અમદાવાદ, આશાવલ કે કર્ણાવતી ! મારો ઈતિહાસ જ મારી ઓળખ…વાંચો વિશેષ કવર સ્ટોરી

    ૦૧-ડિસેમ્બર-૨૦૧૮    

અમદાવાદ, આશાવલ કે કર્ણાવતી !

અમદાવાદ એટલે આપણું પ્રિય શહેર. શહેરના રસ્તાઓ, ગલીઓ, મહોલ્લા, પોળો, સોસાયટીઓમાં આપણે દાયકાઓ વીતાવ્યા. શહેરમાં તહેવારો અને પ્રસંગો ઉજવ્યા. અને તડકા-છાંયા પણ જોયા. સ્વાભાવિક શહેર આપણી જીભે નહીં પણ લોહીમાં વસી ગયું હોય. અમદાવાદ શબ્દ આવતાં આપણા શરીરમાં એક રોમાંચ પેદા થઈ જાય. આપણામાં જીવતાં અને આપણને જીવાડતા શહેર અમદાવાદનું નામ બદલવાની ચર્ચા થાય ત્યારે સ્વાભાવિક એક અજંપો થાય.

વર્તમાનમાં અમદાવાદ શહેરનું નામ બદલીને કર્ણાવતી કરવાની ચર્ચાએ જોર પકડ્યું છે. કેટલાક લોકોનો આગ્રહ છે કે શહેરનું નામ અમદાવાદ રહેવું જોઈએ. જ્યારે કેટલાક લોકો ઐતિહાસિક તથ્યો સાથે કહે છે કે, કર્ણાવતી થવું જોઈએ. અહીં અમદાવાદનું મૂળ નામ આશાવલ અને કર્ણાવતી હતું તે બાબતનાં પ્રમાણભૂત તથ્યો તથા અહમદશાહ બાદશાહ કોણ હતો અને તેણે કેવા સંજોગોમાં અમદાવાદ સ્થાપ્યું તેની આધારભૂત માહિતી ઉજાગર કરી છે. મુખપૃષ્ઠ કથા વાંચ્યા બાદ નાગરિકો સ્વયં નક્કી કરી શકશે કે તેમના પ્રિય શહેર અમદાવાદનું નામ બદલવું કે નહીં !

 

 
 

કર્ણાવતી નગરી…. ઇતિહાસ સાક્ષી છે કે,…

ઇતિહાસ સાક્ષી છે કે, અણહિલપુર પાટણની રાજગાદી પર મૂળરાજથી સોલંકી યુગ ‚ થયો. પછી ચામુંડદેવ, વલ્લભરાજ, દુર્લભરાજ અને બાણાવળી ભીમદેવ ગાદી પર આવ્યા. કર્ણદેવ ભીમદેવનો નાનો પુત્ર થાય જેણે કર્ણાવતી વસાવ્યું. પાટણ ઉપરાંત ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, કચ્છ અને કાઠિયાવાડ સુધી કર્ણદેવની આણ હતી. સિદ્ધરાજ જયસિંહના સમયમાં કર્ણાવતી નગરી અસ્તિત્વ ધરાવતી હતી. હવે તેનાં ઐતિહાસિક પ્રમાણો જોઈએ.

