૩૦૦૦ વર્ષ જૂની સર્જરી ટેક્નિકથી ફરી નાક ઉગાડ્યું

    ૨૯-ઓક્ટોબર-૨૦૧૮


 

વૈદરાજ સુશ્રુતે લગભગ ૩૦૦૦ વર્ષ પહેલાં સર્જરીના ક્ષેત્રમાં દુનિયાને જે ટેક્નિક આપી હતી તે ટેક્નિકનો સહારો લેતાં ભારતીય ડૉક્ટરોએ અફઘાની મહિલાનું નાક બનાવવામાં સફળતા મેળવી છે. આતંકી હુમલામાં ઘાયલ થયેલી અફઘાનિસ્તાનની ૨૮ વર્ષીય શમ્સા ચાર વર્ષ બાદ ફરી વાર નોર્મલ રીતે શ્ર્વાસ લઈ શકશે. મેડિકલ સેન્ટર અને મેડસ્પાના પ્લાસ્ટિક સર્જન ડૉ. અજય કશ્યપે જણાવ્યું કે અમારા માટે ગર્વની વાત છે કે મોડર્ન અને એડ્વાન્સ પ્લાસ્ટિક સર્જરીની ટેક્નિક પણ સુશ્રુતની ટેક્નિક પર ગઈ છે. માટે સુશ્રુતની ટેક્નિકના આધારે નાક બનાવવા માટે ગાલ પરથી ચામડી લેવાઈ. ઉલ્લેખનીય છે કે સુશ્રુત એવા ભારતીય ફિઝિશિયન તરીકે જાણીતા છે, જેમણે નાક અને કાન બનાવવા માટે દુનિયાને ટેક્નિક આપી.