્તાવ હાલ કેન્દ્ર સરકાર પાસે છે, પરંતુ મુખ્યમંત્રી રાવ કહે છે કે તમિલનાડુમાં ૬૯ ટકા અનામતની જોગવાઈ મુજબ તેલંગાણામાં પણ અનામત આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે તેલંગાણામાં મુસ્લિમોની આબાદી ૧૨. ટકા છે. વિધેયક લાગુ થયું તો તેલંગાણામાં અનામત ૬૨% થઈ જશે.

માત્ર ભાજપ દ્વારા થઈ રહ્યો છે વિરોધ

માત્ર ભાજપ સિવાય અહીંના તમામ પક્ષોએ પ્રસ્તાવનું સમર્થન કર્યંુ છે. પ્રસ્તાવનો વિરોધ કરવા માટે ભાજપના પાંચ ધારાસભ્યોને વિધાનસભામાંથી એક દિવસ માટે બહાર પણ કાઢી મૂકવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી રાવે કેન્દ્રને ધમકી આપી છે કે જો તેઓ અમારા આગ્રહનો અસ્વીકાર કરશે તો અમે સર્વોચ્ચ ન્યાયાલયમાં જઈશું. તમિલનાડુમાં બે દાયકાથી પણ વધુ સમયથી ૬૯ ટકા અનામત લાગુ છે. ઉપરાંત કેટલાંક અન્ય રાજ્યો પણ ૫૦ ટકાથી વધુ અનામત આપી રહ્યાં છે. તો તેલંગાણામાં કેમ નહીં ? ઉપરાંત રાવે તો હૈદરાબાદને પાકિસ્તાનમાં ભેળવવા માંગતા નિઝામને ઉત્તમ શાસક ગણાવી રાજ્ય સરકાર નવો ઇતિહાસ લખાવવા જઈ રહી છે તેમ જણાવ્યું છે.

મતબેન્કની રાજનીતિ

વિશ્ર્લેષકો મુજબ ચંદ્રશેખર રાવ માત્ર મુસ્લિમ મતો માટે તુષ્ટિકરણની રાજનીતિ કરી રહ્યા છે. તેમને પણ ખબર છે કે તેમનો પ્રસ્તાવ સુપ્રીમ કોર્ટમાં ટકી શકવાનો નથી. મુસ્લિમોને અનામત આપવાના પ્રસ્તાવને કેન્દ્રના ખોળામાં નાખી દઈ તે માને છે કે, જો મુદ્દે બંધારણમાં સંશોધન થયું તો તે એની જીત ગણાશે અને કેન્દ્રે તેને ઠુકરાવી દીધો તો તેનો દોષ કેન્દ્રના માથે ચડશે અને તેમના માથે મુસ્લિમવિરોધી હોવાનું લેબલ લાગશે.

મુસ્લિમ તુષ્ટિકરણની રાજનીતિમાં હમણાં સુધી પશ્ર્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સૌથી આગળ હતાં. પરંતુ ચંદ્રશેખર રાવ તો તેમનાથી પણ આગળ નીકળી રહ્યા છે. તેઓ અવસરવાદી રાજનેતાની માફક અનામતની ચાલ રમી રહ્યા છે. આવી રાજનીતિ વિભાજનકારી, અનૈતિક, અવિશ્ર્વસનીય અને આત્મઘાતી સાબિત થઈ શકે છે. અનામત, મફત ભોજન, કપડાં, વિદેશપ્રવાસ, વ્યાજમુક્ત લોન જેવા અસંવેધાનિક અસંભવ વાયદાઓ થકી મુસ્લિમોને લલચાવવા કેટલે અંશે ઉચિત છે ? આમ કરી રાવ સાંપ્રદાયિકતાની એવી આગ સાથે રમત રમી રહ્યા છે જેના પર કાબૂ કરવો તેમના હાથમાં પણ નહીં રહે. હૈદરાબાદમાં ભારત વિલય અગાઉ ત્યાં હિન્દુઓની આબાદી ૮૦ ટકા હતી, પરંતુ લઘુમતી હોવા છતાં સૈન્ય અને સરકારમાં મુસ્લિમોને પ્રભુત્વ અપાતું હતું. મુસ્લિમોને મહત્ત્વનાં પદો આપવામાં આવતાં હતાં. શું રાવ સરકાર તેલંગાણામાં પણ ૧૯૪૭ પહેલાંની હૈદરાબાદ જેવી પરિસ્થિતિ લાવવા માંગે છે ?

આઠમા નિઝામ જેવો વ્યવહાર

તેલંગાણાના ભાજપા પ્રવક્તા કૃષ્ણસાગર રાવ કહે છે કે, ‘કેસીઆરહૈદરાબાદના આઠમા નિઝામની માફક વર્તી રહ્યા છે. તે એઆઈએસઆઈએમના એજન્ડાને આગળ ધપાવી રહ્યા છે. જાહેરાત માત્ર તુષ્ટિકરણ માટે થઈ રહી છે. તેઓએ બંધારણનો હવાલો આપતાં જણાવ્યું હતું કે ડૉ. ભીમરાવ આંબેડકરે ધર્મના નામે અનામતનો વિરોધ કર્યો હતો. કેન્દ્ર અને રાજ્ય સરકારોએ પણ અનામતની મર્યાદા ૫૦ ટકા નક્કી કરી છે માટે વિધાનસભામાં પારિત પ્રસ્તાવ કાનૂની અને બંધારણીય રીતે માન્ય નથી.