રહસ્ય એક દારૂડિયાનું...

    ૧૨-ડિસેમ્બર-૨૦૧૮   
ઘેલાણી અને નાથુચાની કીટલીએ ઉભા હતા ત્યાંજ પેલો દારૂડિયો આવીને એમની સામે ખડો થઈ ગયો, ‘સાહેબ, સાહેબ ! મને બચાવી લો! મારે મરવુ નથી... મારે દારૂ નથી પીવો... એ લોકો મને મારી નાંખશે....!

બપોરના અઢી વાગ્યા હતા. આકાશમા કાળાડિબાંગ વાદળો ઘેરાયા હતા. અકોલી પોલીસ સ્ટેશના ઈન્સપેકટર ઘેલાણી અને નાથુવામકુક્ષી પછીની નીંદર માણી રહૃાાં હતા. ત્યાંજ ઘડામ દઈને એક અવાજ આવ્યો અને ઘેલાણી અને નાથુની નીંદર ઉડી ગઈ. બંનેએ ચીડાઈને અવાજની દિશામાં જોયુ.

એક લઘરવઘર માણસ દરવાજામાં પછડાયો હતો. નાથુગાળ કાઢવા જતો હતો ત્યાંજ પેલો માણસ ઉભો થયો અને દેવદાસના શાહ‚ખ ખાનના અવાજમાં હસતા હસતા બોલ્યો અને લથડાતી ચાલે અંદર આવ્યો, ‘ગીર ગયે... ગીર ગયે...ં

નાથુથી રહેવાયુ નહિ, ‘ગીર ગયે વાળી...! કોણ છે તું....? સાલા દા‚ પીને અંદર આવે છે, અંદર કરી દઈશ! પણ ત્યાં સુધી એ ઓલરેડી અંદર આવી ચુકયો હતો. જાણે નાથુપી બબડાટ કરી રહૃાો હોય એમ એણે એની સામે દયામણા ચહેરે જોયુ અને એની વાતને કાનસરો આપ્યા વગર જ ઘેેલાણીના ટેબલ પર આવીને સામેની ખૂરશીમાં બેસી ગયો. તરત જ ઘેલાણીએ અમિતાભનો ફેમસ ડાયલોગ ફટકારી દીધો, ‘જબ તક બૈઠનેકે લીયે ન કહા જાયે શરાફત સે ખડે રહો...

પેલો માણસ અદબવાળી ઉભો રહી ગયો. ઘેલાણીએ આંખ લાલ કરી, ‘કોણ છે? સાલા...દા‚ પીને પોલીસ સ્ટેશનમાં આવે છે... ખબર નથી પડતી, ગુજરાતમાં દા‚ બંદી છે?

દારૂડિયાએ સાહેબ સામે જોયુ અને બે હાથ જોડીને કરગરી પડ્યો, ‘ સાહેબ, એટલે જ આવ્યો છું. મારે દા‚ નથી પીવો. તમે કંઈક કરો, હું વધારે દા‚ પીશ તો......

ઘેલાણીનો પિત્તો ફાટી ગયો હતો. એમણે પેલાને તમાચો જડી દીધો, ‘સાલા, આ તે કંઈ દા‚ છોડાવવાની દુકાન છે. ચાલ ભાગ અહીંથી! પછી એમણે બાજુમાં ઉભેલા નાથુતરફ જોયુ, ‘નાથુ, આ બદમાશને અહીંથી લઈ જા. મારે આવા નાના નાના કેસોમાં નથી પડવું નહીંતર આને બરાબરનો સબક શીખવાડત.

‘ફિકર નોટ સાહેબ! મૈં હુું ના! નાથુએ પેલાને કોલરેથી પકડ્યો. એના મોંમાંથી ભયંકર દુર્ગંધ આવતી હતી. એણે એટલો બધો દા‚ પીધો હતો કે એ સરખી રીતે ઉભો પણ નહોતો રહી શકતો. નાથુએ એને બહાર ઘસડ્યો. એ જોર જોરથી બબડી રહૃાો હતો, ‘સાહેબ, મારી વાત તો સાંભળો. મારે દા‚ નથી પીવો... મારી મદદ કરો... નહીંતર હું મરી જઈશ.. એ લોકો મને મારી નાંખશે.......