કર્ણાવતી નગરી અને ઐતિહાસિક પ્રમાણો

અમદાવાદ વિશે પ્રમાણભૂત ગણાતા લેખક-ચિંતક

ડૉ. માણેકભાઈ પટેલસેતુ છે અમદાવાદનામે ગુર્જર પ્રકાશન દ્વારા એક પુસ્તક લખ્યું છે, જેમાં અમદાવાદ આશાવલ અને કર્ણાવતી હોવાનો પ્રમાણભૂત ઉલ્લેખ જોવા મળે છે. પુસ્તકના પાના નંબર ૧૬ પર લેખકે નોંધ્યું છે કે, અબુરીહાએ આશાવલનો એક સમૃદ્ધ નગર તરીકે ૧૧મી સદીના પૂર્વાર્ધમાં ઉલ્લેખ કર્યો છે. ૧૨મી સદીમાં લખાયેલકસુદચંદ્ર પ્રકરણનાટકમાં આશાવલ્લીના સ્પષ્ટ ઉલ્લેખો છે. અરબ ઈતિહાસકારે આશાવલને સારી વસતી અને પેદાશવાળું ઉદ્યોગી શહેર લેખ્યું છે. આશાભીલના વંશ દરમિયાન ૧૦૩૫નો એક લેખ કાચની મસ્જિદમાંથી મળ્યો હતો. ૧૧મી સદીમાં રાજા કર્ણદેવે આશાવલને જીતીને ત્યાંકર્ણાવતી નગરીસ્થાપ્યાના ઉલ્લેખોપ્રબંધ ચિંતામણીમાં જોવા મળે છે. રાજા વિસલદેવના ૧૨૪૪ થી ૧૨૬૨ના સમય દરમિયાન પણ આશાવલ્લીને લગતા ઉલ્લેખો આવે છે. ૧૨૬૧માં મળેલ તામ્રપત્રમાં આશાવલ્લીના અનુસંધાનમાં માંડવી અને પાલડી જેવા વિસ્તારના ઉલ્લેખો છે.’

કર્ણાવતી : એક લશ્કરી છાવણી

અમદાવાદમાં અંગ્રેજ શાસનની સ્થાપનાની સાથે હાલના કેમ્પ હનુમાનના વિસ્તારમાં લશ્કરી છાવણી સ્થાપી હતી. અહીંયાં અંગ્રેજ લશ્કર માટે ચર્ચ પણ બંધાયું. હાલના હનુમાનના મંદિરની સ્થાપના પાછળથી થઈ હતી. લશ્કરી છાવણીને કારણે વિસ્તાર કેમ્પ કે કેન્ટોનમેન્ટ નામે ઓળખાવા લાગ્યો. આવું એક લશ્કરી થાણું કે છાવણી ૧૧મી સદીમાં અમદાવાદમાં નદીકિનારે સ્થપાઈ હતી, જેનું નામ કર્ણાવતી હતું.

પ્રબંધ ચિંતામણીના ઉલ્લેખો પ્રમાણે કર્ણદેવ સોલંકીએ લાખ ભીલોના સ્વામી આશાભીલને હરાવી, આશાવલનું નામકર્ણાવતીરાખ્યું. સંસ્કૃત ગ્રંથોમાં અનેહમ્મીર મદમર્દનનાટકમાં કર્ણાવતીના ઉલ્લેખો જોવા મળે છે. કયા સંજોગોમાં કર્ણાવતીની સ્થાપના થઈ તેની ઐતિહાસિક ભૂમિકા સમજાવતાં જાણીતા ઈતિહાસવિદ્ ડૉ. રસેશ જમીનદારે નોંધ્યું છે કે, ‘વડોદરા પાસે થયેલ પરાજય પછી કર્ણદેવ સોલંકીએ પ્રદેશની સત્તા પોતાના માટે જોખમ‚ બને, તેવા રક્ષણાત્મક પગલાં ‚પે આશાવલ જીતીને અહીં લશ્કરી છાવણી સ્થાપી હતી જેનું નામ કર્ણાવતી રાખ્યું હતું.’ બીજી રીતે જોઈએ તો કર્ણદેવે મહી અને નર્મદાની આસપાસનો લાટ પ્રદેશ જીતવા જતા પહેલાં, વચ્ચે આશાવલ આવતાં જીત્યું હતું અને કર્ણાવતીની સ્થાપના કરી હતી.’ આશાવલ જીત્યા બાદ પણ આશાભીલનું નાનું રજવાડું રહ્યું હતું. તેથી નગર આશાવલ અને કર્ણાવતી બંને નામે ઓળખાતું હતું.

