સોશિયમ મીડિયાનો ઉપયોગ કરો છો? તો જાણી લો આ વર્ષના ૨૫ સૌથી કમજોર પાસવર્ડ!

14 Dec 2018 16:26:46

 

 
યાદીમાં qwerty, admin, princess, sunshine, !@#$%^&* અને Donald જેવા પાસવર્ડ પણ સામિલ છે.

 
પાસવર્ડની બબતમાં આજે પણ લોકો એટલા સચેત નથી. ગમે તેવા પાસવર્ડ લોકો રાખી દે છે. આ વર્ષે યુઝર્સની સિક્યુરિટીને લઇને અનેક ખામીઓ ઈન્ટરનેટ પર જોવા મળી. આ બાબતને ધ્યાનમાં રાખી હમણા જ અહિં એક યાદી જાહેર થઈ છે, અને આ યાદી છે વર્ષના સૌથી કોમન અને કમજોર પાસવર્ડની…
 
યાદ રાખો દુનિયામાં સૌથી વધારે હેકિંગ કમજોર અને કોમન પાસવર્ડના કારણે જ થાય છે. આજે પણ લોકો ૧૨૩૪૫ કે પોતાનો મોબાઈલ કે દિકરા દિકરીના નામે પાસવર્ડ રાખી દે છે જે કોઇ પણ હેકર્સ ખૂબ સરળતાથી અંદાજ લગાવી લે છે. તમને જણાવી દઈએ કે ૧૨૩૪૫૬ આ પાસવર્ડ સૌથી ખરાબ પાસવર્ડની યાદીમાં આ વર્ષે નંબર વન પર આવ્યો છે. આ ઇન્ટરનેટ વાપરનારા લોકોમાં સૌથી પ્રખ્યાત પાસવર્ડ છે.
 
હમણા જ પાસવર્ડ મેનેજમેન્ટ કંપની સ્પ્લૈશ આઈડીએ વર્ષના ૧૦૦ સૌથી ખરાબ પાસવર્ડની યાદી બહાર પાડી છે. જેમાં ૧૨૩૪૫૬ પાસવર્ડ નંબર વન પર છે. બીજા નંબરે password શબ્દ આવે છે અને ત્રીજા નંબરે ૧૨૩૪૫૬૭૮૯ આવે છે. લોકોને લાગે છે કે આ એકદમ સિક્યોર છે પણ એવું જરા પણ નથી.
આ ઉપરાંત આ યાદીમાં qwerty, admin, princess, sunshine, !@#$%^&* અને Donald જેવા પાસવર્ડ પણ સામિલ છે.
આ રહી એ ૨૫ સૌથી કમજોર પાસવર્ડની યાદી…..
- 123456 - password - 123456789 - 12345678
- 12345 - 111111 - 1234567 - sunshine
- qwerty - iloveyou - princess - admin
- welcome - 666666 - abc123 - football
- 123123 - monkey - 654321 - !@#$%^&*
- Charlie - aa123456 - Donald - password1 - qwerty123
Powered By Sangraha 9.0