જેને વાંચીને તમારું જીવન બદલાઇ જાય તેવા ૧૩ અદ્‌ભુત વિચાર…

    ૨૨-ડિસેમ્બર-૨૦૧૮


 

 

આ ૧૩ વાતોને ધ્યાનમાં રાખો, જીવન ખૂબ આનંદથી પસાર થશે

સફળતા

યાદ રાખો દૂરથી તો આપણને બધા જ દરવાજા બંધ લાગશે. સફળતાની દરવાજા આપણા માટે ત્યારે જ ખૂલે છે જ્યારે આપણે સફળતાની ખૂબ નજીક પહોંચીએ

આત્મવિશ્વાસ

કોઇ પણ કામ પ્રત્યે સ્પષ્ટતા કેળવો પછી તમારે તે કામ કરવામાં આત્મવિશ્વાસની જરૂર નહિ પડે

અસંભવ

દુનિયામાં અસંભવ કશું જ હોતું નથી. આપણે જે ધારિયે તેના પર મહેનત કરીએ તો કોઇ પણ કામ અસંભવ નથી.

હાર ન માનો

તમે જે માર્ગ પર ચાલી નીકળ્યા છો તેને વચ્ચેથી હાર માની છોડવાનો કોઇ મતલબ નથી કેમ કે પાછા ફરતી વખતે પણ તમે કે અતંર કાપ્યું છે તેટલું તો તમારે કાપવું જ પડશે. માટે યોગ્ય છે આગળ વધો

હાર જીત

એક વાત યાદ રાખો. સફળતા આપણો પરિચય દુનિયાથી કરાવે છે અને નિષ્ફળતા દુનિયાનો પરિચય આપણને કરાવે છે

મહાનતા

મહાનતા નીચે પડવામાં નથી પણ નીચે પડી વારંવાર ઊભા થવામાં છે

ભૂલ

ભૂલને સ્વીકારો, ભૂલને ભૂલો નહિ તેમાંથી શીખો, માત્ર પોતાની જ ભૂલમાંથી નહિ પણ બીજાઓએ કરેલી ભૂલમાંથી પણ શીખતા રહો.

ચિંતા

ચિંતા ચિતા જેવી હોય છે. ચિંતા કરવાથી તમારી મુશ્કેલી ઓછી થવાની નથી ઉલ્ટાનું ચિંતાની અસર તમારા શરીર અને મગજ પર થશે અને બનેલું કામ પણ બગડી શકે છે

મહેનત

યાદ રાખો. અથાક પરિશ્રમનો કોઇ વિકલ્પ નથી. બધી જ સુવિધા હશે, બધુ જ સ્પષ્ટ હશે , લક્ષ્ય પણ નક્કી હશે પણ મહેનત નહિ કરો તો સફળતા ક્યારેય નહિ મળે

સપના જુવો

સપના એ નથી જે રાતે ઊંઘમાં આવે છે સમના એવા હોવા જોઇએ જે તમને સૂવા ન દે. સપના ખૂબ જોવ અને તેને સાકાર કરવા અણથક મહેનત કરો

સમય

તમને તો ખબર જ છે કે જીવન એ સમયનું બનેલું છે માટે જીવનને પ્રેમ કરતા હો તો સમયને પ્રેમ કરો. સમયનો સદઉપયોગ જ તમને જીવનમાં આગળ વધારશે

વિશ્વાસ

પોતાનામાં વિશ્વાસ રાખો. જો તમને તમારામાં વિશ્વાસ હશે તો જ તમે તમારું ધાર્યું કામ કરી શક્શો

વિચાર

સૌથી મહત્વનું તમે શું વિચારો છો? હંમેશાં હકારારાત્મક વિચારશો તો જીવનમાં પરિણામ પણ તમને હકારમાં જ મળશે.