દારૂડિયો ગયો એ વાતને દસેક મિનિટ થઈ ગઈ હતી પણ હજુ એના શબ્દો ઘેલાણીના કાનમાં પડધાઈ રહૃાાં હતા, ‘સાહેબ, મારી મદદ કરો... નહીંતર હું મરી જઈશ.... એ લોકો મને મારી નાંખશે..

નાથુએમની સામે જ બેઠો હતો. એમણે નાથુને કહૃાુ , ‘ નાથુ, પેલો દા‚ડિયો એમ કહેતો હતો કે એને કોઈ મારી નાંખશે. મને દાળમાં કંઈક કાળુ લાગે છે.

નાથુએ કહૃાુ, ‘ફિકર નોટ સાહેબ! આ દાળનો નહીં દા‚નો મામલો છે. દારૂડિયાઓના બબડાટ પર બહું વિશ્ર્વાસ ના કરવો. આ લોકો કદી સુધરવાના નથી. તાજેતરની જ વાત કરુ. આપણા નવાનગર પોલીસ સ્ટેશના ઈન્સપેકટર શર્માએ થોડા સમય પહેલા દા‚ડિયાઓને સુધારવાનુ એક અભિયાન ચલાવેલુ. એક દિવસ પાંચ સાત દા‚ડિયાઓને લઈને એમણે એક પ્રયોગ કર્યો. એક ગઘેડો લાવ્યા. એની સામે એક ડોલમાં દા‚ મુકયો અને બીજી ડોલમાં પાણી મુકયુ. ગઘેડાને પહેલા દા‚ની ડોલ ધરી. પણ એ દા‚ સુંઘીને જ દૂર હટી ગયો. એણે દા‚ ના પીધો. પછી પાણીની ડોલ મુકી. એ તરત જ બધું જ પાણી પી ગયો.

પ્રયોગ બાદ ઈન્સપેકટર સાહેબે દા‚ડિયાઓને પુછ્યુ, ‘બોલો તમે આમાંથી શું શીખ્યા? પાંચે પાંચ દા‚ડિયાઓ એક અવાજે બોલ્યા, ‘સાહેબ અમે સમજી ગયા કે ફકત ગધેડા હોય એ જ દારૂ પીતા નથી. અમે તો માણસ છીએ અમારે તો પીવો જ જોઈએ.

નાથુની વાત સાંભળી ઘેલાણી ખડખડાટ હસી પડ્યા. અલબત પેલા દા‚ડિયાના શબ્દો તો એમના આંતર મનમાં હજુ જેમના તેમ અંકાયેલા જ હતા, ‘સાહેબ મને મદદ કરો... આ લોકો મને મારી નાંખશે.

***

સાંજનો સમય હતો. વરસાદની ઝરમર ચાલુ હતી. ઘેલાણી અને નાથુચાની કીટલીએ ઉભા હતા ત્યાંજ પેલો દારૂડિયો આવીને એમની સામે ખડો થઈ ગયો, ‘સાહેબ, સાહેબ ! મને બચાવી લો! મારે મરવુ નથી. મારે દારૂ નથી પીવો. એ લોકો મને મારી નાંખશે.... મહેરબાની કરો સાહેબ!

એને જોઈને નાથુચોંકી ઉઠ્યો, ‘અરે, સાહેબ! આ તો પેલો ચાર દિવસ પહેલા આવ્યો હતો એ જ દા‚ડિયો છે! અને પછી એનુ બાવડુ પકડીને બોલ્યો, ‘એય, સાલા! તુ પાછો આવી ગયો? લાગે છે હવે તારા હાડકા ખોખરા કરવા જ પડશે.

પણ એણે બાવડુ જાલ્યુ એ સાથે જ પેલો ઢગલો થઈને નીચે પડી ગયો. નાથુઅને ઘેલાણી બંને નીચે ઝુકયા, એને ઢંઢોળ્યો. પણ એ ઉભો ના થયો. એના મોઢામાંથી દેશી દા‚ની ભયંકર વાસ આવી રહી હતી. કપડાં ફાટી ગયા હતા. એ બેભાન થઈ ગયો હતો.