અમદાવાદના વિશે રત્નમણિરાવ જોટેએ લખેલા "ગુજરાતનું પાટનગર અમદાવાદ પુસ્તકમાં ઇતિહાસકાર લખે છે કે, "ઘણા કાળ સુધી આશાવલ અને કર્ણાવતી બંને નામોના ઉલ્લેખો ઉપલબ્ધ થાય છે. ભૂગોળવિદ્યાના વિદ્વાનોનું માનવું છે. કોચરબ કોઈ ભીલદેવી જણાય છે અને કર્ણાવતી અગર આશાવલને સામે કિનારે તેનું મંદિર કર્યંુ હોય તેમ સંભવ છે. ‘પ્રબંધ ચિંતામણીના ઉતારામાં કોચરબ અને જયંતિદેવીનો સ્પષ્ટ નિર્દેશ છે.

 

 

કાંકરિયા તળાવ પણ રાજા કર્ણદેવે કર્ણસાગરના નામે ખોદાવ્યું

કર્ણદેવ સોલંકીએ ત્રણ મંદિરો બાંધ્યાં. તેમાં () જયંતીદેવી () કોછરબા દેવી અને () કર્ણેશ્ર્વર મહાદેવનો સમાવેશ થાય છે. કર્ણસાગર નામનું તળાવ પણ ખોદાવ્યું. કહેવાય છે કે, રાજા કર્ણદેવને .. ૧૦૭૪માં ચીબરીનાં સારાં શુકન થતાં ભીલો પર વિજય મેળવ્યો હતો તેથી જયંતીદેવી મંદિર બાંધ્યું. આજે તેનું અસ્તિત્વ નથી. કોછરબા દેવીનું મંદિર હાલના કોચરબ ગામમાં હતું. કોચરબમાં કોશલ્યા દેવીનું મંદિર છે જેને ગામલોકો પૌરાણિક કોછરબા મંદિર તરીકે પણ માને છે.

 
 
 

કર્ણમુક્તેશ્ર્વર મહાદેવ

સારંગપુર દરવાજા બહાર આવેલ શ્રી કર્ણમુક્તેશ્ર્વર મહાદેવ પૌરાણિક કર્ણેશ્ર્વર મહાદેવ છે. .. ૯૫૦માં કર્ણદેવ સોલંકીએ શિવાલય બાંધ્યું હોવાનું મનાય છે. બાળ સિદ્ધરાજનો રાજ્યાભિષેક પણ શિવાલયમાં કરવામાં આવ્યો હતો. એક જમાનામાં જે કર્ણસાગર કહેવાતું હતું તે આજનું કાંકરિયા તળાવ.

કર્ણદેવ સોલંકીએ જે લશ્કરી છાવણી ઊભી કરી તે જગા સપ્તર્ષિના આરાથી ગંગનાથનો વિસ્તાર હોવાનું ગણાય છે. વિસ્તારમાં હિન્દુ મંદિરના અવશેષો પણ છે. હાલનું કોચરબ ગામ અને પાલડીનું સંસ્કાર કેન્દ્ર તે કર્ણાવતી નગરી હોવાનું મનાય છે. સંસ્કાર કેન્દ્રના બાંધકામ વખતે ખોદકામ કરતાં ઘણાં શિલ્પો મળ્યાં હતાં.

રાજા કર્ણદેવે કર્ણાવતીમાં અનેક ઇમારતો ઊભી કરી. પાટણમાં પણ પ્રાસાદો ઊભા કર્યા. મોઢેરા પાસે સૂર્યમંદિર અને એક સરોવર બાંધ્યું. દરમિયાન માળવાના રાજા નરવર્માએ પાટણ પર ચઢાઈ કરી. લડાઈમાં કર્ણદેવ માર્યા ગયા. કર્ણદેવનો મીનળદેવીથી થયેલો પુત્ર સિદ્ધરાજ જયસિંહ નાનો હોવાથી રાજમાતા મયણલ્લાદેવી અર્થાત્ મીનળદેવીએ રાજ્યની લગામ હાથમાં લીધી. તેમણે ધોળકામાં મોટું તળાવ બંધાવ્યું. પછી સિદ્ધરાજ જયસિંહ મોટો થતાં તેણે ગુજરાતનો રાજવહીવટ હાથમાં લીધો, જેગુજરાતનો નાથગણાયો. આમ હાલનું અમદાવાદ એક જમાનામાં કર્ણાવતી હતું, જેની સ્થાપના કરનાર રાજા કર્ણદેવગુજરાતના નાથસિદ્ધરાજના પિતા થાય.

