કચ્છએ ફિલ્મો માટે કલાનગરી છે : મલ્હાર ઠાકર

    ૨૬-ડિસેમ્બર-૨૦૧૮

ગુજરાતી ફિલ્મના લોકપ્રિય અભિનેતા મલ્હાર ઠાકરએ રણોત્સવમાં તેની આગામી ફિલ્મ સાહેબના પ્રમોશન સમયે કચ્છના ભરપેટ વખાણ કર્યા હતા.
મલ્હાર ઠાકરએ જણાવ્યું કે,કચ્છએ કલાનગરી છે.અને ભવિષ્યમાં પોતાની એક ફિલ્મ સંપૂર્ણપણે કચ્છમાં શૂટ કરવાની મહેચ્છા વ્યક્ત કરી હતી.આ ટાંકણે મલ્હારે કચ્છના લોકોને પ્રેમાળ અને સાદગીપૂર્ણ કહ્યા હતા.
વર્ષ ૨૦૧૯માં ફેબ્રુઆરીમાં રજૂ તેની આગામી 'સાહેબ' ફિલ્મના પ્રોમશન વેળાએ પોતાની પ્રથમ પ્રેસ કોન્ફરન્સમાં મલ્હારે આ ફિલ્મને પરિવારિક ફિલ્મ ગણાવી હતી. અમદાવાદ,સાણંદ અને પાલનપુર અને આંશિક રણમાં શૂટ થયેલી આ ફિલ્મ કોલેજના દિવસોની બબાલથી એક યુવક સાહેબના સ્ટેટ્સ સુધી કેમ પહોંચે છે,તે સમગ્ર વાર્તા પર આધારિત છે.જેમાં કિંજલ રાજપરિયા અભિનેત્રી છે.મલ્હારએ પોતાના ટિકિટ વિન્ડો પ્રોડક્શન હાઉસ સાથે સ્પર્શ ફિલ્મ અને દ્વારકેશ ગ્રુપે આ ફિલ્મ રચી છે.
સાહેબ ફિલ્મ લાગણી,આનંદ અને તોફાન સાથે તમામ ટેસ્ટ આવરી લેતી સંપૂર્ણ ગુજરાતી થાળી ગણાવી હતી.અત્રે ઉલ્લેખનીય છે કે ,અત્યાર સુધી મલ્હાર મિડનાઈટ વિથ મેનકા,શરતો લાગુ,બે યાર,થઈ જશે,શુ થયું?,લવ ની ભવાઇ,છેલ્લો દિવસ,મિજાજ સહિતની ૧૩ સફળ ફિલ્મો કરી છે અને ૧૧ની ઓફર આવી ચૂકી છે.