મજૂરે રૂપિયા ઉધાર લઈને ‚રૂ. ૨૦૦ની લોટરીની ટિકિટ ખરીદી હતી, લાગ્યો ૧.૫ કરોડનો જેકપોટ

    ૦૬-ઓક્ટોબર-૨૦૧૮


 

પંજાબના માંડવી ખાતે રહેતા અને મજૂરીનું કામ કરી કુટુંબનું ભરણપોષણ કરતા મનોજ કુમાર માટે ક્ષણ ધરતી પર સ્વર્ગ જેવી બની ગઈ હતી. જ્યારે તેણે જાણ્યું કે તેને . કરોડની લોટરી લાગી છે. પડોશી પાસેથી ‚રૂ. ૨૦૦ ઉધાર લઈને લોટરીની ટિકિટ ખરીદી હતી.

થોડા દિવસ પહેલાંની વાત કરીએ તો મનોજ અને તેની પત્ની (રાજકૌર) રોજના માંડ ‚રૂ. ૨૫૦ મજૂરી કરીને કમાતાં હતાં. પંજાબના સંગરુર જિલ્લામાં આવેલ તેમના ગામ માંડવી ખાતે સ્થાનિક ઈંટના ભઠ્ઠામાં કામ કરીને બંને તેમના સહિત કુટુંબના સભ્યોનું ભરણપોષણ કરતાં હતાં.

પરંતુ રાજ્ય સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ રાખી બમ્પર લોટરીમાં ઇનામ જીત્યા બાદ તેમનું જીવન રાતોરાત બદલાઈ ગયું છે. દૈનિક દહાડી પર કામ કરતો મનોજ કુમાર આજે કરોડપતિ બની ગયો છે. જેવી તેને લોટરી લાગી કે જમીન-મકાનના દલાલ અને બેન્કના એજન્ટ તેમના ઇન્વેસ્ટમેન્ટ પ્લાન લઈને તેની આગળ પાછળ ફરવા લાગ્યા. આજે તેના નાનકડા ગામમાં તે એક સેલિબ્રિટી બની ગયો છે.