નાથુએ બાજુની કીટલી પરથી પાણી મંગાવી એના પર છાંટ્યુ, પણ એ ભાનમાં ના આવ્યો. એની છાતી રેલ્વેના એન્જિન જેમ હાંફી રહી હતી. એ રીતસરનો તરફડી રહૃાો હતો.

ઘેલાણીએ એની હાલત જોઈને કહૃાુ, ‘નાથુલાગે છે કે આ માણસ હવે બહુ નહીં જીવે. તું ફટાફટ એના ખિસ્સા ફંફોસ. એનું સરનામું - બરનામુ મળે તો એના ઘરે જાણ કરી દઈએ. હું એકસો આઠમાં ફોન કરુ છું. દારૂડિયો તો દારૂડિયો આખરે એ માણસ તો છે ને.

નાથુએ તરત જ એના ખિસ્સા ફંફોસવા માંડયા અને ઘેલાણીએ એકસો આઠમાં ફોન કર્યો. ખિસ્સામાંથી એક જુની ચોપડીવાળુ એકસપાયર થઈ ગયેલું લાયસન્સ નીકળ્યુ. નાથુએ નામ-સરનામુ વાંચ્યુ, ‘બાબુભાઈ ભીખાભાઈ પરમાર, રોહિતદાસની ચાલી, કુબેરનગર, છારાનગર પાસે , અમદાવાદ.

થોડી જ વારમાં એકસો આઠ પણ આવી ગઈ અને એનેે લઈને સિવીલ હોસ્પીટલ ભણી દોડી ગઈ. એકસો આઠ ગઈ એટલે નાથુએ કહૃાુ, ‘ચાલો સાહેબ! આપણે આપણુ કામ પતાવીએ. પેલા દા‚ડિયાના ઘરે કોઈકને મોકલી આપુ છું. આપણે આવા નાના કેસમાં નથી પડવું.

પણ ઘેલાણીના મગજમાં અત્યારે કંઈક બીજુ જ ચાલી રહૃાુ હતુ. એ બોલ્યા, ‘ના.. નાથુ. આ કેસ મને નાનો નથી લાગતો. જરૂર એ દારૂડિયા માણસની પાછળ કોઈક પડ્યુ છે. હું સીવીલ જાઉં છુ અને તું ફટાફટ એના ઘરે જાણ કરીને ત્યાં આવી જા. અને બંને છુટા પડ્યા.

***

ધેલાણી સિવિલ હોસ્પીટલના કમ્પાઉન્ડમાં ઉભા હતા. ડોકટરે બાબુને તપાસીને કહી દીધુ હતુ કે અતિશય દારૂ પીવાને કારણે એનું લીવર ફેઈલ થઈ ગયુ છે. કિડનીઓને પણ બહું નુકસાન થયુ છે. એના બચવાના ચાન્સ બહું ઓછા છે.

એટલી વારમાં નાથુબાબુના ઘરે તપાસ કરીને આવી ગયો. એણે ઘેલાણીને માહિતી આપી, ‘સર, બાબુના ઘરે તો કાગડા ઉડતા હતા. પાડોશી પાસેથી જાણવા મળ્યુ કે એની આગળ પાછળ કોઈ નથી. પાંચ વર્ષ પહેલા પત્ની અને બાળકો એક અકસ્માતમાં ગુજરી ગયા ત્યારથી એ દા‚ની લતે ચડી ગયો છે. પહેલા તો ઓછું પીતો હતો. પણ હમણા છ મહિનાથુી એ બહું દારૂ પીવા લાગ્યો હતો. સવારે ઉઠે ત્યારથી જ દરૂ પીવાનું શરૂ કરી દે છે.

‘ઓ.કે, પણ એની હાલત બહું ગંભીર છે. ડોકટરો પ્રયત્ન કરી રહૃાાં છે. બચી જાય તો સારુ!

‘સાહેબ, બિચારો એકલો છે. દુ:ખી છે. જીવશે તોયે મોતથી બદતર જિંદગી ગુજારવી પડશે. એ કરતા.... નાથુ અટકી ગયો.