અમદાવાદ અને અહમદશાહ

અમદાવાદનું પ્રાચીન નામ કર્ણાવતી અને આશાવલ હતું. તે બાબતના અનેક ઐતિહાસિક પુરાવાઓ મળે છે. પરંતુ અમદાવાદ- પ્રેમીઓને અમદાવાદ સાથેનો નાતો ખૂબ અકબંધ છે ત્યારે ઐતિહાસિક તથ્યોથી પણ આગળ વધીને અહમદશાહ બાદશાહનો ઇતિહાસ પણ જોઈ લેવો જોઈએ.

૧૨૯૯માં અલ્લાઉદ્દીન ખીલજીની ફોજે ગુજરાત ઉપર ચડાઈ કરી. ગુજરાતમાં બળવો થતાં સુલતાન મહંમદ તઘલખે ૧૩૪૫માં ગુજરાતમાં આવી બળવાખોરોને વશ કર્યા ત્યારે તે આશાવલમાં એક મહિનો રોકાયો હતો. ૧૪૦૩માં નાઝિમ ઝફરખાનના પુત્ર તાતારખાને આશાવલમાં પોતાના પિતાને કેદ કરી મહમંદશાહ નામ ધારણ કરી સુલતાન તરીકે સ્વતંત્ર સત્તા પ્રવર્તાવેલી. ૧૪૧૦માં એનો પુત્ર અહમદશાહ પાટણમાં તખ્તનશીન થયો હતો.

કોણ હતો અહમદશાહ ?

અહમદશાહનો જન્મ ૧૯મી જુલાઈ ૧૩૦૮ના રોજ દિલ્હીમાં થયો હતો. તે ૧૪૧૦માં રમજાન મહિનામાં વીસ વર્ષની ઉંમરે ગુજરાતની ગાદીએ બેઠો. જેટલા સગા એટલા એના દુશ્મન થયા. એના સગા અમીરો ખંભાતમાં ભેગા થયા અને અહમદશાહ સામે બળવો કરવાની યોજના કરી. અહમદશાહ લશ્કર લઈને એમની સામે ગયો. પણ બળવાખોરો ત્યાંથી ‚ તરફ ભાગ્યા. સુલતાને એમનો પીછો પકડ્યો. અંતે બળવાખોરો સુલતાનને તાબે થયા. પછી ‚ચથી કર્ણાવતી થઈને પાટણ જવા નીકળ્યો. રસ્તામાં એટલે કે કર્ણાવતી (આશાવલ)માં રોકાયો. એના દાદા આશાવલમાં રહી ગયા હતા. એમને આશાવલ ખૂબ ગમતું હતું. અહમદશાહને અહીં રોકાતાં દાદાની માફક એને પણ શહેર ગમી ગયું. અહીંનાં હવા-પાણી વધુ માફક લાગ્યાં. ધરતી પણ ગમી ગઈ. જો અહીંથી રાજ્યનો વહીવટ કરવામાં આવે તો વધુ અનુકૂળ પડે, કારણ કે શહેર ગુજરાત મધ્યે આવેલું છે, જ્યારે પાટણ દૂર ઉત્તરમાં એક બાજુ પડી જાય છે. વળી ધરતી બંદરોથી નજીક અને ધોરી માર્ગ ઉપર છે. લશ્કરી અને રાજકીય દૃષ્ટિએ અનુકૂળ પડશે. આમ બધાં પાસાં વિચારીને અહમદશાહને પોતાની રાજધાની બદલીને આશાવલમાં વસાવવી યોગ્ય લાગી. વિચારને અમલમાં મૂકીને અહમદશાહે અમદાવાદ શહેર વસાવ્યું. અમદાવાદની સ્થાપનાના અનુસંધાનમાંતેજાઅનેજબ કુત્તે પર સસ્સા આયાજેવી દંતકથાઓ પ્રચલિત છે.


