નાગાલેન્ડનું આ ગામ અડધું મ્યાનમાર તો અડધું ભારતમાં છે

    ૦૬-ઓક્ટોબર-૨૦૧૮


 

પૂર્વ ભારતના નાગાલેન્ડ રાજયની ઉત્તર પૂર્વ સરહદે મોન જિલ્લામાં લોંગવા નામનું ગામ આવેલું છે. ૩૦૦ પરિવારો ધરાવતું ગામ અડધું ભારતમાં અને અડધું મ્યાનમાર દેશમાં છે. જિલ્લામથક મોનથી ૪૨ કિમી દૂર આવેલુ લોંગવા બે દેશનું નાગરિકત્વ ધરાવતું હોય તેવું વિશ્ર્વનું એક માત્ર ગામ છે. લોંગવા ગામના લોકો મ્યાનમારમાં ભોજન કરીને ભારતમાં આરામ કરે છે, કારણ કે ટેકનિકલી જોઈએ તો રસોડું બર્મામાં તો લીવિંગ રૂમ ભારતમાં આવે છે. નવાઈની વાત તો છે કે ગામના સરપંચનો પુત્ર મ્યાનમાર સેનામાં નોકરી કરે છે. જ્યારે કેટલાક યુવાનો ભારતની પણ સિકયોરિટી કરે છે.