‘એવુ નથી નાથુ! તે સાંભળ્યુ નહીં. આપણને એ બે વખત મળ્યો ત્યારે બંને વખત એ કહેતો હતો કે સાહેબ, મારે દારૂ નથી પીવો... મારે મરવું નથી. .. એ લોકો મને મારી નાંખશે ... મને બચાવી લો...! એનો અર્થ એ થયો કે એને જીવવું છે પણ કોઈ એને મારી નાંખવા માંગે છે. મારે જાણવું છે કે એને કોણ મારી નાંખવા માંગે છે અને એમાં એનો શું ફાયદો હોઈ શકે... કદાચ કોઈ મોટુ રેકેટ હોય તો આપણ જીત થાય અને એનો જીવ બચે..

‘ કહેવુ પડે હોં સાહેબ! નાથુએ ટુંકમાં જ પતાવ્યુ. ઘેલાણી મર્માળુ હસ્યા અને બોલ્યા, ‘નાથુ, તું અહીં બેસ! હું જરા અંદર ડોકટરને મળીને આવુ છું.

‘ઓ.કે સર! તમને વાંધો ના હોય તો હું પણ મારા એક ઓળખીતા ડોકટર અહીં છે એમને મળતો આવુ. બસ પાંચ મીનીટ હાય હલ્લો કરીને આવું છુ.

‘ઓ.કે જલ્દી આવજે...

***

ડો.જયેશ અને એમના મિત્ર એમની કેબીનમાં બેઠા હતા ત્યાંજ નાથુઅંદર પ્રવેશ્યો. ડો.જયેશે નાથુને આવકાર્યો અને બાજુમાં બેઠેલા એમના મિત્રનો પરિચય પણ કરાવ્યો, ‘નાથુ, આ છે મારા મિત્ર સંજયભાઈ શર્મા. સંજયભાઈ અમદાવાદના સૌથી મોટા વીમા એજન્ટ છે. બંને એ શેહહેન્ડ કર્યુ.

ડો. જયેશે કહૃાુ, ‘નાથુ એક પાંચ મીનીટ. હું મારુ કામ પતાવી લઉં.

‘ચોક્કસ! નેવર માઈન્ડ! નાથુએ કહૃાુ એટલે ડો. જયેશ એમના કામમાં પરોવાયા. એમણે એમના મિત્ર સંજયભાઈને ઉદેશીને કહૃાુ, ‘એક છેલ્લુ નામ ચેક કરી લો. મિ. ધનરાજ જોગીદાસ શેઠ.. આંબાવાડી, અમદાવાદ.. એમનો કેટલો વિમો છે જરા ચેક કરી આપો. પછી આપણે ત્રણે શાંતિથી ચા પીએ.

‘સંજયભાઈએ તરત જ કોમ્પ્યુટર પર નામ એન્ટર કર્યુ અને બોલ્યા,‘ ધનરાજ શેઠને પચાસ લાખ ‚પિયાનો વીમો છે.

નાથુને થોડી નવાઈ લાગી. એણે કુતુહલ વશ જ પુછી લીધુ, ‘સાહેબ, આ કંઈ નવી સાઈટ શ‚ થઈ છે કે શું? તમે નામ નાંખો અને એ વ્યકિતને કેટલા ‚પિયાનો વિમો છે એ ખબર પડી જાય...

ડો. જયેશ એના તરફ ફર્યા, ‘ના ભાઈ ના, એવી કોઈ સાઈટ શરૂ નથી થઈ. આ તો સંજયભાઈ જેવા મોટા વિમા એજન્ટોને એવી ફેસેલિટી મળે છે કે તેઓ ગમે ત્યારે ગમે તેનુ નામ નાખીને એનો કેટલો વિમો છે એ જાણી શકે.

‘એ તો બહું સરસ કહેવાય મારુ જાણી શકાય?

‘હાસ્તો બોલ... કેમ નહીં બોલો તમારુ નામ? જવાબ જયેશને બદલે સંજયભાઈએ જ આપ્યો. નાથુએ એનું નામ કહ્યું એટલે તરત જ સંજયભાઈ એ કોમ્પ્યુટરમાં એન્ટર કર્યુ અને થોડી જ વારમાં કહી દીધુ, ‘નાથુસાહેબ, તમારે પાંચ લાખનો વીમો છે. થોડો વધારે ઉતરાવી લો. અત્યારે પાંચ લાખમાં તો સારી કાર પણ નથી મળતી.