 
 

અહમદશાહ અને આશાભીલની દીકરીતેજા

રાજકીય દૃષ્ટિએ વહીવટ ચલાવવાની અનુકૂળતા માટે અહમદશાહે આશાવલમાં રાજધાની સ્થાપી તે ઉપરાંત અહીં રાજધાની સ્થાપવાનું બીજું પણ એક કારણ હતું.

આશાવલમાં આશાભીલ ઠાકોરનું નાનકડું રાજ્ય હતું. આશાભીલને તેજા નામની એક સુંદર દીકરી હતી. એક વખત અહમદશાહે તેને જોઈ અને તેના પર મોહી પડ્યો. તેને પામવાના ઇરાદાથી અહમદશાહે આશાભીલને પોતાની પાસે બોલાવ્યો અને એક મોટી રકમની માગણી કરી. રકમનો આંકડો સાંભળી આશાભીલ હેબતાઈ ગયો. તે કોઈપણ સંજોગોમાં તે રકમ ભરપાઈ કરી શકે તેમ નહોતો. તેથી તેણે અશક્તિ બતાવી. આથી અહમદશાહે તેને કહ્યું, ‘જો તું રકમ ના આપી શકે તો યુદ્ધ માટે તૈયાર થઈ જા અથવા તારી દીકરી તેજા મને પરણાવી દે.’

અવિવેકી માંગણી સાંભળી આશાભીલ ક્રોધિત થઈ ચાલ્યો ગયો. ઘરે જઈ પત્નીને વાત કરી અને કહ્યું, ‘અહમદને દીકરી આપવા કરતાં આપણે ત્રણેય સાબરમતીમાં પડી આત્મહત્યા કરી લઈએ.’ પરંતુ આશાભીલની પત્નીએ જુદો ઉકેલ બતાવ્યો અને કહ્યું, ‘આપણે મરી જઈએ તે ઉપાય નથી. કરતાં આપણી દીકરી સુલતાનને પરણાવી દઈએ તો બેગમ થઈને રહેશે અને રાજ કરશે.’ આશાભીલે વાત માની લીધી અને તેની દીકરી તેજાને અહમદશાહ સાથે પરણાવી દીધી. પછી સુલતાન અહમદશાહ પાટણ પાછો ના જતાં આશાવલમાં રોકાઈ ગયો અને અહીં અમદાવાદ વસાવ્યું.

અહમદે મંદિરોને મકબરા બનાવ્યા

હિન્દુ રાજાને રંજાડી, ચડાઈ કરી અમદાવાદ સ્થાપનાર અને હિન્દુ રાજાની દીકરી તેજા સાથે પરાણે પરણનાર ધર્માંધ અહમદશાહની ધર્માંધતા બાબતે હજુ પણ કૂણું વલણ ધરાવતા લોકો માટે અહમદશાહનો હચમચાવી દે તેવો ઈતિહાસ મોજૂદ છે.

ભારતના પ્રખ્યાત લેખક પી. એન. ઓક (શ્રી પુરુષોત્તમ નાગેશ ઓક)ભારતીય ઈતિહાસ કી ભયંકર ભૂલેંનામનું એક પુસ્તક લખ્યું છે. જુલાઈ ૧૯૬૬માં સૂર્ય પ્રકાશન, નવી દિલ્હી દ્વારા તેનું હિન્દી સંસ્કરણ પણ બહાર પડ્યું હતું. પુસ્તકના પાના નં. ૭૦થી ૭૪ સુધી અમદાવાદનો અને અહમદશાહ બાદશાહનો સનસનીખેજ ઈતિહાસ તથ્યો સાથે પ્રકાશિત થયો છે, તે અહીં પ્રસ્તુત કરીએ છીએ.

