ભરઉનાળે ઠંડી ચડાવી દે છે આ મહેલ !

    ૨૯-ઓક્ટોબર-૨૦૧૮


 

જયપુરમાં ૧૭૯૯માં બનેલો હવામહેલ આજે પણ દુનિયાભરમાં પ્રખ્યાત છે. મહેલનું નિર્માણ મહારાજા સવાઈ પ્રતાપસિંહે કરાવ્યું હતું. તેનું નામ હવામહેલ તેમાં રહેલી અનેક બારીઓના કારણે પડ્યું છે. અહીં એટલી બારીઓ છે કે ઉનાળામાં પણ અહીંયાં ઠંડી લાગે છે. મહેલનું નિર્માણ રાજાએ એટલા માટે કરાવ્યું હતું કે તેની રાણી અને રાજકુમારીઓ શહેરમાંથી નીકળતા જુલુસ ઘરમાંથી જોઈ શકે. મહેલમાં આનંદપોલ અને ચાંદપોલ નામના બે દરવાજા છે. મહેલના વાસ્તુકાર શ્રી લાલચંદ ઉસ્તા હતા. મહેલ દૂરથી જોવા પર મુકુટ જેવો દેખાય છે. મહેલમાં પાંચ માળ છે અને તેમાં નાની-મોટી એમ ૯૫૩ બારીઓ છે.