શું તમારે અબજોપતિ બનવું છે ? દુનિયોનો સૌથી સફળ અને ધનવાન વ્યક્તિ જણાવે છે માત્ર ત્રણ વાત…

    ૧૮-ડિસેમ્બર-૨૦૧૮   

 

બિલ ગેટ્સએ અબજોપતિ બનવાનો ઉપાય ખૂબ ટૂંકમાં બધાની સામે મૂકી દીધો છે. 

તમારે અબજો રૂપિયા કમાવા છે? સ્વભાવિક છે જવાબ હા જ હોય. પણ કેવી રીતે? દુનિયોનો સૌથી સફળ અને ધનવાન વ્યક્તિ બિલ ગેટ્સ ખૂબ સરળ ભાષામાં આ જવાબ તમને આપે છે. વાંચો…
શું આવું થઈ શકે? બિલકૂલ થઈ શકે. આ માટેની એક રીત છે. પૈસાની સાથે સાથે તમે લોકપ્રિયતા પણ કમાઈ શકો છો. તમે બિલ ગેટ્સનું જીવન ચરિત્ર વાચ્યું છે? ન વાચ્યું હોય તો આજે જ એક બેઠકે વાંચી જાવ. આમાં બિલ ગેટ્સએ અબજોપતિ બનવાનો ઉપાય ખૂબ ટૂંકમાં બધાની સામે મૂકી દીધો છે.
 

 

“business @ speed of light”. આ પુસ્તક બિલ ગેટ્સએ લખ્યું છે 

માઈક્રોસોફ્ટ કંપની જેણે 1975માં બિલ ગેટ્સએ શરૂ કરી અને આજે તે વ્યક્તિ દુનિયાનો સૌથી ધનવાન વ્યક્તિ છે અને તેની કંપની દુનિયાની ટોપ ટેનમાં છે. એવું તો એણે શું કર્યુ? બિલ ગેટ્સ કેવી રીતે આટલી ઊંચાઈ પર પહોંચ્યા તેની વાત તેમણે પોતાની પુસ્તકમાં કરી છે. આ પુસ્તકનું નામ છે “business @ speed of light”. આ પુસ્તક બિલ ગેટ્સએ લખ્યું છે અને એ તેનું જીવનચરિત્ર છે.

business @ speed of light એટલે શું?  

business @ speed of light એટલે શું? એટલે એમ કે લાઈટની ગતિએ ધંધો કરવો છે? લાઈટની ગતિ તમને ખબર છે? એક સેકન્ડમાં લાઈટ ૧ લાખ ૮૬ હજાર માઈલની સ્પીડ લાઈટની હોય છે. બિલ ગેટ્સ આ પુસ્તક દ્વાર કહે છે કે આ લાઈકની સ્પીડે તમારે ધંધો કરવો છે?

 

 
બિલ ગેટ્સે તેમને મળેલી સફળતા માટે ત્રણ વસ્તુંને જવાબદાર ગણાવી છે…

#૧ Determination – નિર્ણય…

તેઓ પુસ્તકમાં લખે છે કે તેમણે પહેલા તો નક્કી કર્યું કે અહીં સુધી પહોંચવું છે. ટૂંકમાં તમારો ગોલ નક્કી કરવો ખૂબ જરૂરી છે. તમારે ક્યાં પહોંચવું છે તે તો પહેલા નક્કી કરવું પડે. આ ગોલ મનથી નક્કી થાય એટલે ભૂખ, તરસ અને તમારી દુશ્મન ઊંઘ આ બધું તરત ઊંડી જાય. જો આવું થાય તો જ સમજવું કે તમે તમારા ગોલ પ્રત્યે ખરેખર ગંભીર છો.

#૨ Intense Hard Work – ખાલી મહેનત નહિ..અતિ અતિ મહેનત…

બિલ ગેટ્સે બીજી વાત લખી છે કે ગોલ નક્કી કર્યા પછી માત્ર સખત મહેનત કરવાથી કઈ નહિ થાય. આ ગોલ પ્રાપ્ત કરવા તમારે અતિ અતિ મહેનત કરવી પડશે. માત્ર પૂરૂષાર્થ નહિ અતિ અતિ પૂરૂષાર્થ…

#3 Accept the idea of of others – બીજાના વિચારોમાંથી શીખો

અને આ પુસ્તકમાં ત્રીજી અને છેલ્લી વાત બિલ ગેટ્સ લખે છે કે તમારી આજુ બાજુના લોકોનો વિચાર સાંભળો, તેમાથી શીખો, તમાથીં ગ્રહણ કરી શકતા હોય એટલું કરો. દરેક પાસેથી જે સારા અને ઉન્નત વિચારો મને મળ્યા તે મેં ગ્રહણ કર્યા, એના પર મેં વિચાર્યું અને એ મને ક્યાં ક્યાં મારા વેપાર ધંધામાં મને ઉપયોગ થઈ શકે છે તેના પર કામ કર્યું….જેનું પરિણામ આજે દુનિયા સામે છે…
 
બસ આ ત્રણ વાત ધ્યાનમાં રાખવાની છે. બાકી કોઇ સોર્ટકટ નથી. યોગ્ય સમયે, યોગ્ય જગ્યા અણથક મહેનજ તમને સફળ બનાવશે…આ દુનિયાનો સૌથી ધનવાન વ્યક્તિ પણ કહે છે…