શ્રી પી. એન. ઓક પુસ્તકમાં લખે છે : "અમદાવાદ અહમદશાહ બાદશાહના નામે ઓળખાય છે પરંતુ તે પહેલાં નગર રાજનગર, કર્ણાવતી અને આશાવલના નામે ઓળખાતું હતુું. નગરનો ઈતિહાસ ખૂબ પ્રાચીન છે. જેના નામ પરથી અમદાવાદનું નામ પડ્યું છે તે અહમદશાહ બાદશાહ અત્યંત ધર્માંધ અને અત્યાચારી શાસક હતો. જે રીતે ઈતિહાસમાં અન્ય મુસ્લિમ શાસકોએ હિન્દુ સ્મારકો ધ્વસ્ત કર્યાં છે તેવો અનુભવ અહમદશાહનો પણ રહ્યો છે. અહમદશાહ બાદશાહે રાજપૂત મંદિરો અને રાજપ્રાસાદોને મસ્જિદો અને મકબરામાં ‚પાંતરિત કરી દીધાં હતાં. અહમદશાહ દ્વારા થયેલી અસહ્ય લૂંટ અને મંદિર ધ્વસ્ત કરવાનાં દુષ્કૃત્યોની આધારભૂત માહિતી દિલ્હીથી પ્રકાશિતકારવાઁનામક પત્રિકાના ઓગસ્ટ ૧૯૫૬નાગુજરાત વિશેષાંકમાં શ્રી અશોકકુમાર મઝુમદારનાતીન સંતશીર્ષક હેઠળ લખાયેલા લેખમાં પ્રાપ્ત થાય છે. લેખમાં તેઓએ લખ્યું છે કે, "સન ૧૪૧૪માં ગુજરાતના સુલતાન અહમદશાહે પોતાના રાજ્યનાં તમામ હિન્દુ મંદિરોને નષ્ટ કરવા માટે એક અધિકારી નિયુક્ત કર્યો હતો. અધિકારીએ હિન્દુ મંદિરો નષ્ટ કરવાનું દુષ્કૃત્ય કર્યંુ. પછીના વર્ષે સુલતાન ખુદ સિદ્ધપુર ગયો અને સિદ્ધરાજના સુપ્રસિદ્ધ ‚દ્ર મહાલય મંદિરને તોડીને એને મસ્જિદમાં બદલી નાંખ્યું. કુખ્યાત અત્યાચારી શાહ મહેમૂદ બેગડાનો શાસનકાળ (૧૪૫૮થી ૧૫૧૧) હજી પ્રારંભ થવાનો બાકી હતો. સ્પષ્ટ‚પેનષ્ટશબ્દનો અર્થ અહીં એટલો છે કે બાદશાહે માત્ર હિન્દુ આરાધ્યદેવનાં મંદિરો અને મૂર્તિઓ નષ્ટ કર્યાં હતાં. અને ભવનોનો એણે મસ્જિદોના ‚પે ઉપયોગ કર્યો હતો.

અમદાવાદ સ્થિત અનેક સ્મારકો, જે આજે અહમદશાહે બંધાવેલાં છે તેવું કહેવાય છે તે હકીકતમાં ખોટું છે. ઈતિહાસમાં એવી અનેક વાતો નોંધાયેલી છે જે સાબિત કરે છે કે, બધી ઈમારતો અહમદશાહે બંધાવી નહોતી. માત્ર ઉપયોગ કરવા માટે વ્યવહારમાં લેવાઈ હતી.

બધી મસ્જિદ અલંકારિક રાજપૂત શૈલીમાં શા માટે છે ?