નાના બાળકને થપ્પો રમવાની મજા આવે એવી જ મજા નાથુને આવી રહી હતી. એને મજાક કરવાનુ મન થયુ. એ બોલ્યો, ‘સંજયભાઈ મારા એક મિત્ર છે. બાબુભાઈ ભીખાભાઈ પરમાર.. એનું જરા જુઓ તો.

નાથુએ જાણી જોઈને પેલા દારૂડિયા માણસનું નામ કહૃાુ. સંજયભાઈએ તરત જ નામ એન્ટર કર્યુ અને બોલ્યા, ‘તમારા મિત્ર તો કરોડપતિ લાગે છે. પૂરા એક કરોડ ‚પિયાનો વિમો છે એમનો.

અને જાણે કોઈએ કાનની બીલકુલ પાસે પાંચસો પંચાવનના બોમ્બનો ધડાકો કર્યો હોય એમ નાથુચોંકી ગયો, ‘વ્હોટ? એક કરોડનો વિમો અને બાબુનો. ઈટ્સ ઈમ્પોસિબલ..

ડો.જયશે અને સંજયભાઈને કંઈ સમજાયુ નહીં. એમણે પુછ્યુ, ‘અરે, ભાઈ કેમ ના હોય? કરોડ રૂપિયા અત્યારે સાવ સામાન્ય વાત છે.

નાથુબોલ્યો,‘સામાન્ય વાત છે પણ કોઈ દારૂડિયા માટે નહીં. અરે મેં તમને જે નામ કહૃાુ એને તો ખાવા ના પણ સાંસા છે. આગળ પાછળ કોઈ છે નહીં. છારાનગર પાસેની ઝુંપડ પટ્ટીમાં રહે છે અને દા‚ડિયો છે. અત્યારે એ આ જ હોસ્પીટલમાં જીવન - મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે.

નાથુની વાત સાંભળી ડો.જયેશ અને સંજયભાઈ પણ ચોંકી ઉઠ્યા. વાત ગંભીર હતી. કંઈક જ‚ર રંધાઈ રહ્યું હતુ. ત્રણેય તરત જ ઈન્સપેકેટર ધેલાણી પાસે આવ્યા. આ વખતે સંજયભાઈના બદલે નાથુએ ઘેલાણી સાહેબના કાન આગળ બોમ્બ ફોડ્યો, ‘સાહેબ, તમને એક અદ્ભુત માહિતી આપુ. આ દારૂડિયા બાબુનો એક કરોડ રૂપિયાનો વીમો છે.

નાથુની વાત સાંભળી ઘેલાણી ચોંકી તો ગયા જ પણ પછી તરત જ એ સ્વસ્થ થઈ ગયા. એમણે માથે પહેરેલી કેપને શેરલોકની અદાથી ત્રાંસી કરી અને બોલ્યા, ‘ નાથુ, મેં તને કહ્યું હતું ને કે કંઈક ગંભીર બાબત છે. આ દારૂમાં કંઈક કાળુ છે અને એ કાળુ શું છે એ હું શોધને જ રહીશ....

‘ફિકર નોટ સાહેબ! મૈં હું ના! બાબુ ભાનમા આવે એટલે આ આખાયે ખેલ પરથી પરદો હટી જશે. આપણે બંને સાથે મળીને એ કાળુ અને કાળમુખો બંને શોધી કાઢીશુ..

ત્યાંજ અંદરથી એક નર્સ દોડતી બહાર આવી અને બોલી, ‘ઈન્સપેકટર સાહેબ, તમને ડોકટર અંદર બોલાવે છે.

‘કેમ શુ થયુ?

‘ચોક્કસ તો ખબર નથી. પણ કદાચ બાબુ ગુજરી ગયો. અને નર્સ અંદર દોડી ગઈ. ઈન્સપેકટર ધેલાણી પણ હાંફળા ફાંફળા એની પાછળ દોડયા.

ક્રમશ:

દારૂડિયા બાબુનો વીમો કોણે ઉતરાવ્યો? ખુદ બાબુએ કે પછી બીજા કોઈએ? બાબુ મરી જશે તો પછી આ રહસ્યો પરથી પરદો કેવી રીતે દૂર થશે? આ બધા પ્રશ્ર્નોનો જવાબ આવતા રવિવારે...