જૂનાગઢનું ભરતવન : એક એવું અજાણ્યું સ્થળ જ્યાં દરેક ગુજરાતીએ જવું જોઇએ!

    ૧૪-નવેમ્બર-૨૦૧૮

 
 
 

ભરતવન

જૂનાગઢનો ગિરનાર ચડતા પ્રવાસીઓ પૈકી ૯૦ ટકાની ગિરનાર સફર અંબાજી અને બહુ બહુ તો દત્ત શિખરે જઈને અટકી જાય છે. હકીકતે ગિરનારમાં તો જોવા-ફરવા-માણવા જેવાં અનેક સ્થળો છે, જેમાંના એક સ્થળનું નામ છે, ભરતવન. ગિરનારના પાછળના ભાગે આવેલા ભરતવન સુધી જવાની અલગ સીડી છે, જે તળેટીમાંથી જ નોખી પડી જાય છે. માન્યતા પ્રમાણે રામાયણ કાળમાં રામની શોધમાં જતી વખતે ભરતે અહીં વિરામ લીધો હતો. ભરતવન અને જરા દૂર સીતાવન છે, જ્યાં સીતાજીનું મંદિર છે.
 

 
 
આ સ્થળની વિશેષતા તેનાં મંદિર નહીં, જંગલ અને નૈસર્ગિક શાંતિ છે. ઓછા પ્રવાસી અહીં આવે છે માટે ભીડ નથી, કોલાહલ નથી, જાત-ભાતની ચીજો વેચતી દુકાનો નથી.. અહીં રાતવાસો કરવાની, ભોજનની વગેરે સગવડ છે અને તેની અલગ મજા પણ છે. રાતના સમયે ગિરનારના પાછળના ભાગે આવેલા આ સ્થળેથી દૂર સુધીની વસાહતો ઝળહળ થતી દેખાય છે. રસ્તો સાવ નિર્જન હોવાથી ક્‌યાંક દીપડા જેવાં પ્રાણીનો ભેટો થવાની પણ શક્‌યતા રહે. બાકી હનુમાનજીનું સ્વરૂપ ગણાતા વાનર તો ઠેર ઠેર હોવાના જ.