અમદાવાદની પ્રાચીન પ્રાચીરથી ઘેરાયેલો ગીચ વસ્તીવાળો વિસ્તાર આજે પણ ભદ્ર તરીકે ઓળખાય છે. સંસ્કૃત શબ્દ છે જેનો અર્થ મંગળપ્રદ થાય છે. આવું નામ પડવાનું કારણ હતું કે નગર મંદિરોથી ભરપૂર હતું. એમાંનાં મોટાભાગનાં મંદિરો આજે મસ્જિદ કે મકબરામાં બદલાઈ ગયાં છે. અન્ય તમામ નગરોની તુલનામાં અમદાવાદમાં આજે મસ્જિદો મસ્જિદો જોવા મળે છે. લગભગ પ્રત્યેક ૧૦૦ ઘર છોડીને એક મસ્જિદ કે મકબરો અહીં તમને દેખાશે. જોવાની ખૂબી છે કે બધી મસ્જિદો કે મકબરા અલંકારિક રાજપૂત શૈલીમાં છે. કારણ સ્પષ્ટ છે કે બધી મસ્જિદો મૂળ‚પે મંદિરો હતાં.

અલ્પ સમયમાં આટલી મસ્જિદોનું નિર્માણ શક્ય નથી

અહમદશાહના શાસનકાળ દરમિયાન અમદાવાદની મુસ્લિમ જનસંખ્યા ખૂબ ઓછી હતી. એટલે વસ્તુ અસંભવ ગણાય કે આટલી અલ્પ સંખ્યાના વર્ગ માટે કોઈ શાસક આટલી બધી મસ્જિદોનું નિર્માણ કરે. બીજો મહત્ત્વનો મુદ્દો કે મુસ્લિમ બાદશાહ શા માટે મસ્જિદો અને મકબરાઓને હિન્દુ મંદિરોની શૈલી મુજબ બનાવે ? જો એણે મસ્જિદો બનાવી હોત તો ભદ્ર જેવા હિન્દુ નામને કોઈ કાળે અનુમતી ના આપત. ભદ્ર ક્ષેત્રમાં જવા માટે ત્રણ દરવાજા નામથી ઓળખાતું સ્થાપત્ય પણ એક મોટું ઉદાહરણ છે. પ્રવેશદ્વાર પણ પારંપરિક હિન્દુ શૈલી મુજબ નિર્માણ પામ્યું છે. સ્થાપત્યની તુલના નજીકના ડભોઈ અને મોઢેરાનાં હિન્દુ સ્મારકો સાથે કરતાં બંને એકસમાન હોવાનું જોવા મળે છે.

કહેવાનો અર્થ છે કે, બાદશાહે મંદિરો ધ્વસ્ત કરીને મસ્જિદો નિર્માણ કરી હતી. એટલું નહિ તેણે હિન્દુ લોકોને લૂંટીને નરસંહાર પણ કર્યો હતો.


 
 

તથાકથિત જામા મસ્જિદ

અમદાવાદની કેટલીક તથાકથિત મસ્જિદો આજે પણ પોતાના હિન્દુ સાહચર્ય અને નામોને સાચવીને અડીખમ ઊભી છે. દા.., રાણી સિપરી મસ્જિદ અને રાણી ‚પમતી મસ્જિદ. રાણી, સિપરી અને ‚પમતી ત્રણે સંસ્કૃત નામ છે. જે સાબિત કરે છે કે રાણીઓના રાજમહેલોને ખંડિત કરીને મસ્જિદમાં બદલી નાંખવામાં આવ્યા હતા. અમદાવાદના ભદ્ર વિસ્તારમાં આવાં અનેક સ્મારકો આજેય અહમદશાહ બાદશાહની ધર્માંધતાની સાક્ષી‚પે ઊભાં છે.

 

 

ઝૂલતા મિનારા

અમદાવાદનાં કેટલાંક સ્મારકોમાં એવા સ્થંભ છે જે વિલક્ષણ એન્જિનિયરીંગ કૌશલ્યનો અદ્ભુત નમૂનો છે. અમદાવાદના ઝૂલતા મિનારા પણ એમાંના એક છે. એની છેલ્લી મંજિલે પહોંચીને કોઈ વ્યક્તિ તેને હલાવે તો તે હલે છે. એટલે તેનું નામ ઝૂલતા મિનારા પડ્યું છે. અમદાવાદની અધિકાંશ તથાકથિત મસ્જિદોમાં મળનાર ઉત્કૃષ્ટ દીવાલોમાં થયેલા છેદનો પ્રકાર પણ હિન્દુ સ્થાપત્ય પ્રતિમાનું પરિણામ છે. કારણ કે, બધી તથાકથિત મસ્જિદો અને મકબરાઓ પહેલાં હિન્દુ ભવન હતાં.

સિદ્ધપુર અને ચાંપાનેર

ગુજરાતની પ્રાચીન નગરી સિદ્ધપુરમાં એક ખૂબ પ્રસિદ્ધ અને વિશાળ હિન્દુ દેવાલય હતું. તે લિંગ મહાલયના નામે સુવિખ્યાત હતું. અહમદશાહના હુકમથી એને પણ નષ્ટ કરી દેવામાં આવ્યું હતું અને તેને મસ્જિદનું ‚ આપવામાં આવ્યું હતું. તેના ‚ખામાં દેખાતાં ફૂલનાં ચિહ્નો અને હિન્દુ કલાત્મકતાના અન્ય નમૂના સાબિતી આપે છે કે મસ્જિદ નહીં પરંતુ પુરાતન હિન્દુ સ્મારક છે.

હવે શું કહેવું છે આપનું ?

અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી કરવાની ચર્ચા જાગી ત્યારે ઘણા બધા નાગરિકોએ અમદાવાદ નામ રાખવાની તરફેણ કરી હતી. લોકો કહેતા હતા કે જો અમદાવાદનું કર્ણાવતી થઈ જાય તો બધાં સ્થાપત્યોનું શું ? અમદાવાદના ભવ્ય વિસ્તારોનું શું ? તેના મૂળ નામનું શું ? એમના અમદાવાદ પ્રેમને સલામ પરંતુ તેમણે ઈતિહાસ પણ જોવાની ‚ છે. અહમદશાહ જેવા ધર્માંધ બાદશાહની સત્ય હકીકતો જાણ્યા પછી પણ હજુ અમદાવાદ નામ રાખવાનો આગ્રહ રાખતા લોકોને એટલું પૂછવાનું કે જે હિન્દુ સ્થાપત્યોને ધ્વસ્ત કરીને અહમદશાહે મસ્જિદો બાંધી હતી તે ઈતિહાસ યાદ રાખવાનો છે ? ધર્માંધ શાસકે હિન્દુઓ પર અત્યાચાર કરી નગરને પોતાનું નામ આપ્યું હતું યાદ રાખવું છે ? અમદાવાદ બતાવું ચાલો - ગીતો ગાઈને અમદાવાદની તરફેણ કરનારા લોકોને વિધ્વંસમાં દટાઈ ગયેલું ખરું અમદાવાદ કોઈ બતાવશે ? આપણું વ્હાલું અમદાવાદ એના મૂળ નામે ઉજાગર થાય તો આપણો પ્રેમ આદર અને માન ઓછા થશે કે વધશે ? અમદાવાદનું નામ કર્ણાવતી થાય કે આશાવલ કે બીજું કંઈ પરંતુ અમદાવાદ તો નહીં .... તેવું લાગે છે ? પ્રશ્ર્નો અમદાવાદના આગ્રહ રાખતા લોકોએ પોતે પોતાની જાતને પૂછવાના છે. અને પછી નક્કી કરવાનું છે કે શહેર ક્રૂર અહમદશાહના નામે ઓળખાવું જોઈએ કે દયાળુ કર્ણદેવના નામે કે દીકરીને પરાણે પરણાવનાર લાચાર આશાભીલના નામે ?